દરેક જિલ્લા-તાલુકા મથકે, ગ્રામ પંચાયતોમાં, સામાજીક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં રાષ્ટ્રીય પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઘ્વજવંદન કરાયું: રાષ્ટ્રઘ્વજને શાનથી સલામી અપાઈ
૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સમગ્ર સૌરાષ્ટ્ર તિરંગાનાં રંગે રંગાયું હતું. ઠેર-ઠેર ભરચકક કાર્યક્રમો યોજાયા હતા. દરેક જિલ્લા-તાલુકા મથકે, ગ્રામ પંચાયત, સામાજીક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રઘ્વજને શાનથી સલામી આપી રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરી હતી.
ખીરસરા
ખીરસરા તાલુકા શાળામાં ગ્રામપંચાયત સભ્ય ખીમજીભાઈ સાગઠીયા ખીરસરા સેવા.સ.મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉપસરપંચ મુકેશભાઈ સાગઠીયાના હસ્તે આગેવાનો તેમજ ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત તેમજ ઝંડાગીતનુ ગાન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું.
ચાંદલી
૭૧માં પ્રજાસત્તાક પર્વની લોધીકા તાલુકા કક્ષાની ઉજવણી ચાંદલી પ્રાથમિક શાળામાં લોધીકા મામલતદાર જે.આર.હિરપરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોના તમામ સંચાલકો શિક્ષક ગણ તેમજ ગામ જનો ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એમ. ધાંધલની ગાર્ડ ઓફ ઓનરથી મામલતદાર લોધીકાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતો.
દીવ
દીવ ખાતે ૭૧ મા પ્રજાસત્તાક દિન અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના એકીકરણ દિન નિમિત્તે દિવ કલેકટર સલોની રાયે પદ્મભૂષણ સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરી તમામ દિવાવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે, માનનીય એડમિનિસ્ટ્રેટર પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ લોકોને મોકલેલા સંદેશાઓ વાંચતી વખતે તેમણે કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ દરેક ભારતીયમાં ગૌરવ અને સન્માનની ભાવના ભરે છે. આ તે દિવસ છે જ્યારે આપણા દેશની સ્થાપના વિશ્વના નકશા પર એક સાર્વભૌમ લોકશાહી દેશ તરીકે કરવામાં આવી હતી.જયારે દિવ ભાજપ કાર્યાલય ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગપે રાષ્ટ્રગાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અને ભારત માતાકી જય એવા નારા લગાવવામાં આવ્યા હતા.
ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ૭૧ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
ત્યાર બાદ પે.સેન્ટર શાળા, ક્ધયા શાળા, મિશ્ર શાળા, સરસ્વતી વિદ્યાલય, સ્વામિનારાયણ વિદ્યાલય, અને માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા અને નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.ધોકડવા ગામ પંચાયત, સામાજીક કાર્યકરો દ્વારા ભારતમાતા ની છબી પર પુષ્પ અર્પણ કર્યા હતા.
સોમનાથ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદન ડો. યશોધરભાઇ ભટ્ટ (નાણાભંડોળ અને સંકલન કર્તા) ના વરદ હસ્તે કરવામાં આવેલ, ત્યારબાદ ભારતમાતાનું પૂજન,સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
ગીર ગઢડા
ગીર-સોમનાથ જિલ્લામાં ગીરગઢડા ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત કલેકટર અજયપ્રકાશે દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી.સવારે ૯ કલાકે ક્રિષ્ના પાર્ક ગીરગઢડામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ જિલ્લા કલેકટર અજયપ્રકાશે પરેડનું નિરિક્ષણ કર્યા બાદ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાથે ખુલ્લી જીપમાં માર્ચ પાસ્ટનું નિરીક્ષણ અને ટેબ્લો નિદર્શન કર્યું હતું.
પડધરી
પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પડધરી તાલુકાના સાલ પીપળીયા ગામે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પડધરી તાલુકા મામલતદાર ભાવનાબેન વિરોજા ના હસ્તે ધ્વજ ફરકાવે કાર્યક્રમની શુભ શઆત કરી હતી. ત્યારબાદ વડીલોનું સન્માન અને આજ વર્ષમાં જન્મેલી દીકરીઓના માતા-પિતા ઓના સન્માન કરવામાં આવ્યા હતા.
ઈડર
ઇડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી બસીરખાન સી ચૌહાણના પ્રમુખ સ્થાને યોજાયો. તેમાં સ્કૂલના મંત્રી જે ટી ચૌહાણ સાહેબ, પ્રિન્સિપાલ પિયુષભાઇ દવે શહેર ના લોકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યા માં સ્કૂલ ના વિદ્યાર્થી ઓ હાજર રહયા હતા.
