- 1000માંથી 4000 સુધીની ઓપીડીનું લક્ષ્યાંક કરાયુ: એઈમ્સ ડાયરેકટર ડો. સી.ડી.એસ કટોચ
- એઇમ્સ હોસ્પિટલમાં હાલ 250 બેડ ઉપલબ્ધ આગામી સમયમાં 750 બેડ ઉપલબ્ધ થશે
- સૌરાષ્ટ્રના પાટનગર અને ઉદ્યોગિક નગર નું માન ધરાવતા રાજકોટમાં હવે આરોગ્ય સેવા પણ રાષ્ટ્રીય કક્ષાની ઉપલબ્ધ બની છે રાજકોટમાં કાર્યરત એમ સૌરાષ્ટ્ર ગુજરાત તો ઠીક રાજસ્થાન સુધી નું “સ્વાસ્થ્ય” સાચવવા સક્ષમ બની રહી છે.
રાજકોટના માધાપર ચોકડી નજીક ની “એઇમ્સ” ની આરોગ્ય સેવા તમામ પ્રકારના દર્દીઓના નિદાનથી લઈ અસરકારક ઈલાજ અને સંપૂર્ણ સારવાર અને રોગ મુક્તિ માટે દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. એઇમ્સ માં આધુનિક ટેકનોલોજી અને વિશ્વ કક્ષાની સાધન સુવિધા ની સાથે સાથે તમામ અલગ અલગ વિભાગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ જુનિયર તબીબો અને ફરજની સાથે સાથે માનવતા ને અગ્રેસર ગણી આરોગ્ય સેવામાં કાર્યરત નર્સિંગ સ્ટાફ ની નિષ્ઠાપૂર્વક ની સેવા થી એઇમ્સ માત્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જ નહીં સેવાનું માનવ મંદિર બની રહ્યું છે
અબ તકની મુલાકાતમાં એમ્સના ડાયરેક્ટર કર્નલ ડોક્ટર સીડી એસ કટોચે એઇમ્સની સ્થાપ્ના થી લય તબક્કા વાર એક પછી વિભાગો શરૂ કરવાથી લઈને તમામ બોર્ડમાં નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો થી લઈને માનવતા સાથે સેવા બજાવવાના અભિગમ ધારી નર્સિંગ સ્ટાફ અને જુનિયર તબીબો ની ચીવટ પૂર્વકની સેવાથી એમ્સ અત્યારે સૌરાષ્ટ્ર જ નહીં રાજ્ય તો ઠીક રાજસ્થાન સુધી ની સ્વાસ્થ્ય સેવા ની રખેવાળ બની રહી છે
સેવાઓ 31 ડિસેમ્બર 2021 ના રોજ નાઇટ શેલ્ટર બિલ્ડિંગમાં કાયમી કેમ્પસમાં શરૂ કરવામાં આવી હતી. ઇ. ડી તરીકે જોડાયાના છ મહિનાની અંદર. આજે દૈનિક ઓપીડી સરેરાશ 850 થી 1100ની આસપાસ છે, કુલ 14 નિષ્ણાત વિભાગો અત્યાધુનિક સાધનો સાથે કાર્યરત છે. સકારાત્મક પરિણામો સાથે ઓ પી ડી વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઓપીડીમાં ગંભીર દર્દીઓ અને ભણાવવા માટે ખાસ 10 ઈમરજન્સી બેડ રાખવામાં આવ્યા હતા. આજ સુધીની 250બેડથી 750બેડ સુધી પહોંચાડવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે 1,000 ની ઓપીડી ને 4000 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે
રાજકોટ એઇમ્સમાં અઢી વર્ષમાં 3 લાખ ઓપીડી કેસ નોંધાયા છે. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાના લોકો બહોળી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. અત્યાધુનિક એન્થ્રોપોલોજી લેબોરેટરીમાં કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશન જેવા રોગોના નિદાન, ફોરેન્સિક મેડીસીનની મદદથી લેબોરેટરીમાં અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્યો ઉકેલી શકાશે.
ફેફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતા મશીન બોડી પ્લેથિસ્મોગ્રાફી તેમજ ફેફસા અને હૃદયને લગતા રોગના નિદાન માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રમાં ઉત્કૃષ્ટ સારવાર દર્દીઓને નજીવા દરે પ્રાપ્ત થાય તે માટે રાજકોટને એઇમ્સની ભેટ આપી, જેનું ખાતમુહર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. એઈમ્સના નિર્માણની સાથોસાથ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે ફેફસાની કાર્યક્ષમતાનો તપાસ કરી આપતા મશીન બોડી પ્લેથિસ્મોગ્રાફી તેમજ ફેફસા અને હૃદયને લગતા રોગના નિદાન માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રમાં ઉત્કૃષ્ટ સારવાર દર્દીઓને નજીવા દરે પ્રાપ્ત થાય તે માટે રાજકોટને એઇમ્સની ભેટ આપી, જેનું ખાતમુહર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. એઈમ્સના નિર્માણની સાથોસાથ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે ઓ.પી.ડી સેવા શરુ કરી દેવામાં આવી હતી. નિર્માણ બાદ પ્રધાનમંત્રીના હસ્તે 25 મી ફેબ્રુઆરીએ એઇમ્સના લોકાર્પણ સાથે 250 બેડ ની ઇન્ડોર સેવા શરુ કરવામાં આવી હતી.
એઈમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચએ જણાવ્યું કે, રાજકોટ એઈમ્સમાં માત્ર એક વર્ષના ગાળામાં ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ શરુ કરી દેવામાં આવેલો, જે અંતર્ગત હાલ સુધીમાં 3,05,540 જેટલા દર્દીઓનું નિદાન હાથ ધરાયુ છે. જેમાં 5,474 જેટલા ઇમજન્સી કેસ સામેલ છે. 250 બેડની ઇન્ડોર સેવાના પ્રારંભ સાથે આજ સુધીમાં 2,271 જેટલા દર્દીઓને ઇનહાઉસ સારવારનો લાભ મળ્યો છે.
આ માટે જરૂરી લેબ, એક્સ-રે સહિતના રિપોર્ટ અહીં કરી આપવામાં આવે છે. હાલ સુધીમાં 2,20,123 લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા છે.
અહી લેબમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોવીડ, ઝીકા વાઇરસ, ઇન્ફલ્યુએન્ઝા રોગના રિપોર્ટ્સ, હીમેટોલોજી સંબંધી બ્લડ, યુરિન સંબંધિત 50 થી વધુ રિપોર્ટ્સ કરી આપવામાં આવે છે. ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ઇન્ફેક્શન સબંધી રોગો માટે 40 થી વધુ રિપોર્ટ્સ સુવિધા ઉપલબ્ધ છે. એઇમ્સ ખાતે ટ્રોમા અને ઇમરજન્સી વિભાગ, લેબ, એક્સ-રે, એમ.આર.આઈ. રેડિયોલોજી વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ કાર્યરત છે અને અન્ય સેવાઓ સમયાંતરે શરુ કરવા રાજકોટ એઇમ્સ આગળ વધી રહી છે. એમ માટે સરકાર અમને પૂરેપૂરો સહયોગ આપી રહી છે તેમજ અનેક કાર્યોમાં સરકાર અમને દિશા અને સૂચન પુરા પાડવામાં આવ્યા છે
એઇમ્સમાં સંશોધન પ્રાથમિકતા અપાય
એઇમ્સ મેડીકલ કોલેજમાં 250 વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરી રહ્યા છે, 30 વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ જયારે બે વિદ્યાર્થીઓ સુપર સ્પેશિયલિસ્ટ અને 4 વિદ્યાર્થીઓ ફેલોશીપ કરી રહ્યા છે.
સંસ્થામાં સંશોધન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની એઇમ્સ પ્રાથમિકતા હતી. વાઈરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી અને બાયોસેફ્ટી લેવલ-3 લેબોરેટરીની સ્થાપના માટે આરોગ્ય સંશોધન વિભાગ- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે ક્ષમતા-નિર્માણ એક્સ્ટ્રામ્યુરલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. ટછઉક નું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રી, જગત પ્રકાશ નડ્ડા દ્વારા 10 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવ્યું હતું. હાલમાં સંસ્થામાં રૂ. 23 કરોડથી વધુની બજેટ ફાળવણી સાથે 14 બાહ્ય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. . ટછઉક પહેલ હેઠળ, ઈંઈખછ રિકરિંગ ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ વધારાના 7 સંશોધન પ્રોજેક્ટ પહેલેથી જ શરૂ કરવામાં આવ્યા છે.
