એચ.એન. શુક્લ ગ્રુપ કોલેજીસ આયોજીત
બેડમિન્ટન સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.ગિરીશ ભીમણી સહિતના ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે જેમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એચ.એન.શુક્લ ગ્રુપ કોલેજીસ આયોજીત આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૨૦ કોલેજોની ૩૬ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.ગિરીશ ભીમણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.તોસિફખાન પઠાણ અને ઇન્ડોર સ્ટેડિયમના ઇન્ચાર્જ ચિંતન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેડમિન્ટન સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, જેતપુર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, સાવરકુંડલા સહિતના ગામોમાંથી ૨૦ કોલેજની કુલ ૩૬ બહેનોએ ભાગ લીધો હતો.
બેડમિન્ટન સ્પર્ધાના ઉદઘાટન કાર્યકમના અધ્યક્ષ સ્થાને આવેલા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં આજે આવવાનો લાભ મળ્યો ત્યારે હું એટલું જ કહીશ કે તમામ ખેલાડીઓ ખેલદિલીની ભાવનાથી રમે અને આગળ વધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારે. આજે જે ખેલાડી વિજેતા બનશે અને રર્ન્સ અપ બનશે તેને અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ખાસ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજના ટ્રસ્ટી ડો.નેહલ શુક્લ અને મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ રૂપાણીના નેજા હેઠળ કોલેજના અધ્યાપક આનંદ તિવારી, નેમિશ વ્યાસ, જીગર ભટ્ટ તથા ચિંતન રાવલએ ખાસ જહેમત ઉઠાવી હતી.