આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત
સૌરાષ્ટ્ર-કચ્છ કક્ષાનું ભાજપ લીગલ સેલનું આગામી તા. 9 ને શનિવારને સાંજે 6 કલાકે મહાસંમેલન યોજાવાનું છે. જે કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ લીગલ સેલના નવ નિયુકત સર ક્ધવીનર અને સીનીયર ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇએ સમગ્ર કાર્યક્રમની પત્રકારોને વિસ્તૃત માહીતી આપી હતી. આ તકે રાજયસભાના સભ્ય રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્ર્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, પરેશ ઠાકર, સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી અને રક્ષીતભાઇ કલોલ ઉ5સ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજકોટ જીલ્લાના પૂર્વ ડિસ્ટ્રીકટ ગર્વમેન્ટ પ્લીડર અનિલભાઈ દેસાઈની પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુકિત કરેલી છે. ભાજપ લીગલ સેલ ધ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલોનું મહાસંમેલન રાજકોટ ખાતે યોજવાની જવાબદારી સોપવામાં આવેલું છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સૌ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો ઘ્વારા જોડાવાની અપીલ કરી છે ત્યારે 75 વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાશાસ્ત્રીશ્રીઓને એકતાતણે બાંધવા માટે સૌપ્રથમ પ્રયાસ કરી આ સંમેલનનું આયોજન કરવાની મને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલએ એક તક આપી છે તેથી સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જીલ્લાઓમાંથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોનું પ્રથમ વખત વિશાળ સંમેલન રાજકોટ ખાતે તા.9ને શનિવારે સાંજે 6:00 વાગ્યે કાલાવડ રોડ, બી.એ.પી.એસ. શ્રીસ્વામિનારાયણ મંદિર, રાજકોટના સભાગૃહમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને યોજાશે . ભાજપના લીગલ સેલ વકીલ મહાસંમેલનને સફળ બનાવવા માટે જે. જે. પટેલ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભુમિ ઘ્વારકા જીલ્લાના વિદ્યુતવેગી પ્રવાસ કરશે ઉપરાંત રાજકોટના સિનિયર વકીલોની વિવિધ ટીમો તથા અનિલભાઈ દેસાઈ (પ્રદેશ સહસંયોજક)એ પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્છ, મોરબી સહિતના જીલ્લાઓનો પ્રવાસ કરી, મીટીંગો કરી સંપર્ક સાધી મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે વિવિધ જીલ્લા-મહાનગરોના લીગલ સેલના સંયોજક, સહસંયોજક ઘ્વારા પ્રવાસ કરીને રૂબરૂ આમંત્રણ અપાઈ રહયા છે. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સુરત મુકામે હોવાથી કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો છે. પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આટલી વ્યસ્તતા વચ્ચે પણ રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છના વકીલોના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સહભાગી થવા માટે પોતાના કાર્યક્રમમાં અતિ વ્યસ્તતા વચ્ચે પણ રાજકોટ આવવા માટે લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈને રાજકોટ આવવા માટેની ખાત્રી આપી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજયના મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને હોદેદારોની ઉ5સ્થિતિ રહેશે
સમગ્ર ગુજરાતમાં વકીલોની સંખ્યામાં ઉતરોતર વધારો થવાથી વકીલો પ્રવર્તમાન સંજોગોમાંના કાયદાઓથી જ્ઞાત થઈને વકીલાતના વ્યવસાયના નવા આયામો માટે સજજ થાય તે પણ એટલું જ જરૂરી છે અને તેના માટે કાયદાકીય માર્ગદર્શન માટે અભ્યાસ વર્ગો અને સેમિનારો, વર્કશોપોનું આયોજન ક2વામાં આવશે અને કાયદાકીય તજજ્ઞો ઘ્વા2ા માર્ગદર્શન આપવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે નીચેની અદાલતોમાં પેન્ડીંગ કેસોના સંદર્ભમાં ખુબ ચિંતીત છે, પેન્ડીંગ કેસોના નિકાલ માટે લોક અદાલતો, સમાધાન પંચ અને સરકારી વિભાગોના પેંડીંગ કેસો માટે વિવિધ પ્રકારની લોક અદાલતો કરી પેન્ડીંગ કેસોનો નિકાલ ક2વાના સંદર્ભમાં બાર એસોસીએશનો અને ન્યાય તંત્રના સહયોગથી વકીલો સક્રિયતાથી આ અભીયાનમાં જોડાશે.
