“શહીદોના પરિવારને એક કરોડની સહાય અને સરકારી નોકરી આપવામા આવે”
ભારત માતાના પનોતા પુત્રો જવાનોની શહાદતાના માનમા કલેકટરને આવેદન આપવાના કાર્યક્રમ સાથે મંડળના સભ્યો અબતકની આંગણે
જમ્મી કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૪ થી વધુ જવાનોની વ્હારે આજે સમગ દેશ ઉભો છે ત્યારે જે જવાનો શહીદ થયા છે તે તમામને સરકાર દ્વારા શહિદનો દરજજો આપવામાં આવે અને આ જવાનોના પરીવારને જીવન નિર્વાહ માટે રોકડ રકમની સાથે સાથે સરકારી નોકરી આપવામાં આવે તેવી રજુઆત સાથે સૌરાષ્ટ્ર્ર-કચ્છના માજી સૈનિક અનુજાતિ અનુ જનજાતિ સેવા મંડળના સભ્યોએ અબતકની મુલાકા લીધી હતી.
સૌરાષ્ટ્ર કચ્છ માજી સૈનિક અનુજાતિ અનુ જનજાતિ સેગા મંડળના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રજુઆત કરવામાં આવી છે. જે સીઆરપીએફના જવાનો ઉપર આર.ડી.એકસ વિકલનો બ્લાસ્ટ કરવામાં આવેલ હતો. તેમાં ૪૪ જવાનને તેમના પ્રાણની આહુતિ આપણી છે અને આજે આખા ભારતના લોકોમા ખુબ ક્રોધ અને ગુસ્સો છે તો આ આવેદન ઉપર આપના તરફથી કાર્યવાહી કરવામાં આવે. શહીદ જવાનને એક કરોડ રૂપિયા અને તેમના ધર્મપત્નીને નોકરી આપવામાં આવે જેમ ઉત્તર પ્રદેશ ના એપલ કંપનીના મેનેજરને ઉત્તર પ્રદેશ પુલીસ દ્વારા ગોલી મારવામાં આવી હતી. અને તેમને રોકડ એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અને તેમના ધર્મપત્નીને કલાસ વન ઓફીસરની નોકરી આપવામાં આવી હતી અને આજે દેશની રક્ષા કાજે જવાન શહિદ થયા તો ભારત સરકાર તરફથી શહીદ જવાનના માતા પિતા અને તેમના ધર્મપત્નીને એક કરોડ રૂપિયા આપવામાં આવે અને જે જવાન ૨૦૦૫ ના ભરતી થયા છે તેમના પત્નીને પેન્શન મળવાની વ્યવસ્થા આવે અને તેમના પત્ની અને ઘરના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.
પુલવામાના શહીદોને શ્રઘ્ઘંજલી રુપે ભારત ગણરાજય જમ્મુ કાશ્મીર રાજયના પુલવા ખાતે તા. ૧૪-૨ ના સીઆરપીએફ ના કાફલા ઉ૫ર આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવેલ જે હુમલામાં સીઆરપીએફ ના ૪૪ જવાનો શહીદ થયેલ અને અન્ય જવાનો ગંભીર રીતે ઇજાઓ થવા પામેલ છે.ભારત માતાના પનોતા પુત્રો જવાનોની આ શહાદતના માનમાં રાજકોટમાં ડો. બાબા આંબેકડર સાહેબ ના સ્ટેચ્યુથી રાજકોટ કલેકટર ને આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલ છે જે કાલે સાંજે ૪ કલાકે રાખેલ છે.