બોટાદ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં દરોડા; 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે
શ્રાવણ માસના પવિત્ર તહેવાર પર સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોની પોલીસે ધરપકડ કરી 1.20 લાખની રોકડ અને 8 મોબાઈલ સહિત 1,41,690નો મુદામાલ કબ્જે ર્ક્યો હતો.
બોટાદ જિલ્લાના ગઢડા-ઢસા રોડ પર વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા વાડીમાલીક ભરત બોરીચા, રાહુલ બોરીચા, નરેન્દ્રસિંહ ગોહીલ, સુધીરસિંહ ગોહિલ, જીજ્ઞેશ રાઠોડ, અનિરુધ્ધસિંહ ગોહીલ, દીપસંગ ખેર, કિશન ચૌહાણ, વજુભાઈ છૈયા, દેગરભાઈ ડાભી અને ભુપતભાઈ ડાભીની ધરપકડ કરી રૂા.1,20,140ની રોકડ, 6 મોબાઈલ મળી કુલ રૂા.1,41,690નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો: દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે શ્રાવણીયો જુગાર રમતા ધીરૂભાઈ જોષી, પ્રવિણભાઈ સોરાતગ, નાથાભાઈ કોડીયાતર, ટપુભાઈ મોદીની ધરપકડ કરી 45000ની રોકડ અને પાંચ મોબાઈલ મળી 53000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન પરબત મેર અને નાથાભાઈ સગર નાસી છુટ્યા હતા.
ત્રીજો દરોડો: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલ દિવાનીયા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ઈશાભાઈ ભાદરકા, હતીફ મહીડા, ડાયાભાઈ કાતીરા, સરફરાઝ કાલવાણીયા, હુશેનભાઈ પેછી, મોસીમ પઠાણ, જીતેન્દ્ર કોળી, જુબેર શેખની ધરપકડ કરી 26400ની રોકડ કબ્જે કરી હતી.
ચોથો દરોડો: કચ્છ જિલ્લાના ભચાઉ ફૂલવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈશ્ર્વર પ્રજાપતિ, લવજી પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ અને ગોવિંદ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી રૂા.33,900ની રોકડ અને મોબાઈલ મળી કુલ 63900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાંચમો દરોડો: કચ્છ જિલ્લાના આદિપુર અંતરજાળ ગામે જાહેરમાં જુગાર રમતા હસમુખ ચઉ, નારણ, અરવિંદ લાવડીયા, મુકેશ ઠક્કર અને રમેશ કાનગરની પોલીસે ધરપકડ કરી રૂા.18500ની રોકડ અને મોબાઈલ ફોન મળી 79,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.