Team Saurashtra 2કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ફાઇનલમાં બંગાળની ટીમને 9 વિકેટે પરાજય આપી સૌરાષ્ટ્ર બીજી વખત રણજી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન

ફાઇનલમાં 9 વિકેટો ખેડવનાર સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ મેન ઓફ ધી મેચ: સીઝનમાં 907 રન બનાવનાર અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો: ચેમ્પિયન ટીમને જયદેવ શાહ અને નિરંજન શાહે અભિનંદન પાઠવ્યાબંગાળની ટીમને તેના જ ઘર આંગણે ફાઇનલમાં 9 વિકેટે કારમો પરાજય આપી સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં સરતાજ  બની ગઇ છે.

ફાઇનલમાં બે દાવમાં કુલ નવ વિકેટો ખેડવનાર સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો છે. જયારે સમગ્ર સિઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન 907 રન બનાવનાર અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો છે. માત્ર ત્રણ વર્ષમાં બીજીવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનનારી સૌરાષ્ટ્રની ટીમને એસસીએના પ્રમુખ જયદેવ શાહ અને બીસીસીઆઇના  પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહે અભિનંદન પાઠવ્યા હતા.

સૌરાષ્ટ્રની ટીમ સુકાની જયદેવ ઉનડકટના નેતૃત્વમાં પ્રથમવાર 2019-2020 ની ટીમમાં રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. અગાઉ વર્ષ 2012/2013, વર્ષ 2015-2016 અને વર્ષ 2018-2019ની સીઝનમાં રણજી ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ ચેમ્પિયન બની શકી ન હતી. વર્ષ 2019-2020 ની સીઝનમાં પ્રથમવાર સૌરાષ્ટ્રની ટીમ પોતાના ઘર આંગણે બંગાળની ટીમને હરાવીને ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ ઘટનાનું ત્રણ વર્ષ બાદ પુનરાવર્તન થયું છે. કવાર્ટર ફાઇનલમાં પંજાબ અને સેમીફાઇનલમાં કર્ણાટક જેવી મજબુત ટીમને હરાવી સૌરાષ્ટ્ર ટીમનો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલના પ્રથમ દિવસથી સૌરાષ્ટ્રની ટીમે મેચ પર મજબૂત પકડ મેળવી લીધી હતી. બંગાળની ટીમને પ્રથમ દાવમાં માત્ર 174 રનમાં ઓલ આઉટ કરી દીધા બાદ સૌરાષ્ટ્રે પોતાના પ્રથમ દાવમાં 404 રનનો તોતીંગ જાુમલો ખડકી ર30 રનની મહત્વ પૂર્ણ લીડ હાંસલ કરી લીધી હતી.

Team Saurashtra 3

બીજા દાવમાં બંગાળની ટીમ માત્ર ર41 રનમાં ઓલ આઉટ થઇ જતાં સૌરાષ્ટ્રની ટીમને જીતવા માટે માત્ર 1ર નો લક્ષ્યાંક પ્રાપ્ત થયો હતો જે સૌરાષ્ટ્રે માત્ર એક વિકેટ ગુમાવી હાંસલ કરી લઇ રણજી ટ્રોફીમાં બીજી વખત કબ્જે કરી લીધો છે. પ્રથમ દાવમાં 3 અને બીજા દાવમાં 6 વિકેટ સહિત ફાઇનલમાં 9 વિકેટો ખેડવનાર સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને પ્લેર ઓફ ધી મેચ જાહેર કરાયા છે. જયારે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક આકર્ષક બેવડી સદી સાથે 907  રન ફટકારનાર અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી હિમાંશુ શાહ અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહ સહીતના હોદેદારોએ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે  અને  બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે  સૌરાષ્ટ્રની ટીમને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.જયદેવ, અર્પિત વસાવડા અને સૌરાષ્ટ્રની ટીમના પ્રત્યેક ખેલાડી ને ટીમવર્ક થી રમવા બદલ જ્યારે સૌરાષ્ટ્રના ગ્રાઉન્ડ સ્ટાફના રાજદેવ સહિતના તમામ સ્ટાફે પારિવારિક ભાવનાથી જે રીતે પર્ફોર્મન્સ આપ્યું હતું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે જયદેવ ઉનડકટે જે રીતે ક્રિકેટનું પ્રદર્શન કર્યું હતું તે પણ અદભુત છે. જયદેવ શાહ સૌરાષ્ટ્રના વિજય માટે ટીમ ઉપરાંત ટીમની બહાર રહીને સપોર્ટ આપનાર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર સહિતના તમામનો આભાર માન્યો હતો.તેઓએ અર્પિતના પર્ફોર્મન્સની પણ સરાહના કરી હતી. સૌરાષ્ટ્રની ટીમે કોઈપણ પ્રકારના નકારાત્મક પરિબળોને સર થવા  દીધા નહતા અને ટીમવર્કથી અદભુત પરિણામ મેળવ્યું હતું.

બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ એ ટ્રોફી જીતવા બદલ સૌરાષ્ટ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.સુકાની જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે હું ટીમને અભિનંદન આપું છું.સૌરાષ્ટ્ર એસોસિયેશનને પણ અભિનંદન આપીશ કેમ કે તેમણે સૌરાષ્ટ્રની ટીમને જે રીતે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તે અદભુત છે.રણજી ટ્રોફીની સિઝનથી સૌરાષ્ટ્રની ટીમ વધુ એકવાર સક્ષમ પુરવાર થઈ છે. હવે સૌરાષ્ટ્ર ની ટીમને જીતવાની આદત પડી ગઈ છે અને સતત પણે જીત મેળવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મેળવી ચૂકી છે.આઈપીએલમાં પણ સપના સાકાર કરવાની ક્ષમતા સૌરાષ્ટ્રના ખેલાડીઓમાં  હોવાનું મને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જયદેવ ઉનડકટનો 10 વર્ષ બાદ વનડે ટીમમાં સમાવેશ

ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પણ જયદેવનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરાયો. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટ છેલ્લા ઘણા સમયથી બોલથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ડોમેસ્ટીક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તાજેતરમાં તેનો 12 વર્ષ બાદ ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચેની બોડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની

પ્રથમ બે મેચ માટે સમાવેશ કરવામાં  આવ્યો હતો. દરમિયાન  સૌરાષ્ટ્રની ટીમનો   રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ થતા બીસીસીઆઈ દ્વારા જયદેવને  રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે પણ ટીમ ઈન્ડિયામાં જયદેવ ઉનડકટનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત  ઓસ્ટ્રેલીયા સામે રમાનારી  ત્રણ વનડે માટે પણ જયદેવ ઉનડક્ટને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 10 વર્ષનાં લાંબા અંતરાલ બાદ વનડે ટીમમાં સમાવેશ કરાયો છે.

રણજી ચેમ્પીયન સૌરાષ્ટ્રની ટીમનું રાજકોટમાં આગમન

ત્રણ વર્ષ બાદ ફરી રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમનું આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે.વિજેતા ટીમને ક્રિકેટ  રસીકો તથા એસસીએના હોદેદારો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની ટીમ તમામ  ફોર્મેટમાં  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે.  તાજેતરમાં  બીસીસીઆઈની વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી. ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રે બીજી વખત રણજી ટ્રોફી પર કબ્જો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.