વધુમાં, ટૂંકા ગાળાના પ્રોજેક્ટ/અભ્યાસ હાથ ધરવા માટે એઇમ્સમાં રાજકોટમાં ડિપાર્ટમેન્ટલ રિસર્ચ પ્રોજેક્ટ (નોન-ફંડેડ) નામની એક અલગ કેટેગરી રજૂ કરવામાં આવી છે. યુવા લોકોમાં સંશોધનના વલણને પ્રોત્સાહન આપવા માટે આ સુવિધા વરિષ્ઠ રહેવાસીઓ સુધી પણ વિસ્તારવામાં આવી છે. સંસ્થાના અધ્યાપકો/નિવાસીઓ દ્વારા આજ સુધીમાં 56 વિભાગીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં, સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ગુણવત્તાયુક્ત નોન-ફંડેડ પ્રોજેક્ટ્સને ઇન્ટ્રામ્યુરલ સ્ટેટસ આપવામાં આવ્યું છે,
એઇમ્સમાં 30 ટકા ટીચિંગ 30 ટકા રિસર્ચ અને 40 ટકા દર્દીઓની સારવારમાં તબિબો કાર્યરત
સૌરાષ્ટ્રની લાઈફ લાઈન બની રહેલી રાજકોટ એમ્સ અત્યારે 30ટકા ટીચિંગ 30ટકારિસર્ચ અને 40 ટકા દર્દીઓની સારવારમાં કાર્યરત છે અત્યારે નિયમ મુજબ 250 બેડની સારવાર સુવિધા સાથે શરૂ થયેલી એમ 750 બેડ ની ક્ષમતા સુધી વિસ્તારમાં આવશે
એઇમ્સની આ સુવિધા વ્યવસ્થા માત્ર રાજકોટ માટે જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને છેક રાજસ્થાન સુધીની આરોગ્ય સુવિધાઓ ની જરૂરિયાતો પૂરી કરવા માટે બનાવવામાં આવી છે એમ એટલે રિસર્ચ માટેનું મહા અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે એમસ્ ટીચિંગ રિસર્ચ અને સારવાર ના ત્રિવિધ પરિમાણો પર કાર્યરત છે એમના સ્ટાફમાં 30 ટકા રિસર્ચમાં 30 ટકા ટીચિંગમાં અને 40 ટકા દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે
શિસ્ત અને સ્વચ્છતામાં ‘એઇમ્સ’નો કોઇ જોટો નથી
લોકોના મનમાં હરહંમેશ એવું હોય છે કે સરકારી હોસ્પિટલમાં ન તો ચોખ્ખાઇ હોય ન સ્વચ્છતા હોય સરકારી હોસ્પિટલમાં બધુ અસ્તવ્યસ્ત હોય છે. ચોખ્ખાઇ રાખવામાં આવતી હોતી નથી કોઇ સ્વચ્છતા જાળવતા હોતા નથી. પરંતુ આ વાકયોને ખોટું સાબિત કરે છે. રાજકોટની એઇમ્સ હોસ્પિટલ એઇમ્સ હોસ્પિટલમાં ચોખ્ખાઇ, સ્વચ્છતા, સુઘડતા સાથે શિસ્તતા પણ જોવા મળે છે. આખી એઇમ્સ હોસ્પિટલમાં કચરો, ગંદકી જોવા મળતી નથી. સમયાંતરે સાફ-સફાઇ કરવામાં આવી છે. અને શિસ્તતાનું પણ અચુક પણે પાલન કરવામાં આવે છે.
દર્દીઓની સારસંભાળ રાખવામાં એઈમ્સ હોસ્પિટલ અવ્વલ
એઈમ્સ હોસ્પિટલ માં ઓપીડી સેવાઓ 31 ડિસેમ્બર 2021 ના રોજ નાઇટ શેલ્ટર બિલ્ડિંગમાં કાયમી કેમ્પસમાં શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ માં આજે આપણી દૈનિક ઓ પી ડી સરેરાશ 850 થી 1100ની આસપાસ છે, કુલ 14 નિષ્ણાત વિભાગો અત્યાધુનિક સાધનો સાથે કાર્યરત છે. સકારાત્મક પરિણામો સાથે ઓ પી ડી નંબરો વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઓપીડીમાં ગંભીર દર્દીઓ માટે ખાસ 10 ઈમરજન્સી બેડ રાખવામાં આવ્યા હતા. અને દર્દી ઓ ની સારસંભાળ રાખવાં માં કોઈ કચાસ રાખવાં આવતી નથી.દર્દીઓને 35 રૂપિયા માં જમવા સાથે બેડ સહિત ની સુવિધા આપવામાં આવે છે.