Abtak Media Google News
  • ઠેર ઠેર તિરંગા યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જય ના નાદથી  ગુંજી ઉઠ્યા

વાંકાનેર જંકશન  પ્રાથમિક શાળા ખાતે વાંકાનેર રેલવે પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓની  વિશેષ  ઉપસ્થિતિમાં  ત્રીરંગાયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતુ. યાત્રા સાથે શાળાના ભૂલકાઓમાટે ચિત્રકામ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 1 થી 3 નંબરે આવેલ બાળકોને  ઉચ્ચ અધિકારીઓ હસ્તે રોકડ પુરસ્કારથી નવાજમાં આવ્યા  હતા.

આ તકે યાત્રામાં પોલીસ અધિક્ષક પશ્ર્ચિમ રેલવે અમદાવાદના બલરામ મીણા, ડીવાયએસપી એસ.આર. પટેલ,  રાજકોટ પોલીસ ઈન્સ. એચ.એમ. રાણા, રાજકોટ પી.એસ.આઈ. વેગડા તથા વાંકાનેર રેલવે ઈન્ચાર્જ  કુલદિપસિંહ બી. ઝાલા સહિતનો સ્ટાફ હર્ષભેર  જોડાયા હતા.

વાંકાનેરમાં કે.કે.  શાહ વિદ્યાલય વી.એસ. શાહ  ઉ.માં. વિદ્યાલય વાંકાનેર અને એલ.કે. સંઘવી ક્ધયા  વિદ્યાલય વાંકાનેરમાં સંયુકત રીતે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન થયું જેમાં વાંકાનેર પ્રાંત માર્ગદર્શન હેઠળ મામલતદાર  કાનાણી સંકુલના પ્રમુખ અમરશીભાઈ મઢવી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન  કરાવેલ હતુ. આ રેલીમાં બાળકોએ અલગઅલગ  નારા બોલાવી  ભારત માતા પ્રત્યેનોપ્રેમ વ્યકત કર્યો હતો. રેલીના અંતે મામલતદાર કાનાણી  દ્વારા ભારતનો ઈતિહાસ અને આપણા રાષ્ટ્રીય પર્વનું  મહત્વ વિશે વાત મૂકી હતી. રેલીને અંતે અમરશીભાઈ મઢવીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું માન  સન્માન  જાળવવા બાબતે  માહિતી આપી હતી.

રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા આયોજિત ડેડાણ આશ્રમ ખાતે હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસ નિમિત્તે ચાલી રહેલી યજ્ઞમાં  મુક્તાનંદ બાપુ દ્વારા તિરંગા ફરકાઓનું આયોજન કરવામાં આવેલ. અને વધુમાં જણાવેલ કે રાષ્ટ્ર પ્રથમ ની નીતિ સૌ ધર્મચાર્ય અપનાવા ખાસ  અપીલ કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્વતંત્રતા પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગઈકાલે ઓખા – બેટ દ્વારકા વચ્ચે નવનિર્મિત બેનમૂન સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટ લંબાઈની વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રા જિલ્લા કલેકટર જી.ટી.પંડયા તથા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીગણ, જિલ્લા અગ્રણીઓ તેમજ સ્થાનીકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં દેશપ્રેમી લોકો જોડાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટણ ડો.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ઈડર ખાતે ભવ્ય ’ત્રિરંગા યાત્રા’ યોજાઈ હતી. જિલ્લાના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ  તિરંગામય બન્યો  હતો.  દેશભક્તિના રંગમાં સમગ્ર ઈડર શહેર રંગાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યુંં હતું.

આ તિરંગા યાત્રા આર્ટ્સ  કોમર્સ કોલેજથી શરૂ થઈ ટાવર થઈને એપીએમસી માર્કેટ સુધી યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમણલાલ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા,  સહિત મોટી સંખ્યામાં  નાગરીકો જોડાયા હતા.

ઝાંઝમેર ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાયતી જેમાં ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડા તેમજઉપ સરપંચ તેમજ ગામના વડીલો દ્વારા ઝાંઝમેર ગામની અંદર આ તિરંગા યાત્રા યોજી હતી જેમાં વ્યસન મુક્તિ માટે શપથ લેવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા અવનવી રંગોળીઓ દોરવામાં આવી હતી અને ભારત માતાકી જેય નારા લગાવ્યા માં આવીયા હતા મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો આગેવાનો તથા લોકો જોડાયા હતા

વિસાવદર પોલીસદ્વારા વિસાવદર બસ્ટેન્ડ થી તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ હતું ત્યાં તિરંગા યાત્રા વિસાવદર શહેરમાંફરીને પાછી પોલીસ સ્ટેશનપૂર્ણ થયેલ હતી તિરંગા યાત્રા રેલીમાંપીઆઈ આર બી ગઢવી તેમજ વિસાવદર પોલીસતેમજ હોમગાર્ડ જીઆરડી જવાનો તેમજ વિસાવદર એસ પીસી ના સ્ટુડન્ટ તેમજ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ સહિત ના જોડાયેલ હતા તિરંગા યાત્રા અડધો કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળેલ ત્યારે વિસાવદર શહેરમા દેશભક્તિ નો માહોલ ઉભો થયેલ હતો તિરંગા યાત્રા મા વિસાવદર શહેર ના નાગરિકો પણ જોડાયા હતા

ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો, અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.  ભાજપના આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા.  તો તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સવાલો કર્યા છે.

” ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગાંધીધામ ખાતે ગાંધીમાર્કેટથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ફ્લેગ ઓફ આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓેને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો.

ગાંધીમાર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્યબજારથી ફરી ઝંડાચોક ખાતે પૂણર્ થઇ હતી. તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, બીએસએફ તથા હોમર્ગાડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, મહામુલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામુલો છે. હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઇચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  તિરંગો આપણી શાન અને જાન છે ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે.

જસદણ ખાતે જિલ્લા કક્ષાનો હર ઘર  તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી  રાજકોટ ડી.ડી.તેમજ રાજકોટ જીલ્લા પોલીસવડ સહિત નાઓએ ચાલુ વરસાદે તિરંગા યાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું જસદણના આટકોટ રોડ થી જસદણની મેન બજારમાં થઈ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સ્માપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં જસદણ વિંછીયા ના લોકો જોડાયા હતા સાથેજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો જોડાયા હતા તિરંગા યાત્રા માં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા રાજકોટ કલેકટર પોલવડ સહિત કાર માં ન બેસીયા અને  પાંચ કિલોમીટર ચાલુ વરસાદે ચાલીને હાથ માં તિરંગો લઈ યાત્રા નિકળા સૌવકોઈ ચોકિ ઉઠીયા હતા તિરંગા યાત્રામાં 25 જેટલા ટ્રકોમાં સમાજ સંદેશો આપતી વિવિધ પ્રકારની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે જ જસદણની બજારોમાં દેશભક્તિ નાદ થી જસદણની બજારો ગજવી હતી

ખંભાળીયા વિભાગનાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ની આગેવાનીમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારનાં છેવટનાં નેશમાં વસવાટ કરતા રાવણાનેશ, અંધારીયાનેશ, સોનકંસારીનેશ, મોરબીયાનેશ, બાબરીનેશ તથા આભાપરાનેશમાં વસવાટ કરતા માલધારીઓને તિરંગા યાત્રા માં સામેલ કરી તેમને તિરંગા વિત્તરણ કરી, તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી દુર્ગમ અને કઠીન કેડીયો મારફતે બરડા ડુંગરની ટોચ પર આવેલ 2090 ફુટ ઉંચાઇ ધરાવતા આભાપરા ટેકરી કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી ઉંચી ટેકરી પર  6 કી.મી. ટ્રેકીંગ કરી સ્થાનિક નેશવાસીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ તથા જીઆરડી જવાનો સાથે લઇ ટોચ પર તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાનાં દુર્ગમ અને સામાન્યર જન-જીવનથી અળગા રહેલા નેશવાસીઓ સુધી પહોંચાડી રાષ્ટ્રભકિત માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અભિયાનમાં જિલ્લાનાં છેવાડાનાં માનવીને જોડવાનો ઉત્તમ પ્રયાસ જિલ્લા પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય  તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ  અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવે છે.

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત જુનાગઢ મહાનગર સેવા સદન ખાતે કલેકટર અનીલ રાણાવસિયા અને કમિશનર ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા,અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું.

આ તકે  કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેહરાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.

જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.14 ઓગસ્ટના સાંજે 5 કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો,બાઇક સવાર,બેન્ડ એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે.તેમ જણાવતા  કલેકટર  અને  કમિશનર  દ્વારા જૂનાગઢના શહેરીજનોને પણ આ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રા નીકળીને રાજકમલ ચોક, બાબા શેરી શક્તિ મંદિર, થઈને ગ્રીન ચોક સુધી તિરંગા યાત્રાનો સમગ્ર રૂટ વંદે માતરમ્ ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો પૂર્વ મંત્રી,ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત સમગ્ર સામાજિક સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આજથી 5 દિવસ એટલે કે, 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્રારા ધ્રાંગધ્રા ટાઉનહોલ થી શહેર નાં મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થતી 3 થી 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા ભાજપ, સામાજિક સંસ્થાઓ અને નગરજનો આ યાત્રા માઁ આગવી ઉર્જા સાથે જોડાયા હતાં. યાત્રા ટાઉનહોલ થી શરુ થઇ ધ્રાંગધ્રા ગ્રનચોક ખાતે પૂર્ણ થઇ હતી જેમાં વિવિધ સ્કૂલો નાં વિદ્યાર્થીઓ નાં જુસ્સા સાથે વંદે માતરમ અને જય હિન્દના નારા થી ધ્રાંગધ્રા શહેર ગાજી ઉઠ્યું હતું. આ તકે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય,મુતા જે ડી પુરોહિત સહીત પ્રશાસનિક અધિકારીઓ પોતાના સમગ્ર સ્ટાફ સાથે આ યાત્રામાં ખાસ જોડાયા હતાં

  • જામકંડોરણામાં તિરંગા યાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડીયા જોડાયા
  • જામકંડોરણા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
  • જામકંડોરણા નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા

દેશભરમાં યોજાઈ રહેલ ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાનાઓ યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામકંડોરણાના મામલતદાર કે.બી સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, જામકંડોરણા પીએસઆઇ વિએમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આ તિરંગા યાત્રા જામકંડોરણા ની ઈન્દિરા નગર પ્રાથમિક શાળા એ થી પ્રસ્થાન કરી જામકંડોરણા ના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદેમાતરમ ભારતમાતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગ્યું હતું આ તિરંગા યાત્રા જામકંડોરણા ના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પુર્ણ કરાય હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.