Abtak Media Google News
  • એફએલસી તેમજ મોકપોલ દરમિયાન ક્ષતિ સામે આવી હોય તેવા 171 બીયું, 461 સિયું અને 656 વિવિપેટ બેલ કંપનીને રીપેરીંગ માટે પરત અપાશે
  • મહારાષ્ટ્રમાં ભારે વરસાદના વિઘ્ન વચ્ચે ચૂંટણી તંત્ર અને પોલીસ સ્ટાફ ચાર દિવસે બેંગ્લોર પહોંચશે

સૌરાષ્ટ્ર-કચ્છના ક્ષત્રિગ્રસ્ત ઇવીએમ- વિવિપેટ લઈ રાજકોટ ચૂંટણી તંત્રનો સ્ટાફ બેંગ્લોર રવાના થયો છે. એફએલસી તેમજ મોકપોલ દરમિયાન ક્ષતિ સામે આવી હોય તેવા 171 બીયું, 461 સિયું અને 656 વિવિપેટ બેલ કંપનીને રીપેરીંગ માટે પરત આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર – કચ્છ સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ છે. ખાસ સૌરાષ્ટ્ર-કચ્છની 12 લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. આ તમામ બેઠકોમાં તાલીમ, એફએલસી અને મોકપોલ દરમિયાન અનેક ઇવીએમ તથા વિવિપેટ બગડ્યા હતા. જેમાં અમરેલી બેઠક ઉપર 12 બીયું, 29 સિયું અને 57 વીવીપેટ, ભાવનગર બેઠકમાં 23 બીયુ 43 સિયું અને 90 વીવીપેટ, દેવભૂમિ દ્વારકા બેઠકમાં 6 બીયુ, 16 સિયું અને 20 વીવીપેટ, ગીર સોમનાથ બેઠકમાં 21 બીયુ, 37 સિયું અને 62 વીવીપેટ, જામનગર બેઠકમાં 11 બીયુ, 35 સિયું અને 38 વીવીપેટ, જૂનાગઢ બેઠકમાં 25 બીયુ, 61 સિયું અને 82 વીવીપેટ, કચ્છ બેઠકમાં 11 બીયુ 45 સિયું અને 60 વીવીપેટ, બોટાદ બેઠકમાં 5 બીયુ 10 સિયું અને 15 વીવીપેટ, પોરબંદર બેઠકમાં 10 બીયુ 17 સિયું અને 40 વીવીપેટ, રાજકોટ બેઠકમાં 26 બીયુ 96 સિયું અને 96 વીવીપેટ, સુરેન્દ્રનગર બેઠકમાં 8 બીયુ 51 સિયું અને 51 વીવીપેટ અને મોરબી બેઠકમાં 13 બીયુ 21 સિયું અને 45 વીવીપેટ મળી કુલ 171 બીયુ 461 સિયું અને 656 વીવીપેટ ક્ષતિ ગ્રસ્ત થયા હતા.

આ બગડેલા ઇવીએમ બેંગ્લોર બેલ કંપનીને મોકલવામાં રાજકોટથી ટિમ રવાના થઈ છે.

જેમાં મામલતદાર હિમાંશુ ચૌહાણ અને નાયબ મામલતદાર ધીરેન પુરોહિત તેમજ પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.

આ ટિમ અંદાજે 4 દિવસે બેંગ્લોર પહોંચશે. બીજી તરફ તેમનો રૂટ મહારાષ્ટ્ર થઈને બેંગ્લોર પહોંચવાનો છે. જો કે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ હોય આ વરસાદના વિઘ્ન વચ્ચે સ્ટાફને પહોંચવામાં મોડું પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે જે ઇવીએમ – વિવિપેટમાં મતદાન થયું છે. તેને તમામ જિલ્લાઓમાં ઇવીએમ વેરહાઉસમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ તમામ ઇવીએમમાં મતદાનનો ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.