રાજકોટના મેયર  મેયર અને દેશ વિદેશના ડેલિગેશનની હાજરી સાથે મંગલાચરણ સાથે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટનો થયો પ્રારંભ

પ્રથમ દિવસે જ 2000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા 


ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ આજે સવારના સત્ર દરમિયાન રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાદ્યાય અને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં મંગલાચરણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો વિશાલ એસી ડોમ સાથે ખુલ્લા મુકાયેલા આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટમાં પેહેલા જ દિવસે મોટી સનાખ્ય મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની જાણકારી મેળવી હતી.

IMG 20180420 WA0108રાજકોટના મેયર જૈમનભાઈ ઉપસ્યાએ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો અને બીજી તરફ સૌરાષ્ટ્રના ઉદ્યોગના પ્રદાનની વાત કરી હતી.ઓક્ટાગોં કોમ્યુનિકેશન્સ ના સી ઈ ઓ સંદીપ પટેલ અંશ સૌરાષ્ટ્ર મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે તમામ મહેમાનોને આવકારીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું મહત્વ અંગે પોતાના પ્રતિભાવ અપાય હતા.

IMG 20180420 WA0114 1સમીર શાહ તેમજ સંદીપ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ખેડૂતો લક્ષી ઘણી યોજના સૌરાષ્ટ્ર માં આવશે અને ખાસ કરીને મગફળીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હજુ ઘણી પુષ્કર તકો છે અને મગફળીમાંથી જે બાય પ્રોડક્ટ બનશે તે અંગે પણ કનેડર સરકાર સાથે વાટાઘાટો ચલાવીને નવો પ્રોસેસિંગ યુનિટ રાજકોટમાં શરુ થઇ તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવશે જેમાં પીનટ બટર ની ડિમાન્ડ આવનારા દિવસોમાં રહેશે તે અંગે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

expo 1સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશન ના પ્રેસિડેન્ટ સમીર શાહ અને ઓક્ટાગોં કોમ્યુનિકેશનના સંદીપ શાહે જણાવ્યું કે કે આ વખતે અમે મગફળી અને શીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાથે આવનારા દિવસોમાં ઉદ્યોગનું મહત્વ વધુ કેમ પ્રસ્થાપિત થઇ તેમાટેના પ્રયાસો હાથ ધરાશે.

expo 2આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા માટે હજુ પણ વિપુલ તક છે અને તેનો વ્યાપ કેવી રીતે વધારવો તેની પણ ચર્ચા થશે અને સાથોસાથ ખેડૂતોએન આધુનિક ટેક્નોલોજીથી પણ માહિતગાર કરવામાં આવશે અને સાથોસાથ ખેતીમાં કેવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તેના પાર પણ મુકવામાં આવ્યો છે.

આજે પેહેલા દિવસે જ ખેડતુંતો પણ સવારથી જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી અંદાઝે 2000 જેટલા ખેડૂતો આજે પેહેલા જ દિવસે આવી પહોંચ્યા હતા
ખેડૂતોની સાથે આજે 10 જેટલા વિદેશી ડેલિગેશન પણ આવ્યા હતા અને મગફળી કપાસ અને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે આફ્રિકન દેશમાં જે તક છે તવે અંગે વિસ્તારથી વાતચીત કરી હતી એ ઉપરાંત થાઈલેન્ડ અને નેધરલેન્ડના તાઞજ્ઞ અને એમ્બેસેડર પણ આવ્યા છે અનેતેઓએ પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું

આ ‘વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળી ના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોશ્મેટીક્સ, પેઈન્ટ્સ, સ્ટેઈન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીનેવિશ્વકક્ષાની વસ્તુઓમાં વાપરી શકાય છે.

આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા 12થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, ક્ધઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.