જૂનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 9.7 ડિગ્રી: રાજકોટનું તાપમાન 15.6 ડિગ્રી
ઉતરના રાજયોમાં થઇ રહેલી બફર વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. આવતા સપ્તાહથી શિયાળો જમાવટ કરે તેવી સંભાવના પણ હવામાન વિભાગના સૂત્રો વ્યકત કરી રહ્યા છે. આજે નલીયા 10.1 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે જનજીવન થર થર ધ્રુજી રહ્યું છે. આગામી દિવસોમાં બોકાસો બોલાવતી ઠંડી પડશે.આજે રાજકોટ શહેરનું લધુતમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્શીયર નોંધાયું હતુ. કચ્છના નલીયામાં હવે શિયાળો જમાવટ કરી રહ્યો છે. નલીયાનું લધુતમ તાપમાન આજે 10.1 ડીગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 9.7 ડીગ્રી સુધી નીચે સરકી ગયો હતો. રાજયભરમાં આજે લધુમત તાપમાનનો પારો એક થી લઇ ત્રણ ડીગ્રી સુધી નીચો પટકાયો હતો.
આજે અમદાવાદનું લધુતમ તાપમાન 15.2 ડીગ્રી, અમરેલીનું તાપમાન 15 ડીગ્રી સેલ્સીયસ, બરોડાનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.6 ડીગ્રી, ભુજનું તાપમાન 16.2 ડીગ્રી, ડિસાનું તાપમાન 13.7 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.3 ડીગ્રી, નલીયાનું તાપમાન 10.1 ડીગ્રી, પોરબંદરનું તાપમાન 17.3 ડીગ્રી, જયારે જુનાગઢનું તાપમાન 14.7 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. રાજયમાં આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે ડિસેમ્બર માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે.