રાજયભરમાં અનેક શહેરોમાં માવઠાથી રવિ પાકને નુકશાન: ઉત્તર ગુજરાતમાં ભારે પવનથી વીજ પોલ ધરાશાયી, વૃક્ષો-હોડીંગ તુટી પડયા: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટાથી ઠંડક પ્રસરી

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયકલોનિક સરકયુલેશનના પગલે કચ્છ સહિત રાજયભરમાં વેગીલા વાયરા સાથે કમોસમી છૂટોછવાયા માવઠા વરસ્યા હતા મોરબીમાં નવલખી પોર્ટ પર પવન સાથે વરસાદી ઝાપટુ પડયુંતુ તો બનાવકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડુતો પર ચિંતાના વાદળો છવાયા છે. અને ખાસ તો અમુક વિસ્તારોમાં વરસાદ પડવાથી રવિ પાકને નુકશાન થયું છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો હતો. ૨૫ કીમી ઝડપે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ પણ ઉડી હતી વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઝડપી પવન ફૂંકાતા લોકો હેરાન થયા હતા. ધૂળ સાથે પવન લોકોએ રસ્તા પર ઉભા રહેવાની ફરજ પડી હતી. કચ્છના કેટલાક ગામડાઓને કયાંક કરા તો કયાંક ઝરમર્યો વરસાદ પડયો હતો. મોરબી અને હળવદ પંથકમાં પણ પવન ફૂંકાવાની સાથે જ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. જેને લઈ જીરૂના પાકને નુકશાન થવાના ભયથી ખેડુતો ચિંતામાં મૂકાયા હતા. બીજી તરફ પાટણ-બનાસકાંઠામાં પણ વરસાદના છાંટા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા હતા અને વૃક્ષો હોડીંગ પણ તૂટી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડીનું પ્રમાણાહાલમાં થોડુ ઓછુ થયું છે. પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. ઠંડીની સાથે સાથે પવનની ગતિ પણ ભારે રહેશે તેમ જણાવ્યું છે. વરસાદ પડતા ખ્ડુતોના ઉભા પાકને પણ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ ખેડુતો સહિત માછીમારોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હજુ ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવી શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.