- એક્સપોના મિજાજ દિવસે વિદેશી દેશોએ નાના ઉદ્યોગ સાથે કરારો કર્યા
રાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જે એક્સપોર્ટ નું આયોજન કરવામાં આવ્યું તેનાથી રાજકોટ સૌરાષ્ટ્રના નાના ઉદ્યોગોને ગણો ફાયદો મળ્યો છે અને તેમના માટે આ એક્સ્પો આશીર્વાદરૂપ પણ નિવડ્યો છે. એક્સપોના બીજાજ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી ઉદ્યોગકારો સ્ટોલની મુલાકાતે આવ્યા હતા અને નાના ઉદ્યોગકારો સાથે તેઓએ નિકાસ માટેના કરારો પણ કર્યા હતા. વેપાર ઉદ્યોગ મહામંડળનો મુખ્ય હેતુ જ એ છે કે નાના ઉદ્યોગકારોને નિકાસ નો લાભ પુરતો મળી રહે. આ આયોજન થકી નાના ઉદ્યોગોને વિદેશમાં વ્યાપાર કરવા માટેની એક ઉજવળ તક પણ સાપડી છે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માં સહભાગી થવાથી વ્યાપારને વૃદ્ધિ મળી છે : મનોજ દેસાઈ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામ મંડળમાં સહભાગી થયેલા મનોજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ ચોકલેટ ચીકીનો વ્યવસાય કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળમાં અનેક વખત તેઓ સહભાગી થયા છે એટલું જ નહીં તેમના દ્વારા જે વ્યવસાય ચલાવવામાં આવ્યો છે તેમાં પણ ઘણી ખરી વૃદ્ધિ જોવા મળી છે. હાલ તેઓએ તેમની પ્રોડક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને જ ચોકલેટ ચીકી બનાવે છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેમના માટે આ એક્સ્પો ખૂબ મદદરૂપ અને આશીર્વાદ રૂપ નિવડયો છે.
એસવીયુએમ થકી નિકાસના ઘણા ખરા સારા ઓર્ડર પણ મળ્યા છે. અંકુર સૂચક
દુર્ગા પ્રકાશનના અંકુરભાઈ સૂચકે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માં તેઓ સહભાગી થયા અને તેઓ તેમની જે ઉચ્ચ ગુણવત્તાવાળી જે પ્રોડક્ટ છે તેને લોકો સુધી પહોંચાડવા માટે સારી તક તેઓને મળી છે. કોઈ જણાવ્યું હતું કે તેમની કંપની લોકોને પરવડે અને લોકોને ઈચ્છે તે મુજબની જ વસ્તુ બનાવે છે જેનાથી તેઓને ઘણો ફાયદો પણ મળ્યો છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેમની કંપનીએ નિકાસ ના પણ ખરાખરા કામો કર્યા છે તો બીજી તરફ એસવીયુએમમાં સહભાગી થવાથી જે નિકાસનો લક્ષ્યાંક છે તે પણ સરળતાથી પહોંચી શક્શે.
નેપાળની કલાને રાજકોટ સુધી પહોંચાડવામાં એસ.વી .યુ.એમનો સિંહ ફાળો : પ્રભાત નેપાળી
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ માં સર્વ પ્રથમ વખત સહભાગી થયેલા નેપાળના પ્રભાત નેપાળીએ જણાવ્યું હતું કે, પાડ નીચે કલા છે તેને રાજકોટ સુધી પહોંચાડવા માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એક દ્વાર તરીકે ઉભરી આવ્યું છે. નેપાળની ઘણી ખરી ચીજ વસ્તુઓ એવી છે કે જે રાજકોટના ઉપયોગ માટે આવી શકે છે અને તેના વિકાસ અને અર્થવ્યવસ્થા માટે ખૂબ ઉપયોગી અને જરૂરી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ માત્ર પ્રથમ વખત જ નહીં તેવો આવનારા દિવસોમાં પણ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સહભાગી પણ બનશે.