Abtak Media Google News

સોરઠ લાયન્સ, હાલાર હિરોઝ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને ઝાલાવાડ રોયલ્સ એમ પાંચ ટિમો વચ્ચે જામશે જંગ: 31 ઓગસ્ટે ફાઇનલ

સૌરાષ્ટ્રના ક્રિકેટરોને આઇપીએલ જેવું ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ટૂર્નામેન્ટનો પ્રારંભ 15 જૂનથી થવાનો હતો પરંતુ, બીપોરજોય વાવાઝોડાને કારણે ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ 23 ઓગસ્ટથી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો ફાઇનલ 31 ઓગસ્ટે રમાશે.

આગામી તા. 23 ઓગષ્ટથી ‘સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-3’ નો પ્રારંભ કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં સોરઠ લાયન્સ, હાલાર હિરોઝ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને ઝાલાવાડ રોયલ્સ એમ 5 ટીમો ભાગ લેશે. જેમાં સૌરાષ્ટ્રના ઉભરતા ક્રિકેટરોને તક આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે. જેમાં બે ‘ડબલ હેડર’ એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે અને ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 31 ઓગસ્ટે યોજાશે.

Screenshot 4 7

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના ક્રિકેટરોને એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ટૂર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટૂર્નામેન્ટ થકી સૌરાષ્ટ્રના અનેક ખેલાડીઓને આપીએલ જેવી દિગ્ગજ ટૂર્નામેન્ટ રમવા મળી ચૂકી છે. જેને લઈને હાલ ઉભરતા ક્રિકેટરો સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો પણ આ ટુર્નામેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસપીએલ સુપરહિટ સાબિત થશે તે નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.