• રોમાનિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી બુચા રેસ્ટના પ્રોફેસર ડો. નિકોલે ગોગા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી: સ્ટુડન્ટ અને સ્ટાફના એક્સચેન્જ,
  • રિસર્ચ, સ્ટુડન્ટના એક્સચેન્જ, જોઈન્ટ પબ્લિકેશન સેમિનાર, એકેડેમિક મીટીંગ વગેરે ઉપર એમઓયુ કરવા માટે ચર્ચા કરવામાં આવી

રોમાનિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી બુચા રેસ્ટના પ્રોફેસર ડો. નિકોલે ગોગા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવેલ હતા. પ્રોફેસર ડો. નિકોલે ગોગાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પ્રોફેસર ડો. નિકોલે ગોગાએ માનનીય કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે સાથે મુલાકાત દરમિયાન લેટર ઓફ ઇન્ટેન્શન ફોર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિશે ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં સ્ટુડન્ટ અને સ્ટાફના એક્સચેન્જ, રિસર્ચ, સ્ટુડન્ટના એક્સચેન્જ, જોઈન્ટ પબ્લિકેશન સેમિનાર, એકેડેમિક મીટીંગ વગેરે ઉપર એમઓયુ કરવા માટે ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રોમાનીયાની યુનિવર્સિટી વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્શન સાઈન કરવામાં આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પ્યુટર ભવન ખાતે IETE સ્ટુડન્ટ્સ ડે ની ઉજવણી આજરોજ કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ભવન તથા IETE રાજકોટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે “ન્યુ રિસર્ચ ડાયરેક્શન ઇન કોમ્પ્યુટર સાયન્સ” વિષય પર વાર્તાલાપનું આયોજન કરેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં આ સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં કી નોટ સ્પીકર તરીકે રોમાનીયાથી આવેલ પ્રોફેસર ડો. નિકોલે ગોગાએ “ન્યુ રિસર્ચ ડાયરેક્શન ઇન કોમ્પ્યુટર સાયન્સ” વિષય પર વકતવ્ય આપેલ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વંદના તથા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં કોમ્પ્યુટર સાયન્સ ભવનના અધ્યક્ષ પ્રોફે. ડો. સી.કે. કુંભારાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પ્રોફેસર ડો. અતુલભાઈ ગોસાઈ, ચેરમેન, IETE, રાજકોટ સેન્ટર દ્વારા IETE વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમીબેન દયા, ઇસી મેમ્બર IETE રાજકોટ સેન્ટર દ્વારા કરવામાં આવેલ હતું. ડો. દિવ્યેશ કેરેલીયા, ટ્રેઝર, IETE, રાજકોટ સેન્ટરે IETE ના પ્રેસિડેન્ટનો મેસેજ વાંચેલ હતો તથા IETE ના સેક્રેટરી ડો. રાહુલ મહેતાએ કાર્યક્રમની આભારવિધિ કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં IETE ના કમિટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોમ્પ્યુટર ભવન તથા IETE સ્ટાફ મેમ્બર્સ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.