બંને હોસ્પિટલો પાસેથી રૂ.૨૦ હજારનો દંડ વસુલાયો
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા વોર્ડ નં. ૭ માં બાયોમેડીકલ વેસ્ટને ટીપર વાનમાં નાખતા બે સસ્થાઓને ૧૦,૦૦૦/- હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વધુમાં જણાવતા શહેરમાં વોર્ડ નં. ૭ માં આવેલ સૌરાષ્ટ્ર ડાયાબીટીસ સેન્ટર, રાષ્ટ્રીય શાળા સામે અને શુભ હોસ્પિટલ, મંગળા રોડ, ડો. જય મિથીની હોસ્પિટલમાંથી બાયોમેડીકલ વેસ્ટને ટીપર વાનમાં નાખવામાં આવતા હતા.
આ માટે બંને સસ્થાઓને રૂ./- ૧૦,૦૦૦ નો દંડ એટલે કુલ રૂ/- ૨૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેષભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડ એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથા ધરાયેલ.