કુલપતિ-ઉપ કુલપતિની પ્રેરક ઉપસ્થિતિ, મહિલા દિનની પૂર્વ સંધ્યાએ રંગોળી-ચિત્ર-સ્લોગન-રાઈટીંગ-મહેંદી સ્પર્ધા યોજાઈ

પ્રતિવર્ષ તા. 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાય છે.જે અન્વયે તા. 8 માર્ચ 2021ના રોજ રાજકોટ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુકત ઉપક્રમે કરાયેલ છે.

તા. 8 માર્ચના રોજ નારી અસ્મિતાની ઓળખ આપતું પ્રદર્શન શક્તિ રૂપેણ સંસ્થિતાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે ઉદઘાટન થનાર છે. આ કાર્યક્રમમાં કુલપતિ ડો.નિતિનભાઇ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. રાજકોટ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પુર્વસંધ્યાએ જિલ્લા મહિલા અને બાળ વિકાસ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ થીમ આધારીત રંગોળી સ્પર્ધા, ચીત્રસ્પર્ધા, સ્લોગન રાઇટીંગ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સિગ્નેચર ડ્રાઇવ કાર્યક્રમ, કૌટુંબીક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005 સંદર્ભે સેમિનારનું સેનેટ હોલ ખાતે બપારે 3-00 કલાકથી 5-00 કલાક દરમિયાન આયોજન કરાયેલ છે. તમામ તાલુકા ક્ક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના  અંતર્ગત દિકરી વધામણા કીટ વિતરણ, વ્હાલી દિકરી યોજના મંજુરી હુકમનું વિતરણ તથા યોજનાના પ્રચાર પ્રસાર અંગેનો કાર્યકમ યોજાશે. રાજકોટ સ્થિત આત્મીય કોલેજ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગમાં સહભાગી થનારને પ્રમાણપત્ર વિતરણ, બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દત્તક લીધેલી દીકરી સંતાન ધરાવતા દંપતિઓનું સન્માન સહિતના મહિલા જાગૃતિ અંગેના કાર્યક્રમો સમગ્ર યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.