• નિર્ધારિત કરેલ લક્ષ્યાંકના 92 ટકા ખાતા ખુલ્યા: વર્ષ 20-21માં 17291 ખાતા ધારકો
  • ગામડાઓના લોકોમાં અટલ પેન્શન યોજનાની જાગૃતિ વધી: જિલ્લા કલેકટર, મનપા કમિશનર, બેંકના ચેરમેન અને સીજીએમ રહ્યા ઉપસ્થિત

કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના અંતર્ગત કાર્યરત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ગામડાઓ સુધી પહોંચીને ખાતા ધારકોને જોડી સરાહનીય કામગીરી કરી છે. આજ રોજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા અટલ પેન્શન યોજના અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

DSC 3640 1 scaled

જેમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના તમામ જિલ્લાના સ્ટાફ સહિત જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મનપા કમિશનર અમિત અરોરા, બેંકના ચેરમેન મનોજ કુમાર  કલમઠેકર તથા દિલ્હીથી સિજીએમ આશિષ કુમાર અને એજીએમ આશિષ ડોંગરે પણ ખાસ ઉસ્થિત રહ્યા હતા અને બેંકના સ્ટાફની કામગીરી બિરદાવી ભવિષ્યમાં આ યોજના હેઠળ હજુ પણ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજનામાં વધુને વધુ લોકોને સમાવેશ કરવા અને ખાસ કરીને ગામડાઓના ખેડૂતોને આ અંગે જાગૃત કરી તેમને સમાવવા માટે કમિર્સિયલ બેંક દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા બીડું ઝડપીને ગામડાઓના માણસો સુધી તેમાં ખાસ ખેડૂતો સુધી આ યોજનાને પહોચાડવા કામગીરી હાથધરી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં હાલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની કુલ 256 બ્રાન્ચ કાર્યરત છે. જેમાં બેંક દ્વારા વર્ષ 21 – 22 માં 18,130 ખાતાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે અત્યાર સુધી આ પેન્શન યોજનામાં બેંક દ્વારા 17,291 ખાતા ખોલી 92 ટકા લક્ષ્યાંક હાસલ કરી લીધો છે.

DSC 3663 1 scaled

 

ગામડાઓ સુધી પહોંચી અટલ પેન્શન યોજનામાં લોકોને સામેલ કરી કામ કરતા હાલ આ વર્ષમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા હર એક બ્રાંચ દ્વારા 80 ખાતાઓ ખોલાવી ચાલુ વર્ષમાં 25,000 ખાતા ખોલવાનો એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ સફળ કામગીરી બદલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા તમામ જિલ્લાઓના મેનેજર અને સ્ટાફ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહેમાનોએ પણ બેંકની કામગીરીને બિરદાવી હતી.

કેન્દ્ર સરકારની યોજનાને લોકો સુધી પહોચાડવા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સરાહનીય કામગીરી: કલેકટર

DSC 3678 scaled

કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનામાં વધુને વધુ લોકો જોડાય તે માટે જિલ્લા તંત્ર પણ કામ કરી રહ્યું છે. તો સાથોસાથ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા પણ સરાંહનીય કામગીરી કરી શહેર સહિત ગામડાઓમાં પણ લોકોને યોજના અંગે જાગૃત કરી વધુને વધુ લોકોને યોજનામાં જોડી રહ્યા છે.  જેથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન થતા તમામ સ્ટાફને આ અંગે શુભેચ્છા પાઠવું છું અને અટલ પેન્શન યોજનામાં લોકોને જાગૃત કરી વધુને વધુ લોકોને જોડે તેવી શુભકામના પણ પાઠવું છું.

આઉટરિચ પ્રોગ્રામ કરી છેવાડાના માનવી સુધી પહોંચવાનો લક્ષ્યાંક: બેંક ચેરમેન

DSC 3679 scaled

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન મનોજ કુમાર કલમઠેકરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાના ગામડાઓ સુધી પહોંચી લોકોમાં યોજનાની જાગૃતતા વધારવામાં પણ આવી રહી છે. જેના કારણે હવે ગામડાઓના લોકો અને ખાસ કરીને ખેડૂતો માં પણ આ યોજનામાં ભાગ લેવાનું વધી રહ્યું છે. ભવિષ્યમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં આઉટ રિચ કાર્યક્રમ કરી હજુ પણ અટલ પેન્શન યોજનામાં લોકોને જોડવા અને બેંકના લક્ષ્યાંકને પાર પાડવા મહેનત કરવામાં આવશે.

દેશમાં આ વર્ષે 2 કરોડ લોકોને યોજનામાં જોડવાનો નિર્ધાર: આશિષ કુમાર (સીજીએમ, પીએફઆરડીએ)

DSC 3680 scaled

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કાર્યક્રમમાં હાજર દિલ્હીથી આવેલા સીજીએમ પીએફઆરડી આશિષ કુમારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અટલ પેન્શન યોજનાની લોકોમાં ખુબ ઝડપથી જાગૃતતા વધી રહી છે. જેના પરિણામે હવે દેશમાં અત્યાર સુધી 4.15 કરોડ લોકોએ આ યોજનામાં ભાગ લીધો છે. ગત વર્ષે પણ આ યોજનામાં 1 કરોડથી વધુ લોકો જોડાયા હતા. જ્યારે આવનારા વર્ષમાં હવે 2 કરોડ જેટલા લોકોને અટલ પેન્શન યોજનામાં જોડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.