અનેક ગામડાઓમાં ટેન્કર રાજ: મહાનગરોમાં પણ એકાંતરાથી લઈ ત્રણ દિવસે પાણી વિતરણ: બોર ડુકયા, ચોમાસા સુધી ખેંચવું એક પડકારજનક

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદને કારણે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છની હાલત પાણી પ્રશ્ર્ને ખુબજ દયનીય બની જવા પામી છે. સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયો પૈકી ૭૮ જળાશયો તળીયા ઝાટક થઈ ગયા છે તો અન્ય જળાશયોમાં માત્ર ડેમના તળીયા ઢંકાય તેટલું ૧૧.૮૨ ટકા જ પાણી બચ્યું છે. હવે એકમાત્ર નર્મદા મૈયા જ જીવાદોરી અને તારણહાર બનશે. સૌરાષ્ટ્ર પર ભયંકર જળ સંકટનો ખતરો ઝળુંબી રહ્યો છે.

ગામડાઓમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે તો રાજકોટને બાદ કરતા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના મહાનગરો અને શહેરોમાં એકાંતરાથી લઈ ચાર દિવસે એકવાર લોકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. મુંગા પશુઓની હાલત વધુ દયનીય બની જવા પામી છે. લોકોને ચોમાસા સુધી પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહે અને પશુઓને ઘાસચારો મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે તાકીદની બેઠક બોલાવી છે. ચોમાસા સુધી લોકોને પાણી આપવું તંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે.203628479129546933 10216803048174517 21056657 n

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદને કારણે ઉનાળાના આરંભે જ સૌરાષ્ટ્રમાં જળ સંકટના ડાકલા વાગવા માંડયા હતા. કાળઝાળ ઉનાળાના દિવસો જેમ જેમ પસાર થતાં જાય છે તેમ તેમ રાજયભરમાં જળ સંકટ ઘેરુ બનતું જાય છે. શહેરી વિસ્તાર કરતા ગામડાની પરિસ્થિતિ ખુબજ દયનીય છે. અહીં એક બેડા પાણી માટે મહિલાઓએ ભારે વલખા મારવા પડે છે. સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં માત્ર ૧૧.૮૨ ટકા જેટલું જ પાણી બચ્યું છે. બે જળાશયો એવા છે જેમાં પાણીનો જથ્થો ૭૦ થી ૯૦ ટકા સુધી છે.

જયારે ૭૮ જળાશયો સંપૂર્ણપર્ણે તળીયા ઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રની સ્થિતિ પાણી પ્રશ્નેખુબજ ખરાબ હોવાના કારણે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રને દરરોજ ૧૯૦ કરોડ લીટર નર્મદાનું પહોંચાડવામાં આવે છે. કચ્છની સ્થિતિ પર નજર કરવામાં આવે તો કચ્છના ૨૦ જળાશયોમાં માત્ર ૧૩.૭૩ ટકા જ પાણી બચ્યું છે. આવામાં કચ્છમાં પણ આગામી દિવસોમાં જળ સંકટ ઘેરુ બને તેવી સંભાવના જણાય રહી છે.india drought quer

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં પણ માત્ર ૧૬.૬૦ ટકા જ પાણી બચ્યું છે. હજુ એપ્રિલ માસનો અંત આવ્યો છે. કાળઝાળ ગરમીમાં મે અને જૂન માસ પસાર કરવાના બાકી છે. આવામાં જળ સંકટ વધુને વધુ ઘેરુ બનશે અને લોકો પાણી માટે ત્રાહિમામ પોકારી જાય તેવી સંભાવના પણ જણાય રહી છે. રાજકોટ જિલ્લાના ૧૬ ગામો અને ૧૫ પરા વિસ્તાર હાર સંપૂર્ણપર્ણે ટેન્કરના ભરોસે છે.

માત્ર રાજકોટ શહેરને ૨૦ મીનીટ પાણી મળી રહ્યું છે. જૂનાગઢને વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં દર ચોથા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૧૪ જળાશયો પૈકી ૫ જળાશયો તળીયા ઝાટક બની ગયા છે. જૂનાગઢ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ટેન્કરના ૩૫૦થી વધુ ફેરા દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જામનગરની ૬૫ સોસાયટીઓ ટેન્કર ભરોસે છે. રણજીત સાગર ડેમમાં માત્ર ૬ ફૂટ પાણી છે. જિલ્લાના ૧૩ ગામ અને ૩૧ વાડી વિસ્તારમાં ૧૧૨ ફેરાથી પાણી આપવામાં આવે છે. જયારે શહેરમાં પણ ૧૧૭ ટેન્કરો દોડાવવામાં આવી રહ્યાં છે.water 1 1

પોરબંદરમાં ૨ થી ૩ દિવસે એકવાર માંડ પાણી આપવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચાર દિવસે પાણી અપાય છે. સૌરાષ્ટ્રના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, પડધરી, કોટડા સાંગાણી, ટંકારા, કેશોદ, માંગરોળ, જૂનાગઢ, અમરેલી, રાજુલા, સાવરકુંડલા, બગસરા, ખંભાળીયા, ઓખા, સુરેન્દ્રનગર, વઢવાણ, ચોટીલા, સાયલા, મુળી, દસાડા સહિતના ગામોની હાલત પણ ખુબજ દયનીય છે. આ વિસ્તારોમાં ત્રણ દિવસથી લઈ અઠવાડિયામાં એક વખત પાણી આપવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ પર નજર કરવામાં આવે તો રાજકોટના ૧૯ જળાશયોમાં માત્ર ૧૧૭૪ એમસીએફટી, જામનગરના ૧૪ જળાશયોમાં ૬૦૭ એમસીએફટી, સુરેન્દ્રનગરના ૧૧ જળાશયોમાં ૫૨૬ એમસીએફટી, ગીર-સોમનાથ જિલ્લાના ૫ જળાશયોમાં ૮૫૦ એમસીએફટી, જૂનાગઢ જિલ્લાના ૯ જળાશયોમાં ૧૧૭ એમસીએફટી જીવંત જળ જથ્થો ઉપલબ્ધ છે. જયારે દ્વારકા જિલ્લાના ૫ જળાશયોમાં એક પણ ટીપુ પાણી બચ્યુ નથી. આ વાત પરથી એ ફલીત થાય છે કે, રાજયમાં જળ સંકટ ખૂબજ ઘેરુ બની રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની હાલત ખુબજ દયનીય છે. બોર પણ ડુકી જવાના કારણે હવે લોકો પાણી માટે રીતસર વલખા મારી રહ્યાં છે.

ગઈકાલે રાજયના નાયબ મુખ્યમંત્રીએ એવો ખુલ્લાસો કર્યો હતો કે, રાજયના ૭૮ જળાશયો સંપૂર્ણપરે તળીયા ઝાટક થઈ ગયા છે પરંતુ સરકાર તમામ લોકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં પૂરું પાડશે અને ઉનાળો સાંગોપાંગ પુરો કરાવી દેશે. હાલ ૮૯૧૧ ગામડા, ૧૬૫ શહેર અને ૬ મહાનગરોમાં નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ હજુ ૧૧૯ મીટર સુધી ભરેલો હોવાના કારણે લોકોને પીવાના પાણીનું કોઈપણ સમસ્યા વેઠવી નહીં પડે તેવું સરકાર ચોકકસ જણાવી રહી છે. પરંતુ કાગળ પર અને વાસ્તવિકતામાં ઘણો ફેર છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની હાલત પાણી પ્રશ્ર્ને ખુબજ વિકટ છે. એક-એક બેડા માટે મહિલાઓએ કિલોમીટર સુધી જવું પડે છે. પશુઓને પૂરું પાણી અને ઘાસચારો મળતો નથી. હજુ ચોમાસાની સીઝનને બે મહિના બાકી હોય સૌરાષ્ટ્ર-કચ્છ પર ભયંકર જળ સંકટ ઝળુંબી રહ્યું છે.

રાજયમાં જળસંકટ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને બેઠક

ઉનાળાનાં દિવસોમાં લોકોને પીવાનું પુરું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા ચર્ચા-વિચારણા

કાળઝાળ ઉનાળામાં રાજયમાં અનેક વિસ્તારોમાં જળસંકટનાં ભણકારા વાગી રહ્યા છે. આકરા ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળી રહે અને પશુધનને પર્યાપ્ત માત્રામાં ઘાસચારો મળી રહે તે અંગે ચર્ચા-વિચારણા અને વ્યવસ્થા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક મળશે. જેમાં રાજય સરકારનાં કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે.

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદનાં કારણે રાજયભરમાં જળસંકટનાં ભણકારા વાગી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં જળાશયોમાં ખુબ જ ઓછું પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ ખુબ જ દયનીય છે. આ વિસ્તારોમાં ચોમાસા સુધી લોકોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને જ‚રી કામોની ચર્ચા-વિચારણા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.