શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઘેર ઘેર દિવડા પ્રજવલિત કરી રામનવમીના પાવન અવસરને વધાવ્યો: વિશ્વ કલ્યાણ માટે મર્યાદા પુરૂષોતમને ભાવિકોએ કરી પ્રાર્થના
કોરોમાની મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે વર્ષોથી રામલલ્લાના જન્મને ધામધૂમથી ઉજવતી પ્રજાએ ગઇકાલે રામનવમીની સાદગીથી ઘરે રહી ઉજવણી કરી લોકડાઉનનું પાલન કર્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર જનતાએ સાંજે દીવડા પ્રગટાવી રામજન્મોત્સવ નિમિતે દેશની એકતા અને અખંડિતાનું પ્રદર્શન કર્યુ હતું.
હળવદ
સમૂહ માં ભેગા થયા સિવાય ઘરે ઘરે ભગવાન શ્રી રામ ની આરતી પૂજા કરી હળવદ તાલુકા ના ધર્મપ્રેમી લોકોએ ભાવભેર ભગવાન શ્રી રામ ની આરાધના કરી હતી અને સાંજ ના સમયે હળવદ શહેર ના વિવિધ વિસ્તાર અને હળવદ તાલુકા ના દરેક ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ઘરે-ઘરે દીપ પ્રગટાવી ઉત્સભેર ઉજવણી કરી હતી દરેક હિન્દૂ ભાઈ-બહેનો એ વર્તમાન કોરોના ની પરિસ્થિતિ માંથી જલ્દી જ સાધારણ પરિસ્થિતિ થાય અને વિશ્વ નું કલ્યાણ થાય તેવી મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામ ના ચરણો માં પ્રાર્થના કરી હતી
મોરબી
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ચાર કુવારીકા બાળાઓના હસ્તે મહાઆરતી ઉતારી શ્રી રામલલ્લા ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સરકારના આદેશ અનુસાર લોકડાઉનને સમર્થન આપી આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની જન્મજયંતીની બાળાઓના હસ્તે બપોરે ૧૨ :૦૦ કલાકે મહાઆરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરોના નામના દૈત્ય ના સંકટ માંથી માનવ જાત ને ઉગારવા પ્રાર્થના કરી હતી. તો પ્રચામૃત અને પંજરીની પ્રસાદીનું સોસાયટીમાં ધરે ધરે જઇ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોંડલ
ગોંડલ શહેરની નામી-અનામી સામાજિક સંસ્થાઓ દ્વારા રાહત રોટીના સેવા યજ્ઞમાં અનેકવિધ લોકો જોડાયા છે જેના થકી મહામારી ના આ કપરા સમયમાં ભૂખ્યાઓને જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે ત્યારે ભોજરાજપરા ખાતે રહેતા યુવાનો દ્વારા રામનવમીના પવિત્ર તહેવારને ધ્યાને રાખી આશરે ૧૦૦ કિલો થી પણ વધારે શકરીયાઓ બાફી વિતરણ કરવાનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું
ઉના
રામ નવમી ના પાવન પર્વ નિમિતે મોટા કોળી વાલા સ્વામિનારાયણ ડેલા માં ઉના માં ૧૭૦ દિપ પ્રજવલિત કરી ઉજવણી કરી આપણા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ દુનિયા પર આવી પડેલી આફત માંથી સર્વે જનતા નુ રક્ષણ કરે એવી પ્રાર્થના કરી હતી.લોક ડાઉન ને કારણે આ વર્ષે રામ નવમી ની શોભા યાત્રા નીકળી ના હતી અને લોકો એ ઘર પર જ દીવા પ્રગટાવી રામ જન્મ ઉજવ્યો હતો. ઉનામાં રામનવમી નીમીતે ઘરે ઘરે સંઘ્યા સમયે દિવડા મૂકી રામ જન્મની ઉજવણી કરી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
રાજુલા
લોકડાઉનનું પાલન થાય તેવા આશયથી રાજુલાના રામનવમીનો ઉત્સવ ભેરાઇ ગામે રામજી મંદિરમાં ખુબ જ સાદગી પૂર્ણ ઉજવવામાં આવ્યો હતો. જેના પુજારી ચેતનભાઇ વ્યાસ તેમજ દિપેનભાઇ વ્યાસ દ્વારા બપોરની આરતી કરીને ઉત્સવની ઉજવણીની પરંપરા જાળવી હતી. અને ભકતજનોને ઘરે ઘરે પ્રસાદ પહોચાડવામાં આવ્યો હતો. તેમજ સાંજે સૌ પોત પોતાના ઘરે દિવો પ્રગટાવી એકી સાથે પોતાના ઘરે રામજલનીની આરતી કરીને રામ જન્મ ઉત્સવની ઉજવણી કરી હતી.