રાજકોટમાં મેઘાડંબર વચ્ચે સવારે ધીમીધારે વરસાદ: કચ્છના માંડવીમાં ચાર ઈંચ, અબડાસામાં અઢી ઈંચ, મોરબીમાં સવા ઈંચ, કોટડાસાંગાણી, વિસાવદર, રાજુલામાં એક ઈંચ
ગુજરાતમાં ચોમાસુ જોરદાર સક્રિય: ૩૩ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું: જળાશયોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ જોરદાર સક્રિય થયું છે. રાજયમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે. આજે સવારે ભારે મેઘાડંબર વચ્ચે રાજકોટમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર દક્ષિણ પશ્ર્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પાકિસ્તાન પર લો-પ્રેશર સર્જાયુ છે. સાથોસાથ ગુજરાતથી કેરાલાના દરિયાકાંઠા સુધી ઓફ શોર ટ્રફ છવાયો છે. જેની અસરતળે આજે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી ચાર દિવસ મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે. હાલ ગુજરાતમાં ચોમાસુ સક્રિય હોવાના કારણે સામાન્ય સિસ્ટમ પણ રાજયમાં વરસાદ આવી શકે છે.
સ્ટેટ ક્ધટ્રોલ ‚મના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે આઠ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના તમામ ૩૩ જિલ્લાના ૧૭૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામના ૯૯મીમી પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત કચ્છના અબડાસામાં ૫૭ મીમી, ગાંધીધામમાં ૨૧મીમી, માંડવીમાં ૯૪મીમી, મુંદરામાં ૨૫ મીમી, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના લખતરમાં ૧૭ મીમી, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં ૨૪ મીમી, મોરબી જિલ્લાના મોરબીમાં ૩૨ મીમી, ટંકારામાં ૧૪મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮ મીમી, દ્વારકામાં ૨૭ મીમી, ખંભાળિયામાં ૧૨ મીમી, પોરબંદરમાં ૧૬ મીમી, જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૧૧મીમી, જુનાગઢમાં ૧૨ મીમી, માળીયા હાટીનામાં ૧૨મીમી, મેંદરડામાં ૧૪મીમી, વિસાવદરમાં ૩૦મીમી, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૯ મીમી, કોડીનારમાં ૧૦ મીમી, સુત્રાપાડામાં ૧૨મીમી, અમરેલી જિલ્લાનાધારીમાં ૮૦મીમી, ખાંભામાં ૧૧ મીમી, રાજુલામાં ૩૦મીમી, સાવરકુંડલામાં ૮મીમી, જેશરમાં ૮મીમી, પાલિતાણામાં ૨૦મીમી, તળાજામાં ૮ મીમી, ઉમરાળામાં ૨૯મીમી, વલ્લભીપુરમાં ૧૯મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં મેઘાડંબર વચ્ચે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત ચોથા દિવસે સુર્યનારાયણની ગેરહાજરી જોવા મળી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ફોફળમાં ૦.૨૦ ફુટ, ૦.૪૯ ફુટ, બ્રાહ્મણીમાં ૦.૯૮ ફુટ, મચ્છુ-૩માં ૬.૨૩ ફુટ, પન્નાડેમમાં ૦.૮૨ ફુટ, ફોફળ-૨માં ૧૦.૨૭ ફુટ, કંકાવટીમાં ૦.૧૬ ફુટ, ફુલઝરમાં ૧.૪૮ ફુટ, ઉમિયા સાગરમાં ૧.૩૧ ફુટ સાનીમાં ૦.૧૬ ફુટ, વર્તુ-૧માં ૧.૬૪ ફુટ, વર્તુળમાં ૦.૬૬ ફુટ ઝીણસારમાં ૦.૬૬ ફુટ, વઢવાણ ભોગાવો-૧માં ૧.૩૧ ફુટ, ફલકુમાં ૦.૬૬ ફુટ, નીંભણી ૦.૩૩ મીમી, સોરઠીમાં ૦.૮૨ મીમી વરસાદ પડયાનું નોંધાયું છે.