ધોરાજી
ધોરાજી તાલુકામાં ઠેર ઠેર ૭૧મો ગણતંત્ર અને ૨૬મી જાન્યુઆરીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલ પોલીસ મથકે સરકારી કચેરી ઓ પીજીવીસીએલ કચેરી તથા સરકારી શાળા તથા પ્રાઈવેટ સ્કુલોમાં મહાનુભાવો દ્વારા ધ્વજ લહેરાવ્યો હતો અને તિરંગાને સલામી અપાઈ હતી અને દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા એ પણ ભગવતસિંહજી હાઈસ્કુલ અને તિરંગા ચોક ચમાલીપા ખાતે પણ ધ્વજ લહેરાવ્યો હતો.
શાપર-વેરાવળ
વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં એશોશીયન ના ચેરમેન રમેશભાઈ ટીલારા પ્રમુખ કિશોરભાઈ ટીલારા ઉપપ્રમુખ અમૃતભાઈ ગઢીયા સેક્રેટરી વિનુભાઈ ધડુક તેમજ કારોબારી સભ્યો અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાપર વેરાવળ બંને ગ્રામ પંચાયતના સહયોગ મળેલ તેમજ ઉદ્યોગકારો તેમના યુનિટમાંથી સફાઈ માટે માણસો મોકલેલ શાપર વેરાવળ બસ સ્ટોપની આસપાસ સફાઈ કરેલ.
સાબરકાંઠા
સાબરકાંઠામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંતિજ અવર ઓન હાઇસ્કૂલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં તેમને ધ્વજવંદન કરી સલામી આપી હતી. ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ જગ્યાએ ધ્વજ વંદન તેમજ સલામી પરેડ યોજાઈ રહી છે. તેમજ આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેકટર સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પોલીસવડા અને તમામ વહીવટી અધિકારીઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતાં.
ચોટીલા
ચોટીલા તાલુકા કક્ષા ના ઝીઝુડા ગામે ૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ જેમાં પ્રાત: અધિકારી આર.બી.અંગારી મામલતદાર પ્રકાશભાઈ ગોઠી,તાલુકા વિકાસ અધિકારી ઉમેશ શાહ અને ભાજપના મેરુભાઈ ખાચર સહિત ભાજપના હોદેદારો, ગ્રામપંચાયત સરપચ,ચોટીલા પી.એસ.આઈ.જાડેજા અને શાળાના શિક્ષકો,બાળકો તેમજ ખુબજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોની હાજરી પ્રાત: અધિકારી આર.બી.અંગારીએ ધ્વજ લહેરાવ્યો હતો.
ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૭૧માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી અન્વયે ધ્રાંગધ્રા ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ અને માર્ચપાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.રાજેશ અને પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાથે જોડાયા હતા. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજય સરકારે સંવેદનશીલતાપૂર્વક જનહિતલક્ષી પારદર્શક નિર્ણયો લઇ જનજનને પ્રગતિશીલતાની પ્રતિતી કરાવી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા દોઢ દાયકામાં વિકાસના તમામ ક્ષેત્રે જનકલ્યાણ માટેનું કાર્ય કરી તત્કાલીન મુખ્યમંત્રી અને હાંલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પ્રસ્થાપિત કરેલા વિકાસના રાજમાર્ગ ઉપર ગુજરાતને આગવી દિશા સાથે તેના સર્વાગી વિકાસને વેગ આપ્યો છે.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ની ઓળખાણ ગણાતો ટાવરચોક નુ લોકાપઁણ રાજયસભાના સાસંદ ચુની ગોહેલ ની ગ્રાન્ટ માથી ભારેધામધૂમથી ડીજેના તાલે અને ફટાકડા ની આતશબાજી થી કરવામા આવેલ હતુ. અંદાજીત ૪૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ટાવરચોક ની ઉંચાઇ ૪૫ ફુટ અને ચારેબાજુ એલઇડી લાઇટ વાળી ઘડીયાળ, રંગબેરંગી ફુવારાઓ તેમજ તમામ સીસ્ટમ જીપીઆરએસ થી ચાલતી બનાવવામા આવેલ છે. વેરાવળ ની વષોં થી ગણાતી ઓળખાણ ટાવરચોક બનતા સ્થાનીક લોકો મા પણ ભારે આનંદની લાગણી જોવા મળી હતી .
ધુનકા
જામજોધપુર તાલુકાના ધુનકા ગામે સંત હરિરામ વિદ્યાલય મુકામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
દસાડા
ગણતંત્ર દિવસ નિમિત્તે દસાડા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ ખેરવા ગામ ખાતે ધ્વજ વંદન અને રાષ્ટ્રગીત ગાઈને ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના બાળકોએ એક રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો.જેમા દસાડા લખતર ના ધારાસભ્ય પ્રાંત અધિકારી વલ્વી, મામલતદાર ટીડીઓ ઠાકોર જગ્યાના મહંત સહિત તાલુકાના તમામ વહીવટી વડાઓ ઊપરાંત મોટી સંખ્યામાં શાળાના બાળકો અને ગામ લોકો હાજર રહ્યા હતા.