- રાષ્ટ્રીયસ્તરના સેમિનારમાં ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં રાખવા થયો ‘પરમાર્થ’
- ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં રાખી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની જળ સમસ્યાના કાયમી ઉકેલ માટે વીવીપી એન્જીનીયરીંગ કોલેજ અને પ્રજ્ઞા સભાના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના સેમીનારમાં પ્રબુઘ્ધોએ વિચાર વિમર્શ કર્યો હતો.
પ્રજ્ઞા સભા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત તથા વી.વી.પી. એન્જીનીયરીગ કોલેજ રાજકોટના સહયોગથી તા. 8 સપ્ટેમ્બર ર0ર4ને રવિવારે સવારે 9-30 થી સાંજે પ-30 સુધી વી.વી.પી.એન્જીનીંયરીંગ કોલેજ ખાતે સસ્ટેઈનેબલ વોટર સોલ્યસુન ફોર સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયન અંગે રાષ્ટ્રીય કોન્ફરન્સના ઉદ્દઘાટન પ્રસંગે કીનોટ સ્પીકર ડો. નરેન્દ્રકુમાર ગોંટીયા- પૂર્વકુલપતી જુનાગઢ એગ્રી. યુનીવર્સીટી, ડો. મુકેશભાઈ જોષી- પુર્વ જનરલ મેનેજર નર્મદા નિગમ તથા ડો. ચેતનભાઈ ત્રિવેદી- કુલપતી નરસિંહ મહેતા યુનીવર્સીટી, જુનાગઢ અને જી.ટી.યુ.ના પૂર્વ કુલપતી ચીફ પેટ્રન ડો. નવીનભાઈ શેઠ, વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે, મુકેશભાઈ મલકાણ-મા. સંઘચાલક, ભાગ્યેશભાઈ ઝા- પૂર્વ આઈએએસ અને અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, ડો. કમલસિંહ ડોડીયા-કુલપતી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, પેટ્રન ડો. મનીષભાઈ શાહ, પ્રિન્સીપાલ ડો. પીયુષભાઈ વણઝારા, અશોકભાઈ રાયસિંધાની, દિલીપીભાઈ સખીયા ઉપસ્થિત રહ્યા હતા.
ડો. નરેન્દ્રભાઈ ગોટીયા દ્વારા પ્રસંગને અનુરૂપ જણાવ્યું હતું કે, ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં રહેવું જોઈએ. એક ખેડુત પોતાના ખેતરનું પાણી બચાવે તો ઘણી વસ્તીને પીવાનું પાણી મળી શકે. ખેતીવાડીમાં સૌથી વધારે પાણીનો વપરાશ થાય છે.
સમગ્ર દેશમાં લગભગ 89% પાણી એગ્રીકલ્ચરમાં વપરાય છે અને પીવાના પાણીમાં ઉપયોગ 3% થાય છે. ઈંગ્લેન્ડમાં ર0 વખત પાણીને ટ્રીટમેન્ટ આપી રી-યુઝ થાય છે. અહીંયા પણ કોઈપણ રીતે વેસ્ટ પાણીનો મહાનગર પાલીકાથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી વારંવાર રી-યુઝ કરવો જોઈએ. તેઓશ્રી દ્વારા મહાભારતના સમયમાં પણ જળનું મહત્વ હતું અને ત્રણ જળ પુરૂષની વાત કરી હતી. પંચમહાભુત તત્વમાં જળ તત્વ મહત્વનું ઘટક છે ઉપરાંત સમુદ્રનું પાણી ફરીથી કેવી રી તે ઉપયોગમાં લેવાય તે વિશે પણ વિચાર રજુ કરવામાં આવ્યો.
ડો. મુકેશભાઈ જોષીએ અથર્વવેદ સહીતા શ્લોક નો સંદર્ભ આપી વોટર મેનેજમેન્ટની વાતનો ઉલ્લેખ કરતા સંશોધકોને માર્ગદર્શન આપેલ. તેમના દ્વારા ભારતની ઈકોનોમી પાંચ ટ્રીલીયન કરવા માટે ગુજરાતની ભાગીદારી એક ટ્રીલીયન હશે ત્યારે પાણી મહત્વની ભૂમિકા ભજવી શકે. તેના દ્વારા પણ દરીયાના પાણીનો ફરીથી ઉપયોગ તેમ ઝઠઠ દ્વારા ર0રપમાં પાણી 70% ફરીથી વાપરવા પર ભાર મુકવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજીત જાણીતા 30,800 વોટર બોડી છે જે આજની નવી પેઢીને કદાચ ન પણ જાણ હોય. આને સાચવવાની આપણા સૌની જવાબદારી છે.
જી.ટી.યુ.ના પૂર્વ કુલપતી તેમજ કોન્ફરન્સના ચીફ પેટ્રન ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, આ પ્રકારના સંશોધનાત્મક પરિસંવાદમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ હંમેશા સાથે રહી છે.
