રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રમાશે એથ્લેટિકસના ૮ જુદી જુદી સ્પર્ધાઓ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રથમ વાર રાજકોટ ર૮મી એપ્રિલના રોજ રેસકોર્ષ ખાતે સીદી ચેમ્પીયન શીપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાત સ્પોટસમાં ખુબ આગળ વધી રહ્યું છે. ર૯માં ક્રમથી ૮માં ક્રમમાં આવનાર ગુજરાત સ્પોટસમાં દિવસે દિવસે આગળ વધી રહ્યું છે. જેને અનુલક્ષી વિવિધ સમાજના લોકો જાગૃત થયા હોય તેવું લાગે છે.
સીદી ચેમ્પીયશીપ ૨૦૧૯ નું આયોજન હનીફભાઇ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેનો હેતુ તેમના સમાજના લોકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરી આગળ વધારવાનો છે. તેમના મતે જાગૃતતાના અભાવનાં કારણે તેમનાં સમાજના લોકો ટેલેન્ટેક હોવા છતાં સ્પોર્ટસમાં ભાગ નથી લેતા. જેથી તેમનો વિકાસ જોઇ તેવો નથી થતો. જેને કારણે સમાજ સ્પોટસમાં પણ પાછળ રહી ગયો હતો પરંતુ હાલમાં તાલાલામાં થયેલ સ્પોર્ટસ ચેમ્પીયનશીપએ સાબીત કરી દીધું કે એ દિવસ હવે દૂર નથી. જયારે તેમને ધમાલ નૃત્યને બદલે ચેમ્પીયન તરીકે લોકો ઓળખતા થશે. કુલ એથ્લેટિકસની આઇ ગેમ્ને આવરી લઇ લાંબી કુદ, દોડ, ઉભી કૂદ ૫૦૦, ૧૦૦, ૪૦૦, ૮૦૦ થી ૧૫૦૦ મીટરની દોડ તથા અમુક વય ગ્રુપને આધારે ગુજરાતનાં બધા સીદી લોકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.