• ભુજમાં સસરાના હાથે જમાઇની, ભચાઉમાં કાકાના હાથે ભત્રીજાની, મોરબીમાં પાડોશીના હાથે પ્રૌઢની હત્યા
  • રાજુલાના અમલી ગામે નજીવી બાબતે શ્રમિકની હત્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોના મગજનો પારો ઉંચકાયો છે. આથી કચ્છ પંથકમાં બે લોથ ઢળી છે. મોરબીમાં પ્રૌઢની કરપીણ હત્યા નિજાવામાં આવી છે. રાજુલાના અમલી ગામે નજીવી બાબતે મહુવાના દુધીરીયા ગામના વિરા ભાલીયા અને નરેશ સોલંકીના નામના બન્ને શખ્સોએ જયંતિ પાચા શિયાળ નામના શખ્સની હત્યા કરી છે. જેમાં ભુજ શહેર નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં સસરાના હાથે દારૂના ધંધાર્થીનું ઢીમ ઢાળી દીધું છે. જયારે ભચાઉમાં સરખી સાર સંભાળ રાખવાના મામલે માસુમનું કાકાએ ગળેટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો છે.જયારે મોરબીના જેતપુર (મચ્છુ) ગામે પાડોશી વચ્ચે થયેલી માથાકુટમાં પ્રૌઢની હત્યા નિપજાવી છે.

  • ભચાઉ: હિંમતપુરામાં સગીરે બે વર્ષના માસુમ ભત્રીજાની કરી હત્યા
  • મૃતક બાળકના માતાએ સંભાળ રાખવા બાબતે ઠપકો આપતા પતાવી દીધો

ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહીને કુલ્ફીની લારી ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની રાજવીર કુશવાહાના ઘેર અવારનવાર તેના મામાનો 17 વર્ષિય કિશોર પુત્ર રોકાવા આવતો હતો. આરોપી રાજવીરને કુલ્ફીના કામમાં મદદ કરતો રહેતો. સાથોસાથ રાજવીરના બે વર્ષના માસૂમ પુત્ર ઉમંગને પણ સંભાળતો હતો. ઉમંગની સંભાળ રાખવા મુદ્દે  રાજવીરની પત્ની પૂજાએ આરોપીને ઠપકો આપ્યો હતો.

‘ઉમંગનું ધ્યાન કાયમ મારે જ રાખવું પડશે’ તેવું વિચારીને આરોપીએ ઉમંગને મારી નાખવાનું નક્કી કર્યું હતું. રાત્રે નવના અરસામાં આરોપી ઉમંગને કુરકુરેનું પડિકું લઈ આપવાના બહાને પોતાની સાથે ઘર બહાર લઈ ગયો હતો.

‘ઉમંગનું ધ્યાન કાયમ મારે જ રાખવું પડશે’ તેવું વિચારીને  ઉમંગને તે રેલવે ટ્રેક નજીક તળાવ પાસે નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં ગળેટૂંપો આપી ઉમંગને મારી નાખ્યો હતો અને લાશને પાણી ભરેલાં ખાબોચિયાંમાં ફેંકી દીધી હતી.

ઉમંગની હત્યા બાદ તેના વગર ઘરે પાછાં ફરવાની આરોપીની હિંમત ચાલી નહોતી. બીજી તરફ, મોડી રાત સુધી ઉમંગ અને આરોપી ઘરે પાછાં ના ફરતાં રાજવીર અને તેના પરિવારે બેઉની શોધખોળ શરૂ કરેલી. આરોપીએ તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. વહેલી પરોઢે ચારેક વાગ્યે આરોપીએ તેનો ફોન ચાલું કરીને એમ.પી રહેતાં તેના ભાઈને સઘળી વાત કરી હતી. ભાઈએ તુરંત રાજવીરને બનાવ અંગે જાણ કરી હતી. બનાવ અંગે રાજવીરે આરોપી સામે મર્ડરની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે મરણ જનાર ઉમંગ ત્રણ દીકરીઓ વચ્ચે એકનો એક દીકરો હતો.

મામલા અંગે જાણ થતાં ભચાઉ પીઆઈ એસ.વી. ગોજીયા અને તેમની ટીમ પણ પર સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઉમંગના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલી આપ્યો છે. આરોપી ખરેખર સગીર વયનો છે કે કેમ તે જાણવા પોલીસે તેની શાળાનું લિવિંગ સર્ટીફિકેટ તેમજ મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબી: જેતપર (મચ્છુ) ગામે આધેડની કરપીણ હત્યા

મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે જીઇબી પાવરહાઉસ સામે રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ આઘારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મયુરભાઈ હરખાભાઇ માલણીયાત રહે.જેતપર(મચ્છુ) વિરુદ્ધ ફરિયાદીના પિતાને માથામાં તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યા અંગે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસીની હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર હત્યાના બનાવની ટૂંક વિગત મુજબ જેતપર ગામે રહેતા ફરિયાદી અરવિંદભાઈની પત્ની તથા માતા ગઈકાલે તા. 27/05 ના રોજ તેમની પાડોશમાં રહેતા હત્યારા આરોપી મયૂરભાઈના ઘરે આરોપીની રાવ કરવા ગયા હતા કે તા.26/05ની રાત્રીએ આરોપી મયૂરભાઈએ ફરિયાદી અરવિંદભાઈનો ઘરનો દરવાજો કેમ ખખડાવ્યો હતો જેથી આરોપીની પત્ની અને માતા સાથે સામાન્ય બોલાચાલી ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી આરોપી મયૂરભાઈએ બપોરના સમયે ફરિયાદીના પિતા ચંદુભાઈ અઘારીયા ઘર પાસે એકલા હોય ત્યારે આરોપી મયૂરભાઈએ ચંદુભાઈ ઉપર તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી હુમલો કરી મયુરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો. હુમલાના બનાવમાં ચંદુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ તેઇને જેતપર સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવારમાં મોરબી બાદ રાજકોટ રીફર કરાયા હતા જ્યાં ટૂંકી સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચંદુભાઇએ થયેલ ગંભીર ઇજાઓને કારણે દમ તોડ્યો હતો ત્યારે બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી આરોપીની અટકાયત કરવા તપાસના ચાજરો ગતિમાન કર્યા છે.

  • ભુજ: સસરાએ દારૂના ધંધાર્થીને રહેંસી નાખ્યો
  • સાસુ-સસરા અને જમાઇ વચ્ચે કોઇ મુદ્ે થયેલી માથાકુટમાં કરૂણ અંજામ

ભુજ શહેરની લોટસ કોલોની પાસેના વાલ્મીકિનગરમાં રહેતો દારૂનો ધંધાર્થી ઇબ્રાહીમ હાસમ કેવર (ઉ.વ. 30)ને તેના સસરાએજ છરી ઝીકી દઇ હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. રાતના દશેક વાગ્યે ઇબ્રાહીમને પીઠથી ગળાના ભાગે  છરીથી ગંભીર પ્રકારની ઇજા થતાં તેને તાબડતોબ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ  સારવાર કારગત ન નીવડતાં તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ જઇ રાત્રે 12 વાગ્યે ઇબ્રાહીમના પરિજનો પાસેથી મળેલી વિગતો મુજબ આરોપી બસીર પઠાણ (મૂળ અમદાવાદનો ) છે. ઇબ્રાહીમ અને બસીરનો ભેટો આઠેક વર્ષ પૂર્વે થયો હતો અને ઇબ્રાહીમ તેને ભુજ લઇ આવ્યો હતો. ઇબ્રાહીમે બસીરને કામ પર રાખ્યો હતો. આ દરમ્યાન, ઇબ્રાહીમના સસરાનું નિધન થયું હતું. આ બાદ ઇબ્રાહીમના સાસુએ બસીર સાથે નિકાહ કરી લેતાં બસીર સંબંધમાં સસરો થયો હતો. હજુ થોડા દિવસ પૂર્વે ઇબ્રાહીમ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. સાસુ-સસરા અને જમાઇ વચ્ચે ધંધા અથવા પૈસાની લેતી-દેતી મુદ્દે ખટરાગ ચાલતો હોઇ સાસુ અને સસરા બસીર ઇબ્રાહીમના ઘરે ધસી જઇ ઝઘડો થતાં બસીરે ઇબ્રાહીમની હત્યા નિપજાવી હતી. આ બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટયા હોવાની વિગતો ઇબ્રાહીમના કુટુંબીઓ પાસેથી મળી છે. આ બનાવના પગલે હોસ્પિટલમાં પરિજનો અને સંબંધીઓના ટોળાં ઉમટયા હતા.  કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલસીબી, બી-ડિવિઝન પોલીસ તથા હોમગાર્ડના જવાનો ધસી આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા હત્યારાને ઝડપી લેવા દોડધામ આદરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.