ચાર લાલ સ્કવેર ફીટ એરિયામાં ર00 થી વધુ સ્ટોલ, 1રપ જેટલા મશીનરીના લાઇવ ડેમોસ્ટ્રેશન: તા.14 થી 17 ડિસે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન: લોચીંગ ફંકશન યોજાયું
સૌરાષ્ટ્ર પ્લાસ્ટીકસ મેન્યુ. એસો. રાજકોટ દ્વારા રાજકોટ ખાતા. તા.14 ડીસે. થી 17 ડીસે. 2022 દરમ્યાન પ્લાસ્ટીક ઉઘોગનું સૌરાષ્ટ્ર પ્લાસ્ટ, 2022 ના શિર્ષક હેઠળ એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે તેની સંક્ષીપ્તમાં જાણકારી આપવા તેમજ રસ ધરાવતા ઉઘોગકારો તેમા સામેલ થઇ શકે તેવા શુભ હેતુથી લોચીંગ ફંકશન રાખવામાં આવેલ છે.આ એબ્ઝીબેશન ચાર લાખ સ્વેર ફીટ એરીયામાં પથરાએલ છે જેમાં ત્રણ લાખ સ્વેર ફીટમાં ડેકોરેશન કરેલ છે, ર00 થી વધુ સ્ટોલ હશે, 1રપ જેટલા મશીનરીના લાઇવ ડેમોસ્ટ્રેશન સ્ટોલ છે. 75 થી વધુ રો-મટીરીયલ્સ તથા પ્લાસ્ટીક પ્રોડકટસના સ્ટીલ છે 8 મોટા ડોમ છે.
જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, બેગ્લોર તથા કલકતાની પાર્ટીઓ પાર્ટીશીપેન્ટ કરી રહેલ છે.વધુમાં જણાવ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષના કોરોનાના કપરા કાળના કારણે કોઇ કાર્યક્રમો કરી શકાયા ન હતા પરંતુ આ વર્ષે થોડુ યોગ્ય વાતાવરણ સર્જાતા પ્લાસ્ટીક ઉઘોગનું વિશાળ પ્રદર્શન આગામી માસમાં ચાર દિવસ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવેલ છે.સૌરાષ્ટ્રમાં આમ જોઇએ તો 10 થી 15 હજાર એકમો પ્લાસ્ટીકના હોવાથી પ્લાસ્ટીક ઉઘોગનું હબ ગણી શકાય કેમ કે દેશના ખુણે ખુણેથી ધોરાજીના રી-પ્રોસેસનું 35000 ટન એકત્રીસ કરે છે જેનુ 22000 ટન ઉત્પાદન છે. જયારે એકસ્પોર્ટ 1500 થી 2000 રન છે. જેની રેવન્યુ 1પ કરોડ જેવી છે. જેમાં કાર્ય કરતા 12000 લોકો છે જે ઇન- ડાઇરેકટર 1પ000 લોકોને રોજગારી પુરી પાડતા એકસ્પોર્ટ ઓરીએંટેડ એકમો રહ્યા છે અને દિન પ્રતિદિન ઉત્તરોતર નવા એકમો સ્થપાઇ રહ્યાછે. દેશની સરખામણીમાં તેઓ 65 ટકા રી-સાયકલીંગ માલ તૈયાર કરે છે.
તે ઉપરાંત પીવીસી એચડીપી પાઇપના 700 થી 800 એકમો કાર્યરત છે.આ ઉપરાંત નોનવુવન ના અસંખ્ય એકમો ફકત મોરબીમાં સ્થપાયા છે. તેવી જ રીતે ભાવનગરની વાત કરીએ તો ત્યાં રપ0 યાર્ન એકમો કે છે જે 8000 ટન માલનું ક્ધઝપશન છે તેમાં 40 ટકા રી-પ્રોસેસ અને 60 ટકા વર્જીન મોનો ફીલામેન્ટ યાર્ન ઉઘોગમાં 3પ થી 40 હજાર લોકો રોજી રોટી મેળવી રહ્યા છે.આવી જ રીતે ઉપલેટા, બોરીયા, જામખંભાળીયા વગેરે વિસ્તારોમાં પણ અનેક એકમો કાર્યરત છે.