બી.જે.પી. લીગલ સેલના સહસંયોજક તરીકે એડવોકેટ અનિલભાઇની નિયુકિત બાદ રાજકોટ વકીલ સંમેલનના પ્રથમ વખત યજમાન બનશે
સને 2014માં નરેન્દ્રભાઈ મોદી વડા પ્રધાન બન્યા બાદ સમગ્ર દેશમાં કેન્દ્ર અને રાજયમાં ઘણાં કાયદાઓ પ્રર્વતમાન સ્થિતીમાં અપ્રસ્તુત હોવાથી કાયદાઓ રદ કરેલા છે તેવીજ રીતે પ્રર્વતમાન જરૂરીયાતને ધ્યાનમાં લઈને ભારતને આંતર રાષ્ટ્રીય દૃષ્ટીકોણથી તેમજ આર્થીક ઉદારીકરણને કારણે ભારતમાં ઝડપી વિકાસને ધ્યાને લઈ પ્રર્વતમાન કાયદામાં સુધારાઓ અને નવા કાયદાઓની જરૂરીયાતો ઉભી થાય તે માટે ભાજપ લીગલ સેલ, બાર એસોસીએશનો, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સહીતના સૌએ સાથે મળીને ન્યાયીક સુધારાઓ માટે સજજ બનવુ પડશે તે દિશામાં ન્યાય તંત્રને, કાયદા વિભાગને અમારો પુરતો સહયોગ રહેશે.
રાજકોટમાં યોજાનારા વકીલ મહાસંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 વર્ષથી વધુ સમયથી વિકલાતના વ્યવસાયમાં યોગદાન આપનારા સિનીયર ધારાશાસ્ત્રીઓનું ગ2ીમાં પૂર્ણ 2ીતે સન્માન ક2વામાં આવશે.
18 જેટલી ટ્રીબ્યુનલ રાજકોટ અને સુરતને ફાળવવા માંગ
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર હસ્તકની અમદાવાદ ખાતે 18 જેટલી ટ્રીબ્યુનલો કાર્ય2ત છે. આ ટ્રીબ્યુનલોની સુનાવણી અમદાવાદ ખાતે થતી હોવાના કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, સોમનાથ, જામનગર, કચ્છ તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના અને ઉતર ગુજરાતના સરહદી જીલ્લા મથકોથી અમદાવાદ આવવા – જવામાં ઘણી પ્રતિકુળતા થાય છે અને પક્ષકારોને પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે, તેથી આ ટ્રીબ્યુનલોની સુનાવણી અમદાવાદ ઉપરાંત કાર્યભારણને ઘ્યાનમાં લઈ રાજકોટ અને સુરત રાખવામાં આવે તે માટે સ2કા2માં 2જુઆત કરી કાયદાકીય અને વહીવટી દૃષ્ટીએ સરળ અને ઝડપી ન્યાય અપાવવામાં એક અગત્યનું કદમ ગણાશે.
આઝાદીની લડતમાં વકીલોનું યોગદાન મહત્વનું રહ્યું
આઝાદી ની લડતમાં વકીલો અગ્રેસર રહ્યા હતા તેવીજ રીતે ભાજપના અને સંધના વિકાસના પ્રાથમિક તબકકામાં વકીલોનું મહત્વનું યોગદાન રહ્યું છે, પૂર્વ સાંસદ સ્વ. ચીમનભાઈ શુકલ (રાજકોટ), પૂર્વ સાંસદ સ્વ. સુર્યકાંતભાઈ આચાર્ય (જુનાગઢ), પૂર્વ સાંસદ સ્વ. અનંતભાઈ દવે (કચ્છમાંડવી), ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. ધીરૂભાઈ શાહ (ગાંધીધામ- કચ્છ), રાજકોટના પૂર્વ મેયર સ્વ. વિનોદભાઈ શેઠ, કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ભારતીય મજદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઈ દવે, પુર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારાજ, સ્વ. જશુભાઈ કાનાબાર (અમરેલી), વસંતભાઈ આશ2 (અમરેલી), એમ. એન. લાલવાણી (જુનાગઢ), કિશોરભાઈ કોટક (વેરાવળ), કિશોરભાઈ દવે (અમરેલી) અને પૂર્વ ધારાસભ્ય સ્વ.અરવિંદભાઈ મણીયાર (રાજકોટ), પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં વર્ષો સુધી કાર્યરત હતા તેવા સ્વ. પ્રવિણભાઈ મણીયાર (રાજકોટ), યશવંતભાઈ ભટ્ટ(રાજકોટ), સ્વ. મનોજભાઈ પારેખ (ધોરાજી) સ્વ. મધુભાઈ મહેતા (પોરબંદર), સ્વ. ગોવિંદભાઈ દેસાઈ(ગોંડલ), સ્વ. ભીખુભાઈ ભટ્ટ (ભાવનગર) સહિત અનેક સીનીય2 ધા2ાશાસ્ત્રીઓનું યોગદાન રહેલ છે.