ઝાલાવડની રોયલ્સ ટીમ પ રન ચૂકી જતાં સીઝનમાં ચેમ્પિયન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું: કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળાના હસ્તે ટ્રોફી એનાયત
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ગઇકાલે ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાયો હતો. ખંઢેરી સ્ટેડીયમ પર પંદર હજાર કરતા વધુ ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારીઓ વચ્ચે શરુ થયેલા મેચમાં ઝાલાવાડે ટોસ જીતી સોરઠને દાવ આપ્યો હતો. સોરઠની ટીમે નિર્ધારીત ર૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૫૮ રન કર્યા હતા. ૧૫૮ રનના લક્ષ્યાંક સાથે દાવ લેવા ઉતરેલી ઝાલાવાડના બેટસમેનોએ પ્રારંભિક શરુઆત સારી રીતે હતી. પરંતુ પ્રથમ હરોળના ૪ બેટસમેનો આઉટ થઇ ગયા બાદ ધબડકો થઇ ગયો હતો.
આમ ઝાલાવાડની ટીમ પ રનથી ચૂકી જતાં પહેલી સીઝનમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું.
કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાના હસ્તે સોરઠ લાયન્સ ટીમને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન સોરઠ લાયન્સના હિમાલય બારડે જણાવ્યું હતું કે
આજે ફાઇનલ મેચ હતો અને અમારી ટીમનો વિજય થયો ખુબ જ ખુશી થાય છે. કારણ કે પ્રથમ એસ.પી. એલની પ્રથમ સિઝન છે. તેમાં વિકટ્ટી મેળવી તે અમારા માટે મોટું અચિવમેન્ટ મારા ખ્યાલથી કહેવાય. તેથી ખુબ આનંદ છે. એસ.પી. એલ. ખુબ જ મોટું પ્લેટફોર્મ છે. હું એશિયાને આભાર કહેવા માંગુ છું કે અમને આટલું મોટું પ્લેટફોર્મ લોકલ પ્લેયર્સ માટે પ્રોવાઇડ કર્યુ. જેનાથી લોકલ પ્લેયર્સને ઇન્ડીયા લેવલે ઘણું એકસપોઝર મળશે. સાથો સાથ મોટિવેશન મળશે હું યુથને એ જ સંદેશો આપવા માંગીશ.
કે જે તક મળે તે લઇ લ્યો અને પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપો. આજે ફાઇનલ હતો પ્રેસર તો હતું જ પરંતુ એ પ્રેસરને કોપ કરીને જીતવાનું હતું અને અમે કોપઅપ કર્યુ અને અમે ફાઇનલ મેચ જીતી ગયા. અમારો ગેઇમ પ્લાન એ જ હતો કે રન પણ વધુ હતા. તેથી તેના પર પ્રેસર હતું જ અમે તેના કેપીટલાઇઝ કરવાનું તેની વિકેટસ પાડવાની હતી. અને વિકેટ લેતા તેના પર ઓટોમેટીક પ્રેસર વધવાનું હતું. તેથી અમે એ રીતે કરતા અમને સફળતા મળી જો સમર્થની વાત કરીએ તો એ કટેકીંગ પ્લેયર છે. ગેઇમ ચેન્જ કરી શકે. પરંતુ અમે તેની લાસ્ટ ઓવરમાં વિકેટ લેતા અમોને ઘણો ફાયદો થયો.
અબતક સાથેની વાતચીત દરમિયાન ઝાલાવડ રોયલ્સના કેપ્ટન ચેતેશ્ર્વર પુજારાએ જણાવ્યું કે આજે ફાઇનલ મેચ હતી. અને દુ:ખની વાત છે કે અમે મેચ હારીગયા. પરંતુ જે રીતે બધા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં રમ્યા તે ખુબ જ ગર્વની વાત છે. અને સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે ખુબ જ ફાયદાકારક છે. વર્લ્ડકપ હમણાં થોડા દિવસમાં શરુ થવા જઇ રહ્યો છે. ત્યારે ભારત માટે મોટી ઓર્પોચ્યુનીટી છે. વર્લ્ડ કપ જીતવાની હોપફુલી ઇન્ડિયાનું પર્ફોમન્સ સારું રહે. અને વર્લ્ડકપ પાછો જીતે તેવી મારી આશા છે. અને વર્લ્ડકપની ખુબ જ સારી અને કોમ્પીટીવ ટુર્નામેન્ટ થશે.
કારણ કે નવ લીગ ગેઇમ્સ છે. બધી ટીમો એકબીજા સાથે રમતો તો એક નવી ફોરમેટ છે. તે પણ ખુબ જ ઇન્ટરેસ્ટીંગ રહેશે. પરંતુ આપણું પર્ફોમેન્સ સારું રહેેશે તેવી આશા છે. એસ.પી. એલ.નું ખુબ જ સુંદર આયોજન થયું છે. અને યંગ ક્રિકેટરો માટે ઓર્પોચ્યુનીટી છે. તે સારું પર્ફોમન્સ કરે તો અહિંયાથી તેઓ આગળના લેવલ પર રણજી ટ્રોફી લેવલ તથા કોઇ ખુબ જ સારું પર્ફોમેન્ટ કરે તો આઇપીએલમાં ઓપોચ્યુનીટી મળી શકે. હું ખુબ જ આભારી છું કે આ પ્લેટફોર્મ યંગ પ્લેયરને આગળ વધવામાં કામ લાગશે. તેઓ સારું પર્ફોમેન્ટ આપશે તો આગળ વધી શકશે