વડાપ્રધાનના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પરૂપ

તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસીઓની વિશ્વની સૌથી મોટી ગણાતી હિજરત કરેલ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો વડાપ્રધાનનો અપ્રતિમ પ્રયાસ: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તા.17 એપ્રિલથી થશે પ્રારંભ

વિશ્વની એક વિરલ ઘટના એટલે કે કોઈ એક ચોક્કસ સમુદાયની વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત અથવા તો કોઈ એક સમુદાયના સામૂહિક સ્થળાંતરના સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પ ને સાકાર કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વૈશ્વિક ઓળખ બની રહેશે

સંસદીય મંત્રી  પટેલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સંદર્ભે રાજય સરકાર દ્વારા કરાયેલ આયોજન અગે નિવેદન કરતાં કહ્યું હતું કે, આપણા ભારત વર્ષના તામિલનાડુ રાજ્યમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા વારસાને અકબંધ રાખી સ્થાયી થયા છે.ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ઉપર વિદેશી આક્રમણખોર મોહમ્મદ ગજનીએ 1024ની સાલમાં આક્રમણ કર્યુ તે સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ વેરાવળ તેમજ આજુબાજુના વિસ્તાર માંથી સામૂહિક સ્વરૂપે વિશાળ સંખ્યામાં ત્યાં વસતા સૌરાષ્ટ્રવાસી સમુદાયે દરિયાઈ માર્ગે હિજરત કરી. એમ કહેવામાં આવે છે કે વિશ્વના ઇતિહાસની અંદર આ એક મોટામાં મોટી હિજરત હતી અને સૌરાષ્ટ્રવાસી સમુદાય તે સમયે ઉત્કૃષ્ટ વણાટ કામ માટે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત હતો.સાથો સાથ વૈદિક સંસ્કૃતિને સંપૂર્ણ પ્રતિબદ્ધ એવા આ સમાજે પોતાની સંસ્કૃતિને બચાવવા માટે દરિયાઈ માર્ગે હિજરત કરી અને ખંભાત બંદર અને ત્યાંથી ભરૂચ અને ભરૂચ પછી સુરત તેમજ ત્યાર પછી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી વિજયનગર સામ્રાજ્ય નાં આમંત્રણ થી આશરો લીધો હતો.

તેમણે ઉમેર્યું કે,થોડી સદીઓ સુધી વિજયનગર સામ્રાજ્યમાં આશરો લીધા પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થતા આ સમુદાય પાસે જેમ આપણે જાણીએ છીએ તેમ સાડી વણાટ કામ તેમજ અન્ય હસ્તકલાઓમાં ખૂબ જ કૌશલ્ય પ્રાપ્ત હતું. આ સમુદાયને મદુરાઈના તત્કાલીન રાજવંશ મહારાજાએ તેઓની આ કલા ને પીછાણી ને તેઓને ખાસ આશરો આપીને રાજ્યાશ્રય આપ્યો હતો.1500ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.

મંત્રી  એ કહ્યું કે,આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો પ્રયત્ન વર્ષોથી થતો હતો પરંતુ વર્ષ 2005 અને વર્ષ 2006ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ શ્રી તેમજ ઉપકુલપતિ શ્રી તેમ જ અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી આ સમુદાય સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા અર્થે પ્રેરિત કર્યા હતા અને વિધિવત રીતે આ સૌરાષ્ટ્રવાસી સમુદાય ગુજરાત સાથે 1000 વર્ષના ગાળા પછી ફરીથી જોડાયો અને ગુજરાત રાજ્ય અને તામિલનાડુ ના આ સૌરાષ્ટ્રવાસી સમુદાય વચ્ચે અનેકવિધ અનેક ક્ષેત્રે આદાન-પ્રદાનના ખૂબ જ સરસ મજાના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

તેમણે કહ્યું કે,2010ની સાલની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની ઉપસ્થિતિમાં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમ નું આયોજન થયું અને તેમાં 50,000કરતાં વધારે સૌરાષ્ટ્ર વાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ત્યારબાદ પણ વખતોવખત આ સમુદાયને મુલાકાતો આપી અને ગુજરાત સાથે આદાન-પ્રદાનની પ્રવૃત્તિ અર્થે સતત પ્રેરણા આપી છે.

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ ના અત્યંત ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતા સંકલ્પના ને સાકાર કરતા એક શ્રેષ્ઠતમ કાર્યક્રમ ની સંકલ્પના કરી અને આજે એ વાતનો ઉલ્લેખ કરતા ગૌરવ અને રોમાંચની લાગણી થાય છે કે લગભગ 1200વર્ષના સમયગાળા પછી આગામી એપ્રિલ માસની અંદર વિશાળ સ્વરૂપે તામિલનાડુમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાના મૂળ વતન,પોતાની મૂળ જન્મભૂમિ, માતૃભૂમિ એવા સોમનાથ ખાતે એકત્ર થશે .તા.25મી માર્ચ અને 26મી માર્ચ દરમિયાન આ સમુદાયને પ્રેમપૂર્વક આપણી ગુજરાતની આગવી પરંપરા મુજબ જ્યારે અમે સૌરાષ્ટ્ર તામિલ સંગમ માટે નિમંત્રિત કરવા ગયા ત્યારે તેઓ દ્વારા મળેલ પ્રેમ,લાગણી,હર્ષો ઉલ્લાસ જોવા મળ્યો છે તે અવિસ્મરણીય છે.

આવા લાગણી અને પ્રેમ સભર સમુદાય આપણી વચ્ચે ગુજરાતની ધરતી ઉપર આવી રીતે સામૂહિક સ્વરૂપે લગભગ 1200વર્ષના સમય ગાળા પછી આવે છે એ કોઈ નાની-સોની ઘટના નહીં પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સંપૂર્ણ પરી કલ્પના મુજબની એક ઐતિહાસિક ઘટના છે. તેમનું સ્વપ્ન હતું કે આ પ્રકારનો એક કાર્યક્રમ સોમનાથ ખાતે આયોજિત થાય અને આજે આ સ્વપ્નને મૂર્તિમંત થતું આપણે જોઈ રહ્યા છીએ. એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ધટના બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતોમંત્રી  એ ઉમેર્યું કે,1200વર્ષના ગાળા પછી આકાર લઈ રહેલી મુખ્યમંત્રી   ભુપેન્દ્ર ભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ તા.17મી એપ્રિબથી આયોજિત થઇ રહેલી આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટનામાં વિધાનસભાના સૌ સાથી સભ્યો અને સૌ ગુજરાતીઓ ને સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો.

રાજયના ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠા મંત્રી  કુવરજીભાઈ બાવળીયા, શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડિંડૌર,સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા એ તમિલ મહાસંગમ સંદર્ભે તમિલનાડુ સ્થિત ગુજરાતી ઓને આમંત્રિત કરવા માટે યોજાયેલ તામિલનાડુ ના રોડ શો માં મળેલા આવકારને બિરદાવતા કહ્યું કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના તમિલ સાથેના ઐતહાસિક જોડાણને જીવંત રાખવા જે પ્રયાસ કર્યો છે એ માટે તમિલ સ્થિત સૌ ગુજરાતીઓ એ વડાપ્રધાન શ્રીનો આભાર વ્યકત કર્યો હતો.અને તમામ મંત્રીશ્રીઓ એ વિવિધ સમાજો દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહમાં મળેલા અદભૂત આવકારને બિરદાવીને સંસ્મણો વાગોળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.