• મધ્યપ્રદેશ તરફથી રિષભ ચૌહાણે સર્વાધિક 5 વિકેટ ઝડપી
  • 295 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમની નબળી શરૂઆત , 15 ઓવરના અંતે 60 રન બનાવી 2 વિકેટ ગુમાવી

અંડર 25 સ્ટેટ-એ ટ્રોફીનો ફાઇનલ મેચ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે રમાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી મધ્યપ્રદેશ સામે પ્રથમ બેટિંગ કરવાનું નિર્ણય લીધો છે. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રની ટીમે 50 ઓવારના અંતે 294 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો અને ડ્રાઇવીંગ સીટ ઉપર આવી ગયું છે. શરૂઆતમાં સૌરાષ્ટ્રની ટીમે  તેના અપનરોને સસ્તામાં  ગુમાવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના ઓપનાર તરીકે ઉતરેલા તરંગ ગોહેલ અને વિશ્વરાજસિંહ જાડેજા 3 અને 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. વન ડાઉન અને ટૂ ડાઉન તરીકે ક્રીઝ પર ઉતરેલા જય ગોહિલ અને હાર્વિક કોટકે બાજી સાંભળી લીધી છે જેમાં જય ગોહેલ 81 રનની તોફાની ઈંનિંગ રમી હતી. તો સામે હાર્વિક કોટકે આક્રમક રમત દાખવી 74 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ પી.રાણાએ 35 રન અને ગજ્જર સમરે 62 રન બનાવી સટા સટી બોલાવી હતી અને મધ્યપ્રદેશ ની ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી.

મધ્યપ્રદેશ તરફથી  રિસભ ચૌહાણે સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી. ત્યારે રિત્વિક દીવાન અને ઈશાન આફ્રિદીએ 1-1 વિકેટ ઝડપી હતી. હાલ જે સ્થિતિમાં સૌરાષ્ટ્રની ટીમ જોવા મળી રહી છે તેને જોતા એવા સ્પષ્ટ છે કે ફાઇનલ મેચ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે જ્યાં ટીમનો વિજય નિશ્ચિત લાગે છે. સૌરાષ્ટ્રની ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટમેનોએ બાજી સંભાળી હતી અને તેમને આક્રમક રમત રમી ખૂબ સારો સ્કોર ઉભો કર્યો હતો. સૌરાષ્ટ્રની ટીમમાં હજુ પણ ઘણા સારા એવા ખેલાડીઓ છે કે જે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સક્ષમ છે એ મેચને કોઈપણ સમયે જીતાડવા માટે સક્ષમ છે.

અંડર 25 સ્ટેટ- એ ટ્રોફી નો ફાઇનલ મેચ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે.295 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમને 15 ઓવરના અંતે 60 બનાવી બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી છે ત્યારે હવે મધ્યપ્રદેશ એ ટીમ માટે 295 રન ના લક્ષ્યાંક સુધી પહોંચવું કપડું સાબિત થઈ શકે છે. ની સ્થિતિને ધ્યાને લઇ સૌરાષ્ટ્રની સ્થિતિ અત્યંત મજબૂત સ્થિતિમાં હોવાના કારણે ફાઇનલ મેચ જીતવો આસાન બની રહેશે. સૌરાષ્ટ્ર ટીમ ના આદિત્ય સિંહ જાડેજા એ સર્વાધિક બે વિકેટ ઝડપી છે અને મધ્યપ્રદેશની ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધું છે.

મધ્યપ્રદેશ સામે સૌરાષ્ટ્ર ટીમની પ્લેયઈંગ ઇલેવન

આદિત્યસિંહ જાડેજા, દેવાંગ કરમટા,  ગજ્જર સમર, હાર્વિક કોટક,  જય ગોહિલ ( સુકાની ),  પી. રાણા, પ્રણવ કારીયા, રિશી પટેલ, તરંગ ગોહેલ ( વિકેટકીપર ), વિશ્વરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ ડોડીયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.