રાજ્યમાં 12.7 ડિગ્રી સાથે ગાંધીનગરનું સૌથી નીચું તાપમાન આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ સહીત રાજ્યભરમાં વાતાવરણ ધીમે-ધીમે ઠંડી પકડી રહ્યું છે અને આજે લઘુત્તમ તાપમાનનો પારો સરકીને 15 ડિગ્રીએ પહોંચ્યો છે.
જામનગરમાં ક્રમશ શિયાળો જમાવટ કરી રહ્યો છે ખાસ કરીને મોડી રાતથી સવાર સુધીમાં ઠંડા પવન ફૂંકાવવા નો ફુગાવાનો પ્રારંભ થયો હોય જેથી ગરમ વસ્ત્રો ધાબડાઓ ની જરૂરિયાત ઊભી થઈ રહી છે આમ જોઈએ તો ચોમાસા એ જે મોડી વિદાય લીધી તેમ શિયાળો પણ ધીમે ધીમે હવે બરાબર જામતો જાય છે જોકે દિવસ દરમિયાન રહેતી હોય આમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે જેને લીધે સૌરાષ્ટ્રમાં શહેરમાં શરદી ઉધરસના કેસોનું પ્રમાણ વધ્યું છે
રાજકોટ જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ શહેરનું લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી રહ્યું છે શહેરના વાતાવરણમાં ભેજના પ્રમાણ 66 ટકા નોંધાયું હતું જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક સાત કિલોમીટરની નોંધાય છે આમ રાજકોટ શહેરમાં આજે લઘુતમ તાપમાનનો પારો નીચો પહોંચ્યો છે.
બીજીબાજુ વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 15.1, અમરેલીમાં 14, બરોડામાં 13.6, ભાવનગરમાં 16.6, ભુજમાં 17.4, ડીસામાં 15.1, ગાંધીનગરમાં 12.7, કંડલામાં 17.6, નલિયામાં 13.8, પોરબંદરમાં 17, સુરતમાં 17 અને વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.