ઓઇ ઇન્ડિયા મેમણ જમાત ઉપલેટા, સુન્ની મુસ્લિમ જમાત જામખંભાળીયા દ્વારા મુસ્લિમ ભાઇઓને ઇદની નમાજ ઘરમાં પઢવા અપીલ

રાજકોટ સહિત સમગ સૌરાષ્ટ્રના મુસ્લિમ બિરાદરોએ આ વખતે રમજાન ઇદની સાદગીપૂર્ણ ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે તમામ મુસ્લિમ બિરાદરના ભાઇઓ ઇદની નમાજ પોતાના ઘરમાં રહીને જ પઢશે.

મસ્જીદમાં જવાથી સોશ્યિલ ડીસ્ટન્સ જળવાઇ નહી અને કોરોના વાયરસ ફેલાની શકયતા વધી જાય આવા સંજોગોમાં રાષ્ટ્રહિતમાં અને લોકોની સુરક્ષા માટે સૌરાષ્ટ્રના તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા આ નિર્ણય લેવાયો છે.

જામખંભાળીયા

જામખંભાળીયા શહેરના મુસ્લીમ બીરાદરોએ આ વખતે કોરોનાની મહામારી વચ્ચે રમજાન ઇદની સાદગીથી ઉજવણી કરવાની જાહેરાત કરેલ છે. તમામ મુસ્લીમ ભાઇઓ ઇદની નમાજ પોતપોતાના ઘરે અદા કરશે.

આ વખતે જે પણ ખરીદીના પૈસા હોય તે ગરીબ તથા જરૂરીયાત વાળા વ્યકિતને આપી ઇદની સાચી ઉજવણી આ રીતે કરવા અપીલ કરવામાં આવે છે પ્રમુખ હુશેભાઇ ભોકલ, ફિરોજભાઇ બ્લોચ, મુસ્તાકભાઇ પડીયાર, કાદરભાઇ ખત્રી, રહીમભાઇ ચાકી, આદમભાઇ ભોકલ, ઇમ્તીયાઝખાન પઠાણ, નુરમામદભાઇ પરીયાણી વિગેરે આગેવાનો દ્વારા અપી કરવામાં આવેલ છે.

ઉપલેટા

ઉપલેટાના ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ મેમણ ઓફીસર અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન યુથ વિંગના પ્રમુખ યાસિન ડેડાએ સંયુકત અપીલ કરતા જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા બે માસ થયા કોરોના વાઇરસને દેશના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ પડયા છે. આને કારણે ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને રોજગારી મળવી ખુબ જ મુશ્કેલ હતી. હાલ મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન માસ અંતિમ ચરણમાં છે ત્યારે સમગ્ર મુસ્લીમ સમાજના ભાઇ-બહેનો ઇદની ઉજવણી સાવ સાદગી પૂર્વક પોત પોતાના ઘેરે અલાદની ઇબાદત કરીને ઉજવણી કરવી દેશ કોરોના સામેની લડાઇ લડી રહ્યો છે તેમાં દેશના વિવિધ વિભાગના અધિકારીઓ જેઓ કોરોના વોરિયર્સ છે તેમની માટે ઇબાદત કરી સાદગીથી રમઝાન ઇદની ઉજવણીનો નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.