સેમ-બે અને ચારના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા નજીકના સમયમાં લેવાય તેવી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કુલપતિને રજૂઆત
હાલ કોરોનાની મહામારીના કારણે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા અને પ્રવેશ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવી અને કોલેજો અને યુનિવર્સિટીઓએ પ્રવેશ પ્રક્રિયાનો કયારથી પ્રારંભ કરવો તેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી. આ બાબતને લઈ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મીટીંગ મળી હતી. જેમાં યુજીના તમામ છેલ્લા સેમની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને પીજીની તમામ સેમેસ્ટરની પરીક્ષા લેવાનો નક્કી કરાયું છે. તેમજ યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીડ બેઈઝ પ્રોગ્રેશન આપીને આવતા સેમમાં પ્રવેશ આપી દેવામાં આવશે તેવું પણ હાલ નક્કી કરવામાં આવ્યું છે. જોકે આજે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુજીમાં સેમ-૨ અને ૪માંના પાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાય જેથી તેઓ પીજીમાં પ્રવેશ મેળવી શકે તેવી કુલપતિને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે એબીવીપીના સભ્યોએ જણાવ્યું હતું કે, સેમ-૬ ના વિદ્યાર્થીઓ અગાઉ ના સેમ૨ અને ૪ માં નાપાસ થયેલા હોય તો તેની કેટીની પરીક્ષા નજીકના સમયમાં લેવાવવી જોઈએ જેથી તેઓ પીજી કોર્ષમાં પ્રવેશ મેળવી શકે ઉપરાંત જે વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રોગ્રેશન મુજબ પાસ કરવામાં આવશે તેમને આગામી સેમમાં પરીક્ષા ફી ભરતી વખતે કેરીફોરવર્ડ કરવામાં આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ર્નને લઈ મુંઝાય તો તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક ખાસ હેલ્પલાઈન નંબ રજાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેને લઈને આજે કુલપતિને પણ આવેદન આપવામાં આવ્યું હતું.