સૌરાષ્ટ્રનાં શેલ્ડન જેકસનની સદી: જયદેવ ઉનડકટ તથા ધર્મેન્દ્ર જાડેજાએ ઝડપી બે-બે વિકેટ
રણજી ટ્રોફીનો પ્રથમ સેમી ફાઈનલ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે તેમાં રાજકોટની વિકેટ બેટીંગ વિકેટ હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ ખંઢેરી ખાતે જે બંને ટીમો રમી રહી છે તેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત તેના પોતપોતાના ક્ષેત્રમાં સારું એવું નામ ધરાવે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે તેનું બોલીંગ ડિપાર્ટમેન્ટ અત્યંત મજબુત પાસુ છે જયારે ગુજરાતનું મજબુત પાસુ તેની બેટીંગ છે. ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લઈ ગુજરાતની ટીમે સૌરાષ્ટ્રને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું જેમાં સૌરાષ્ટ્રની ટીમ કુલ ૩૦૪ રન બનાવ્યા હતા. બેટસમેન શેલ્ડન જેકસને સદી ફટકારી હતી.
જવાબમાં ગુજરાતની ટીમની હાલની પરિસ્થિતિ ખુબ જ કપરી બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ટીમ હાલ ૧૫૩ રનનાં નીજી સ્કોર પર તેના ૬ બેટસમેનો પેવેલિયન પરત ફર્યા છે. કેપ્ટન પાર્થિવ પટેલ ૨૭ રનનાં નિજિ સ્કોર પર આઉટ થયો છે. સૌરાષ્ટ્રનાં ઘાતક બોલરોનાં કારણે આ ગુજરાતની ટીમ બેકફુટ પર આવી ગઈ છે જેમાં સૌરાષ્ટ્ર તરફથી જયદેવ ઉનડકટ ૨ વિકેટ ચેતન સાકરીયા ૧ વિકેટ, પ્રેરક માંકડ ૧ વિકેટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૨ વિકેટ ઝડપી છે ત્યારે હાલ ગુજરાત સેમીફાઈનલ હારી જશે તેવી પણ અટકળો સામે આવી રહી છે.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે શનિવારથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની સેમિફાઈનલનો પ્રારંભ થયો. ગુજરાતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. હોમ ગ્રાઉન્ડ પર પ્રથમવાર સેમિફાઈનલ રમતા સૌરાષ્ટ્ર ટીમના બેટ્સમેનોએ ધૈર્યભરી રમત રમી હતી. પહેલા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે ૫ વિકેટ ગુમાવી ૫૪૦ બોલ ૯૦ ઓવરમાં ૨૧૭ રન કર્યા છે. શેલ્ડન જેકશન ૧૩૨ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૯ રને રમતમાં છે. શેલ્ડને તેના ફર્સ્ટ કલાસ કેરિયરની ૨૮મી અડધી સદી ફટકારી. શેલ્ડન અને ચિરાગ જાની (૧૬)એ છઠ્ઠી વિકેટ માટે અણનમ ૫૫ રનની ભાગીદારી કરી. સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઇએ ૧૪૮ બોલમાં ૩૫, કિશન પરમારે ૭૩ બોલમાં ૩૭, અવિ બારોટે ૬૭ બોલમાં ૨૭, વિશ્વરાજ જાડેજાએ ૫૯ બોલમાં ૨૬ રન કર્યા હતા. જયારે ગુજરાતના નાગવાસવાલાએ ૧૭માં ઓવરમાં ૪૦ રન આપી ૩ અને અક્ષર પટેલે ૨૭ ઓવરમાં ૪૭ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.