જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આચારસંહિતા હટયા બાદ થશે સત્તાવાર જાહેરાત: રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એઈમ્સ સંકુલના નિર્માણથી સૌરાષ્ટ્રના દર્દીઓને લાભા–લાભમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના હોમટાઉનને એઈમ્સ અપાવવામાટે કરેલી મહેનત રંગ લાવીરાજકોટ
ગુજરાતમાંએઈમ્સ માટે કેન્દ્ર સરકારે રાજકોટ અને વડોદરાની પસંદગી કરી હતી. ત્યારે આ બન્ને સ્થળોમાંથી રાજકોટને પસંદકરવામાં આવ્યું હોવાની વિગતો મળે છે. ગઈકાલે કેન્દ્ર સરકારે તામિલનાડુઅને તેલંગણામાં એઈમ્સને મંજૂરી આપી દીધી હતી. આ વેળાએ જ રાજકોટને પણ એઈમ્સની મંજૂરી આપવાની સત્તાવાર જાહેરાત થવાની હતી પરંતુ જસદણ પેટા ચૂંટણીની આચારસંહિતાના કારણે જાહેરાત કરવામાં આવી ન હતી. હવે આ જાહેરાત ૨૩મીએ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. નોંધનીય છે કે,એઈમ્સ રાજકોટને મળતા સૌરાષ્ટ્રના લાખો દર્દીઓને અઢળક ફાયદો થાય તેમ છે.
ગુજરાતમાં ઓલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે,એઈમ્સ શરૂ કરવા માટે પ્રાથમિક તબકકામાં વડોદરા અને રાજકોટબે સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. એઈમ્સની ટીમે આ બન્ને સ્થળોએજઈને તમામ નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરીને જરૂરી કાર્યવાહીપણ કરી હતી. ગઈકાલે કેન્દ્ર સરકારે તામિલનાડુ અને તેલંગણામાં એઈમ્સને મંજૂરી આપ્યાનું જાહેર કર્યું હતું. આ જાહેરાતની સાથે જ રાજકોટને પણ એઈમ્સ માટે પસંદ કર્યું હોવાની જાહેરાત થવાની હતી. પરંતુ હાલ રાજકોટ જિલ્લામાં જસદણની પેટા ચૂંટણીના કારણે આચારસંહિતા ચાલુ હોવાથી હાલ સત્તાવાર જાહેરાત કરવાનું મોકુફ રાખવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટને એઈમ્સ મળી તો ગયું છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની આચારસંહિતા હટયા બાદ આગામી ૨૩મીએ કરવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે પણ રાજકોટને એઈમ્સ મળ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટને એઈમ્સ મળે તે માટે છેલ્લાઘણા સમયથી કમરકસી હતી. તેઓએ અનેકવખત કેન્દ્ર સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો પણ કરી હતી. અંતે તેઓનીઆ જહેમત સફળ નિવડતા રાજકોટની એઈમ્સ માટે પસંદગી કરવામાં આવી છે. રાજકોટને એઈમ્સ મળતા સૌરાષ્ટ્રના લાખો દર્દીઓને અઢળક ફાયદો થઈ શકે છે.સૌરાષ્ટ્રના જે દર્દીઓ અદ્યતન સારવાર માટે દૂર સુધી લંબાતા હતા તેઓનેહવે ઘર આંગણે જ રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે આંતરરાષ્ટ્રીયકક્ષાની સારવાર મળી રહેશે.
ગઈકાલે કેન્દ્ર સરકારે તેલંગણાના બીબીનાગરમાં રૂ.૧૦૨૮કરોડ અને તામિલનાડુના મદુરાઈમાં રૂ.૧૨૬૪ કરોડના ખર્ચે એઈમ્સ શરૂ કરવાને મંજૂરી આપી હતી. આ સાથે જ રાજકોટની જાહેરાત પણ કરવાની કેન્દ્રની તૈયારી હતી પરંતુ આચારસંહિતાના પગલે આ જાહેરાતને મોકુફ રાખવામાં આવી છે. શરૂઆતમાં રાજકોટમાં એઈમ્સ માટે બે સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટના પરાપીપળીયા તેમજખીરસરા નજીક એઈમ્સની ટીમે સાઈટ વીઝીટ પણ કર્યું હતું.
જેમાં પરાપીપળીયા સ્થળ વધુ અનુકુળ હોવાથી ત્યાં એઈમ્સનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એઈમ્સની ટીમના બે સભ્યો રાજકોટની મુલાકાતે પણ આવ્યા હતા. તેઓએ બંધ બારણે જરૂરી કાર્યવાહી કરીને કેન્દ્રને રિપોર્ટ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ આગામી ૨૩મીએ રાજકોટને એઈમ્સ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે.