રોડ-રસ્તા અને બજારોમાં રોનક જોવા મળી: પ્રથમ દિવસે પાન-માવાના ગલ્લા, એજન્સીઓ અને ફરસાણની દુકાનો બહાર કતારો જામી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા એજન્સી સહિતની દૂકાનો બંધ કરાવતું પોલીસતંત્ર
નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં છૂટછાટ મળતા સમગ્ર સૌરાષ્ટ્ર ફરી ગતિશીલ બન્યું છે. રોડ- રસ્તા અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. પ્રથમ દિવસે જ પાન- માવાના ગલ્લા અને એજન્સીઓની બહાર લોકોની કતારો જામી હતી. અને જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જેથી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.
સૌરાષ્ટ્રમાં આજથી ખૂબ હળવા લોકડાઉન-૪નો પ્રારંભ થયો છે. જેના લીધે આજે સવારથી જ રોડ- રસ્તા અને બજારો લોકોની ચહલ પહલના કારણે ધમધમતા થયા હતા. છેલ્લા ૫૫ દિવસથી ઘરમાં રહેલા લોકો આજે છૂટ મળતાની સાથે જ બહાર નીકળી પડ્યા હતા. ખાસ કરીને પાન- માવાના ગલ્લા અને ફરસાણની દુકાનો બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેમાં પણ રાજકોટના કરણપરા વિસ્તારમાં ઘણી એજન્સીઓ આવેલી છે. ત્યાં વ્યસનીઓની ભારે ભીડ જોવા મળી હતી.
આ અંગે જાણ થતા પોલીસ કરણપરામાં દોડી ગઈ હતી. જો કે સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા પોલીસે એજન્સીઓ બંધ પણ કરાવી હોવાના બનાવો સામે આવ્યા છે.
આવા બનાવો સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ બન્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્રને છૂટછાટ મળી છે.પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી બને છે. નહિતર આ છૂટછાટ લાંબો સમય સુધી રહેશે નહીં.
ઉપરાંત ઉપલેટામાં આજે ઘણા લાંબા સમય બાદ બજારો ખુલતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. દુકાનો ખુલતાની સાથે જ લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતા. સાથે અનેક લોકો તો માત્ર બજારની રોનક જોવા જ બહાર નીકળયા હતા. આમ ઉપલેટા શહેર ઘણા દિવસો બાદ આજે ધમધમતું થયું છે.
એસટી બસ શરૂ તાં હજુ બે દિવસ લાગે તેવી શકયતા: ગાઈડલાઈનની જોવાતી રાહ
રાજ્ય સરકારે આજી એસટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ એસટી બસની સેવા સંપૂર્ણ રીતે શરૂ કરવામાં હજુ બે દિવસ જેટલો સમય ઇ શકે છે. હજુ પણ એસટી વિભાગને ઉપરી કોઈ ગાઈડલાઈન મળી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે એસટી વિભાગ ટૂંકા અંતરના રૂટ આજી જ શરૂ કરી શકે તેમ છે. પરંતુ હજુ ગાઈડલાઈન ન મળી હોય આ રૂટ ચાલુ કરવામાં આવ્યા ની. હાલ તો એસટી તંત્ર દ્વારા ગાઈડલાઈનની આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે.