લોકડાઉન પુન: લાગુ નહી થાય તેવા નાયબમુખ્યમંત્રીના નિવેદન બદલ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસીયેશને નીતીનભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા છે. (કોરોના)ના સતત સંક્રમણને કારણે ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી વાતોથી ઉદ્યોગ જગતમાં ચિંતાનું આવરણ આવી ગયેલ. માંડ માંડ થાળે પાડી રહેલ આર્થિક સ્થિતિ પુન: લોકડાઉન આવે તો સાવ વેરવિખેર થઇ જાય તેવું હતુ અને તેનાથી નાના ઉદ્યોગો અને વેપારીઓને જીવન નિર્વાહ ચલાવવો પણ દુષ્કર બને તેવી શકયતા હતી.
આવા ચિંતાજનક વાતાવરણમાં નાયબમુખ્યમંત્રી તફરથી આવેલા નિવેદન કે લોકડાઉન રાજયમાં પુન: અમલમાં નહી જ આવે તે વેપારી ઉદ્યોગ જગત માટે સંજીવની સમાન છેે વાયરસનો વ્યાપ ન વધે તે જોવુ જરૂરી છે. પરંતુ સાથે સાથે અર્થતંત્રની ગાડી પણ પાટા પર ફરી ચડી જાય અને વ્યાપાર ઉદ્યોગ પુનઉ પૂર્વરત સ્થિતિમાં આવે તે માટેના પ્રયાસો કરવા સરકાર સતર્ક છે તે ખરેખર સારી વાત છે.
લોકડાઉન પુન: લાગુ નહીં થાય તેવા નિવેદન બદલ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે.