કમલેશ મકવાણા શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે હમેંશા યાદ રહેશે: જયદેવ શાહ
સૌરાષ્ટ્ર રણજી ટીમના ઓલરાઉન્ડર કમલેશ મકવાણાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા તેમની રમતથી પરિચિત ક્રિકેટરસીકોએ આંચકો અનુભવ્યો હતો.
પિતા પિચક્યુરેટર સ્વ.રસીકભાઇ મકવાણા તરફથી ક્રિકેટના સંસ્કારો વારસામાં મેળવી કમલેશ મકવાણાએ રોચક ક્રિકેટ કારકિર્દી ઘડી હતી. તેમણે રમેલી 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 250 વિકેટ અને 100 રને સાત વિકેટની એવરેજથી કુલ 2357 રન સાથે 3.02 રનની કરકસરભરી એવરેજ સાથે બોલીંગ અને બેટ્સમેન તરીકે 108 રનનો હાઇએસ્ટ સ્કોર, ત્રણ સદી, આઠ અર્ધ સદી, 75 મેચમાં 73 વિકેટ અને 560 રન કર્યા હતાં. કમલેશ મકવાણા 2004માં રણજી ટ્રોફીથી કારકિર્દી શરૂ કરી ક્રિકેટમાં સતત વ્યસ્ત રહ્યા હતાં.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહએ જણાવ્યું હતું કે કમલેશ મકવાણા હમેંશા બોલ અને બેટને પૂર્ણ ન્યાય આપનાર ક્રિકેટર તરીકે અને અનેક મેચોમાં વિનિંગ ઇનિંગ્સ રમનાર ખેલાડી હતાં. મને પણ તેમની સાથે કેટલીક મેચોમાં ક્રિકેટ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. કમલેશ મકવાણા જીવનની બીજી ઇનિંગ્સમાં વધુ સારૂં પરર્ફોન્સ અને સફળતા મેળવે તેવી પ્રાર્થના કરૂં છું. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું.