રાજકોટમાં મંગળવારથી પંજાબ સામે કવાર્ટર ફાઇનલ જંગ
અંતિમ લીગ મેચમાં તામીલનાડુ સામેકારમો પરાજય થવા છતા ગ્રુપ પોઈન્ટ ટેબલમાં ટો પર રહેવાના કારણે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આગામી મંગળવારથી ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે પાંચ દિવસીય કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.
લીગ સ્ટેજમાં સૌરાષ્ટ્રની ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું હતુ. સાત મેચમાંથી ત્રણમેચમાં જીત મેળવી હતી. જયારે બે મેચ ડ્રોમાં પરિીણામી હતી 0 પોઈન્ટ ટેબલમાં 26 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યુ હતુ તામીલનાડુ સામેની અંતિમ લીગ મેચમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો હતો. છેલ્લી બે મેચમાં સતત પરાજયના કારણે ટીમના ઉત્સાહમાં થોડી ઓટ આવી છે. એકંદરે સારા પ્રદર્શનના કારણે સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
ૈઆગામી 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીના પ્રથમ બે ટેસ્ટમાં ચેતેશ્ર્વર પૂજારા, જયદેવ ઉનડકટ અને રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યા હોય આ ત્રણેય ખેલાડીઓ પંજાબ સામેની કવાર્ટર ફાઈનલ મેચ ન રમે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
બીજો કવાર્ટર ફાઈનલ મેચ બંગાળ અને ઝારખંડ વચ્ચે કોલકતામાં, ત્રીજો કવાર્ટર ફાઈનલ મેચ બેંગાલુરૂ ખાતે કર્ણાટક અને ઉતરાખંડ વચ્ચે અને ચોથો કવાર્ટર ફાઈનલ મેચ ઈન્દોર ખાતે મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશ વચ્ચે રમાશે સેમીફાઈનલ મેચ 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન જયારે ફાઈનલ મેચ 16 થી20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.