નાની બ્રીડનાં શ્ર્વાનનો ફેશન શો: ૨૬ પ્રજાતીના શ્ર્વાનો ભાગ લેશે: શ્ર્વાન માલીકોને નામ નોંધાવવા અપીલ.
સૌરાષ્ટ્ર-કચ્છ પેટ શોપ એસો. દ્વારા તા.૨૮ને રવિવારે ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ઓપન સૌરાષ્ટ્ર કચ્છનાં ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઈચ્છુક શ્ર્વાન માલિકોએ નજીકના પેટ શોપ ખાતે તાત્કાલીક એન્ટ્રી નોંધાવી દે, નામ નોંધાવવા છેલ્લી તા.૨૬ સુધીમાં નોંધાવવાના રહેશે.
આ ડોગ શોમાં ૨૬થી વધુ પ્રજાતીના કુલ ૬૦૦ શ્ર્વાનો સાથે ૫૦૦ ગ્રામથી લઈને ૧૨૦ કિલોનાં કદાવર શ્ર્વાનો સૌરા.કચ્છમાંથી રાજકોટ ભાગ લેવા આવવાના છે. શોમાં નાની બ્રીડના શ્ર્વાનનો ફેશન-શો-કેટવોક યોજાશે. નગરજનો તથા શ્ર્વાસ લવર્સ માટે શ્રેષ્ઠ આયોજનમાં વિશાળરીંગ-વેઈટીંગ રીંગ-સ્ટેજ-લોખંડની બેરીગેટ-વિશાળ પાર્કિંગ સાથે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ડોગ શોમાં ડોગ લવર્સ તથા જાહેર જનતાને જોવા આવનારને વિવિધ શ્ર્વાનની ટ્રીટમેન્ટ, ડોગ ટ્રેનીંગ જેવી વિવિધ જનજાગૃતિ જેવી વાતો પણ જાણવા મળશે. વેટરનરીના વિવિધ સ્ટોલ પરથી શ્ર્વાન માલિકોને તેના શ્ર્વાન માટે ઉપયોગી સમજ સાથે વિવિધ માર્ગદર્શન અપાશે. દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર વિજેતાને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર પણ અપાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાકીર સૈયદ, ભુવનેશ પંડયા, અ‚ણ દવે, સુનિલ ચૌહાણ, આશિષભાઈ સહિતના કમીટી મેમ્બરો વિવિધ કમીટીની રચનાના ક્ધવીનરો સર્વ અલિભાઈ, મયુરભાઈ સોહિલભાઈ, સંજયભાઈ, વત્સલભાઈ, કેડી શર્મા, કેવીન પટેલ, પ્રેમ કાપડી, વિમલભાઈ તથા રણજીતભાઈ ડોડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.ખાસ આકર્ષણના ભાગ‚પે અમુક શ્ર્વાનની પ્રજાતી ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ આંગણે શ્ર્વાન માલિકો પાસે છે તે પ્રથમવાર જોવા મળશે. વિશેષ માહિતી માટે અ‚ણ દવે ૯૮૨૫૦ ૭૮૦૦૦, ભુવનેશ પંડયા ૯૮૨૫૪ ૪૦૦૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.