સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર જીલ્લામાં કાલે બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને મોરબી જીલ્લામાં ભારે વરસાદની સંભાવના: ઉત્તર મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી લઇ ૭ ઇંચ વરસાદ

ગુજરાતમાં સારા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજયમાં ચોમાસુ ફરી એકિટવ થતા આજથી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તમામ જીલ્લાના કલેકટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુંસાર આજથી રાજયમાં ચાર દિવસ ,ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગઇકાલે ઉત્તર, દક્ષિણ અને મઘ્યપૂર્ણ ગુજરાતમાં હળવા ઝાપટાથી લઇ સાત ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો આજે ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભ‚ચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ જયારે સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લામાં આવતી કાલે ર૯મીના રોજ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભ‚ચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ , ગીર સોમનાથ અને દીવ ૩૦મી ઓગસ્ટના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ૩૧મી ઓગસ્ટના રોજ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સામનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજયનાં તમામ જીલ્લા કલેકટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હેડ કવાર્ટર ન છોડવા પણ તાકીદ કરાય છે.

રાજયમાં ફરી ચોમાસુ એકિટવ થતા ૧૪૧ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જીલ્લાના ભલકવાડામાં ૧૬૭ મીમી પડયો હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૯૩.૯૬ ટકા વરસાદ વરસી ગયો છે. પંચમહાલમાં ૫.૫ ઇંચ, સનખેડામાં પાંચ ઇંચ, ઉમરપાડામાં ચાર ઇંચ, તારાપુર, જાંબુખેડા, વારા, માંડવી હનસોટમાં સાડાત્રણ ઇંચ વરસાદ પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.