કુલપતીશ્રી નરસિંહ મહેતા યુનીવર્સીટી, જુનાગઢના ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ પરિસંવાદ મહત્વનો છે અને પાણી બચાવ તથા સાચવવા માટે દરેક વ્યક્તિઓ માટે પોતાનાથી જ શરૂઆત કરવી પડશે એ વાત પર ભાર મુકયો હતો.
જુનાગઢ એગ્રીકલ્ચર યુની. પ્રો. પાર્થભાઈ પંડયા દ્વારા રીમોટ સેન્સીંગથી વોટર મેનેજમેન્ટ અને ૠઈંજના ઉપયોગથી વોટર રીચાર્જ તથા ચેક ડેમ બનાવવા માટેના ડેટા એનાલીસીસથી ઉપયોગીતા માટેનું સંશોધન પત્ર રજુ કરેલ.
પ્રથમ ત્રણ રીસર્ચ પત્રો પસંદ કરી એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
આ પરિસંવાદને સફળ બનાવવા માટે પ્રજ્ઞાસભાના ડો. મનીષભાઈ શાહ, ડો. નવનીતભાઈ ઘેડીયા, ડો. વીરેન્દ્રભાઈ પટેલ, ડો. દિપકભાઈ વ્યાસ, ડો. આશિષભાઈ મકવાણા, ડો. નિલયભાઈ પંડયા, સોનલબેન બારિયા, અતુલભાઈ ઉપાધ્યાય તેમજ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ વી.વી.પી.ના તમામ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.
આ પરિસંવાદની સફળતા બદલ વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે અભિનંદન પાઠવેલ હતી.
બધા નિષ્ણાંતોનું અમુલ્ય યોગદાન: ડો. નવીન શેઠ
‘અબતક’ સાથેની વાતચીતમાં ૠઝઞના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, આજનો જે કાર્યક્રમ છે તે ખાસ કરીને વોટર ક્ધઝર્વેશન ઉપરના બધા નિષ્ણાંતો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી વગેરેના નિષ્ણાંતો વોટર ક્ધઝર્વેશન અને વોટરના પ્રોબ્લેમ માટે જે કોઈપણ કામ કરે છે તેના પર આખા દિવસનું ડિસ્કશન ચાલશે ત્યારે ખાસ કરીને છેલ્લા 28 વર્ષથી જે ટટઙ ટ્રસ્ટ જે છે તે શરૂઆતથી જ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારામાં સારી સુવિધા પૂરી અપડે છે. આ સૌરાષ્ટ્રની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ તરીકે તો ખ્યાતિ પ્રાપ્ત કરી જ છે પરંતુ આ પ્રકારના જે સામાજિક કાર્યો છે એમાં પણ દદા ખૂબ અગ્રેસર છે એટલે સૌરાષ્ટ્ર કચ્છના અને સમગ્ર દેશની દ્રષ્ટિથી જે સોશિયલ પ્રોબ્લેમ્સ હોય તેની પર પણ દદા ખાસ કામ કરે છે એટલે ખાસ પ્રકારનું ફાઇનાન્સિયલ સપોર્ટ પણ કર્યો છે એટલે ખાસ હું એક દદાના ટ્રસ્ટી તરીકે કહું છું કે દદા કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે પરંતુ દેશના વિકાસ અને સામાજિક વિકાસના પણ જેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ હોય તેમાં આ જ રીતે અમે ભાગ લેતા રહ્યા છીએ
જળની વર્તમાન વ્યવસ્થામાં સુધારો જરૂરી: ડો. નવનીત ઘેડીયા
‘અબ તક’ સાથેની વાતચીતમાં પ્રજ્ઞા સભાના સ્વયં સેવક ડો. નવનીત ઘેડીયા એ જણાવ્યું હતું કે, હાલની જે જળની વ્યવસ્થા માટે જે કઈ ઉપાયો થઇ રહ્યા છે તેમાં સુધારો થાય અને ચિંતનની સાથે ચિંતાનો વિષય એ હતો કે જયારે સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર નર્મદાના જ જળ પર આધારિત છે ત્યારે જો નર્મદાનું જળ ન હોઈ તો આ જગ્યા પર શું થઈ શકે તેનું ચિંતન,વિચાર વિમર્શ, અને તેનો સારો પ્રચાર અને પ્રસાર થાય તેવા એક શુભ ઉદેશ્ય થી અને આશય થી પ્રજ્ઞા સભા અને ટટઙ એન્જીન્યરીંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરેલ છે જેનો વિષય હતું. આ કોન્ફરન્સની અંદર વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી થીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં એન્જીન્યરીંગ ટેકનોલોજી, સાયન્સ , કોમર્સ એકોનોમીક્સ, લો, એન્જ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, આ બધા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખી એક થીમ તૈયાર કરવામાં આવી છે. જેના પર થી સૌરાષ્ટ્રની બારની બધીજ કોલેજોમાં અને યુનિવર્સીટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે આપની પાસે અત્યારે 150 થી વધુ પાર્ટીસીપેટ 60 થી વધુ સંશોધન પત્રો અને 30 થી વધારે પોસ્ટર પ્રેઝન્ટેશનની એન્ટ્રીઓ આવેલી છે. ખુબ આંનદની વાત એ છે.