ગૌરવવંતી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલને ૧૨૦ વર્ષ પૂર્ણ
શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે થશે લોકાર્પણ
રાજકોટની એક સમયની ગૌરવવંતી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નવા રંગરૂપ સાથે આગળ વધી રહી છે. ૧૪, જાન્યુઆરી ૧૯૦૦૦ના રોજ જ્યારે સ્વતંત્ર ભારતનું અસ્તિત્વ ન હતું ત્યારે સમાજશ્રેષ્ઠ શ્રી ઘનશ્યામ પંડીતે શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સ્થાપના કરી હતી. આજે આ સ્કૂલને ૧૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. સૌરાષ્ટ્ર અને રાજકોટની પાંચ પાંચ પેઢી જયાં ભણી ચૂકી હોય તેવીછ આ વિરલ શાળા છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ભવ્ય વારસાને આગળ વધારતા હાલના સંચાલક મંડળના સભ્યોએ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલને નવો ઓપ આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટને એક નવું નજરાણું સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ભેટ આપવા જઇ રહ્યું છે. આગામી તા.૬, માર્ચના રોજ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે વિજયભાઇ ધોળકિયા ઓડીટોરીયમ સમાજને અર્પણ કરાશે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ અને રાજકોટના શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષિણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત બારોટ તેમજ લેખક-વકતા અને શિક્ષણ જગતના માંધાતા ડો. ભદ્વાયુભાઇ વછરાજાનીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ વર્તમાન સમયને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે બની છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલે છેલ્લા ૩ વર્ષમાં અસાધારણ સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરી છે. રાજકોટને ફરી એક વખત સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના સ્વરૂપમાં મઘ્વમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેવા હેતુની સંચાલક મંડળ આગળ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં હાલ લેંગ્વેજ લેબ, અદ્યવન કોન્ફરન્સ હોલ, મલ્ટીપલ એકટીવીટી તેમજ પ્રાર્થના માટે સુંદર હોલ, કોર્પોરેટ ઓફિસ, એડમીશન ઓફિસ, અદ્યતન કલાસરૂમ, સીસીટીવી કેમેરાથી સજજ સમગ્ર પરિસર, ૨૪ કલાક સીકયુરીટી સહિતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ વધુ સુવિધા ઉપલબ્ધ કરવાની સંસ્થાની નેમ છે. જેના પ્રથમ ચરણના ભાગરૂપે અદ્યતન ઓડીટોરીયમ સમાજને અર્પણ કરવા જઇ રહ્યા છીએ.
વિશેષ માહિતી આપવા સંસ્થાના ટ્રસ્ટી મુકેશ દોશી તેમજ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા નિર્મિત થયેલ વિજયભાઇ ધોળકિયા ઓડીટોરીયમ માટે બિલ્ડર કિશોરભાઇ કોટેચા, ટ્રાન્સપોર્ટર પી.ડી. અગ્રવાલ, ડો. નિદત પ્રભુદાસભાઇ બારોટ, સ્વ. ચંદ્રિકાબેન પ્રકાશભાઇ દોશી તેમજ દિલાવરસિંહ કાળુભા જાડેજા પરિવાર દ્વારા માતબાર રકમનું દાન પ્રાપ્ત થયું છે. આ ઓડીટોરીયમમાં ૧૮૨ પુશબેક સીટ મુકવામાં આવી છે. સમગ્ર ઓડીટોરીયમ સાઉન્ડ પ્રુફ બનાવવામાં આવેલ છે. સેન્ટ્રલી એ.સી. એવા આ ઓડીટોરીયમની ડીઝાઇન શહેરના ઇન્ટીરયર ડીઝાઇનાર હરેશભાઇ પરસાણા છે. રાજકોટના કોર્પોરેટ સામાજિક શૌક્ષણિક તેમજ સહકારી ક્ષેત્ર અને અન્યો ક્ષેત્રો માટે આ ઓડીટોયમ ઉપયોગી બની રહેશે.
ટ્રસ્ટ સંચાલિત ૯થી ૧૨ની અનુદાનિત શાળા ઉપરાંત ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચિંગના નામે અનુદાનિત બી.એડ. કોલેજ ચાલે છે. છેલ્લા થોડા વર્ષોમાં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના પરિસરમાં રૂપાંતર એક અદ્યતન શૈક્ષણિક સંકુલ જેવું થઇ રહ્યું છે.
આ શાળાની અંદર એકટીવીટી રૂમ એક નવી જ દિશા આપનારો બાળકો માટે તૈયાર થઇ રહ્યો છે જે માટે ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના અગ્રણી દાતા મંજુલાબેન મહેતા દ્વારા તેમના પરિવારના નામ સાથે દયાકુંવર અને ટપુલાલ બી. મહેતા પ્રાથમિક શાળા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શરૂ થવા જઇ રહી છે. જરૂરી મંજૂરી પણ મળી ચૂકી છે અને હાલમાં પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
તા.૬ માર્ચ ના સાંજે ૬.૩૦ કલાકે રમેશભાઇ ઓઝા દ્વારા વિજયભાઇ ધોળકિયા ઓડીટોરીયમનું લોકોર્પણ શહેર વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા ડો. નિદત બારોટ, મુકેશ દોશી, હરદેવસિંહ જાડેજાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના આચાર્ય ભરતભાઇ સુમકીયા, વિઝડમ સ્કૂલના આચાર્ય જયભાઇ પાઢ, સત્યજિતસિંહ જાડેજા ઉઠાવી રહ્યા છે.