જાન્યુઆરીમાં સ્વાઇનફલુના ૧૭ દર્દીઓના મોત: ૩૬ દર્દીઓ, ૬ની હાલત ગંભીર
ચાર માસમાં ૪૫૮ કેસ તાપમાન નીચે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો
સૌરાષ્ટ્રમાં ઠંડીના ચમકારા સામે સ્વાઇનફલુનો કહેર પણ યથાવત હોય તેમ એક જ દિવસમાં વધુ ચારપોઝીટીવ કેસ નોંધાયા છે. ચાલુ મહીનામાં સ્વાઇન ફલુના દર્દીઓની સંખ્યા ૧૦૦ ને પાર પહોંચી જવા પામી છે. જયારે ૧૭ દર્દીઓએ ચાલુ મહીના દરમિયાન સ્વાઇનફલુમાં જીવ ગુમાવ્યો છે. સપ્ટેમ્બરથી શરુ થયેલા સ્વાઇન ફલુના સિલસિલામાં ચાર મહિનામાં ૧૫૮ કેસ નોંધાયા હતા, જયારે ૨૦૧૯ ની શરુઆતથી જ સ્વાઇનફલુએ પોતાનો જોર બતાવતાં આંડકો ૧૦૦ ને પાર જતો રહ્યો છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇનફલુએ કહેર મચાવ્યો હોય તેમ તા.ર૯મી જાન્યુઆરીના દિવસે જ પોરબંદરની પર વર્ષીય મહિલા તથા રાજકોટના ૪૫ વર્ષીય મહીલા અને જામનગરમાં પણ એક દર્દી સહીત કુલ ત્રણ દર્દીઓના ભોગ લેવાયા હતા. જયારે ઉપલેટાના ચીખલીયા
ગામના ર૮ વર્ષના યુવાન, સાવરકુંડલાના ૪૫ વર્ષના મહીલાને બાબરા ગામના ૭૦ વર્ષના વૃઘ્ધ અને કાલાવાડ તાલુકાના પાતા મેધપર ગામના ૪૦ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવતા જ ચાલુ મહીનાનો આંકડો ૧૦૦ ને પાર પહોંચી ગયો છે.રાજકોટમાં ખાનગી અને સીવીલ હોસ્પિટલમાં હાલ ૩૬ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૬ દર્દીઓની હાલત ગંભીર જાણવા મળી રહી છે.
૧ સપ્ટેમ્બર ૨૦૧૮ થી સ્વાઇનફલુના કેસો નોંધાયા હતા. જે ૩૧ ડીસેમ્બર, ૨૦૧૮ સુધી ૧પ૮ સ્વાઇન ફલુ દર્દીઓના કેસ નોંધાયા હતા. નવા વર્ષની શરુઆત સાથે જ ઠંડીનો પારો નીચે આવતા સ્વાઇનફલુના કહેરમાં વધારો થયો હતો. ફકત જાન્યુઆરી માસના ૩૯ દિવસમાં જ રાજકોટમાં શહેર ગ્રામ્ય અને આસપાસના જીલ્લાઓમાંથી કુલ ૧૦૧ કેસ સ્વાઇનફલુના નોંધાયા છે. જેમાં ૧૭ દર્દીઓના ભોગ લેવાયા છે.
સ્વાઇનફલુના કહેર સામે લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. નોંધાયેલા સ્વાઇનફલુના કેસોમાં ૯૦ ટકા દર્દીઓ પપ વર્ષની વધુ વયના નોંધાયા છે. જયારે યુવાનોમાં પણ હાલ સ્વાઇનફલુની અસર જોવા મળી રહી છે.
જાન્યુઆરી માસની શરુઆતથી જ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડી વધતાની સાથે જ સ્વાઇનફલુ વાયરસ વધુ સક્રિય બન્યા હોય તેમ સ્વાઇનફલુ દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ફકત ૩૦ દિવસમાં ૧૦૧ સ્વાઇનફલુ કેસ નોંધાયા છે. સરેરાશ દરરોજ ત્રણ દર્દીઓ સ્વાઇનફલુની ઝપેટમાં આવી રહ્યા છે. જયારે ફકત ૩૦ દિવસમાં જ ૧૭ દર્દીઓએ સ્વાઇનફલુમાં દમ તોડતા લોકોમાં સ્વાઇનફલુનો કહેર વધી રહ્યો છે.
આરોગ્ય તંત્રના સઘન પ્રયાસો છતાં પણ સ્વાઇનફલુના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ તાપમાન નીચુ હોવાથી સ્વાઇનફલુ વાયરસ વધુ મજબુત બનવાની સંભાવના જોવા મળી રહી છે.