પ્રવર્તમાન પરિસ્થિતિમાં દરેક વ્યક્તિઅ લોકડાઉન બા ઘેર રહેવું ફરજીયાત છે ત્યારે શિક્ષણ શાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત ભરના બી.એડ કોલેજના આશરે ૧૦૦ જેટલા અધ્યાપકો માટે શોર્ટ ટર્મ કોર્ષ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય વિષય રીસર્ચ મેથોડોલોજી હતો. આ વિષયને ધ્યાનમાં રાખી ૧૫ જેટલા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્સમાં ગુજરાત ના સંશોધનના તજજ્ઞ તરીકે ડો ડી.એ.ઉચાટ ડો.ચંદ્રકાંત ભાઈ ભોગાયતા ,ડો. રમેશભાઈ કોઠારી, એમ એસ યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. આર.સી.પટેલ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવન પ્રોફેસર સતિષભાઈ શુક્લા ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ભરત રામાનુજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.મગન ભાઈ મોલિયા ડો, પ્રદીપભાઈ જોબનપુત્રા, ડો. સંદીપભાઈ ઘેટીયા, ગુજરાત વિદ્યાપીઠ ના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અને શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રોફેસર ભરતભાઇ જોશી બોમ્બે યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવન ના પ્રોફેસર શેફાલી બેન પંડ્યા મહારાજ કૃષ્ણકુમાર યુનિવર્સિટી ભાવનગર ના શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ જયંતભાઈ વ્યાસ અને જગદીશભાઈ સો નવાણે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છના ના અધ્યક્ષ બકરાણીયા જેવા તજજ્ઞપોતાની સેવાઓ આપી હતી.
સમગ્ર કાર્યક્રમ માટે શિક્ષણશાસ્ત્ર ભવનના મગનભાઈ મોલિયા ,શ્રદ્ધાબેન બારોટ ,કનૈયા લાલ ડામોર, ડો સંદીપભાઈ ઘેટીયા ડો નિમિષ ભાઈ વિરમગામ વગેરે એ જહેમત ઉઠાવી હતી