દાવેદાર પ્રોફેસર કમલભાઇ મહેતાએ જયદિપસિંહ ડોડીયા સામે સમાચારોના માઘ્યમથી બદનામ કર્યાનો આરોપ કરી કર્યો હતો દાવો
પુરાવા તરીકે રજુ કરાવી વોટસઅપ કોપીને માન્ય ન ગણી શકાય, અખબારની ઇ-કોપી સાથે 65-બી મુજબનું પ્રમાણપત્ર ન હોવાથી પુરાવા તરીકે માન્ય ન ગણી શકાય. બચાવ પક્ષની દલીલ રહી ગ્રાહય.
સૌરાષ્ટ્ર યુનિ. ના અંગ્રેજી ભવનના પ્રાઘ્યાપક કમલભાઇ મહેતાએ પ્રો. જયદિપસિંહ ડોડીયા સામે બદનક્ષી બદલ રૂ. પ0 લાખ વળતર પેટે ચુકવવાના કરેલા દાવામાં થયેલ આક્ષેપો સાબીતીના અભાવે અમાન્ય રાખી અદાલતે દાવો રદ કરવાનો હુકમ કર્યો હતો.
પ્રોફેસર કમલ મહેતાએ બદનક્ષી અંગે કરેલા આક્ષેપોમાં 13 માર્ચ 20 ના રોજ જયદિપસિંહ ડોડીયાએ સમાચાર માઘ્યમોમાં યાદી મોકલી જણાવેલ કે પ્રોફેસર કમલ મહેતાએ વગદાર વિદ્યાર્થીને પી.એચ.ડી. પ્રવેશ માટે ડીનની ગેરહાજરીમાં એક જ વિષય નિષ્ણાંતની હાજરીમાં ડી.આર.સી. બોલાવી વિઘાર્થીને પ્રવેશ આપેલ જે યુનિ ના નિયમ વિરુઘ્ધ હોય ઉપરાંત પપ થી ઓછા ગુણ હોવા છતાં બન્ને પ્રવેશમાંથી યુજીસી અધિનિયમનો ભંગ કરેલ, વિદ્યાથીઓનાં રજીસ્ટ્રેશનમાં બે વર્ષના વિલંબ અને પોતાના કાર્યકાળ દરમ્યાન છબરડાથી વર્તમાન કુલપતિ નીતીન પેથાણી વાકેફ હોય, પ્રો. મહેતાને પુન: અઘ્યક્ષ બનાવવા માટે લોબીંગ જેવા હકીકત વાળા સમાચારો છપાવી પોતાને બદનામ કર્યા હોવાની હકીકતને લઇ પ્રો. કમલ મહેતાએ સમાચાર છપાવનાર તરીકે પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા વિરૂઘ્ધ બદનક્ષી માનહાનીનો દાવો કરી રૂ. પ0 લાખના વળતરની માંગ કરી હતી.
પ્રો. કમલ મહેતાએ પાઠવેલી નોટીસ નો ઉડાવ જવાબ અને બદનક્ષી હોવાનો ઇન્કાર કર્યા હતો. અને કોઇ સમાચાર અંગે કોઇ ખુલાસા આપ્યા ન હતા. પ્રો. કમલ મહેતાના દાવા અન્વયે અદાલતે સુનાવણી દરમ્યાન આક્ષેપો સામે પુરાવાની ખરાય કરી, કરેલી કાર્યવાહીના અંતે ડો. જયદિપસિંહ ડોડીયા સામેનો રૂ. પ0 લાખનો દાવો રદ કર્યા હતો. અદાલતે કમલ મહેતાના પક્ષે રજુ કરાયેલ પુરાવા સાહેદોની જુબાની અગ્રાહય રાખી પ0 લાખના વળતરનો દાવો રદ કર્યા હતો.આ કેસમાં બચાવ પક્ષની દલીલોની જે અખબાી યાદીના આધારે થયેલ દાવો દાખલ કરેલ છે તે વોટસએપની કોપી છે. કોઇ અસલ અખબાર રજુ કરેલ નથી. માત્ર ઇ કોપી જ રજુ કરેલ છે. અને પુરાવા 65-બી મુજબનું સર્ટીફીકેટ નથી જે અખબારમાં સમાચાર પ્રસિઘ્ધ થયેલ છે. તેના એકઝીકયુટીવ એડીટરને તપાસ્યા નથી, આર.ટી.આઇ જવાબ માટે સૌરાષ્ટ્ર યુનિ. એ કોઇ તપાસ સમીતી નીમી નથી.
કોઇની સામે તપાસ માંગણીએ બદનક્ષી નથી સાથે સાથે બચાવ પક્ષ દ્વારા જવાબ સામે ગુજરાત હાઇકોર્ટ ના ચુકાદા મુજબ પપ ટકા થી ઓછા હોય તો પીએચ.ડી.માં પ્રવેશ ન મળે તે હકીકત અને એડમીશન 2013માં અને રજીસ્ટ્રેશન 2016 નું વિલંબ ઘ્યાને લીધું હતું. આધુનિક ડીજીટલ યુગમાં કોઇ કોઇને પત્ર લખે તે શકય નથી માત્ર પુરાવા ઉભા કરવા, પત્રો અને સાક્ષી ઉભા કરેલ હોય તેવું અદાલતે તારણ કાઢી રાજકોટના એડીશ્નલ સીનીયર સીવીલ જજ એસ.જે. પંચાલે વાદીના દાવાને સબીત ન માની દાવો રદ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ રાહુલ કે. શાહ, રૂષિત પટેલ, હાર્દીક ડોડીયા, અને જયદીપ શિશાગીયા આ કેસમાં રોકાયેલ હતા.