છઠ્ઠી વિકેટ માટે અર્પિત વસાવા અને પ્રેરક માંકડ વચ્ચે ૮૭ રનની અણનમ ભાગીદારીએ સૌરાષ્ટ્રને જીત અપાવી: સૌરાષ્ટ્રને ૬ પોઈન્ટ મળ્યા
વડોદરાના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફિ ઈલાઈટ બી ગ્રુપના મેચમાં સૌરાષ્ટ્રે બરોડાને ૬ વિકેટે પરાજય આપી રણજી ટ્રોફિમાં સતત ત્રીજો વિજય હાંસલ કરી લીધો છે. બન્ને દાવમાં ૬-૬ વિકેટ સો મેચમાં કુલ ૧૨ વિકેટ ઝડપનાર સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ગત ૨૭મી જાન્યુઆરીી શરૂ યેલી મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોચ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બરોડાનો પ્રથમ દાવ માત્ર ૧૫૪ રનમાં સમેટાઈ ગયો હતો. ઓપનર કેદાર દેવધરને બાદ કરતા એક પણ બેટ્સમેન સૌરાષ્ટ્રની આગઝરતી બોલીંગનો સામનો કરી શકયો ન હતો. પ્રથમ દાવમાં જયદેવ ઉનડકટે માત્ર ૩૪ રનમાં ૬ વિકેટો ખેળવી હતી. ત્યારે પ્રેરક માંકડે ૧૭ રન આપી ૩ વિકેટો ખેડવી હતી. જો કે, પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રનો પણ ધબડકો થઈ ગયો હતો અને માત્ર ૧૪૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બરોડાને પ્રથમ દાવના આધારે ૧૨ રનની લીડ પ્રાપ્ત થઈ હતી. બીજા દાવમાં પણ જયદેવ ઉનડકટ ત્રાટકયો હતો. બરોડાનો બીજો દાવ માત્ર ૧૮૭ રનમાં સમેટાઈ ગયો હતો. બીજી ઈનીંગમાં પણ જયદેવે ૭૨ રન આપી છ વિકેટ ખેડવી હતી. સૌરાષ્ટ્રની જીત માટે ૨૦૦ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે ૨૩ રનમાં ૨ વિકેટ ગુમાવી દેતા એવું લાગી રહ્યું હતું કે, સૌરાષ્ટ્રને હાથમાંથી મેચ નીકળી જશે. માત્ર ૯૧ રનમાં સૌરાષ્ટ્રની અડધી ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. ૧૧૩ રનના સ્કોરે સૌરાષ્ટ્રની છઠ્ઠી વિકેટ પડતા પરાજયના વાદળો જળુંબવા માંડયા હતા. જો કે અર્પીત વસાવડા અને પ્રેરક માંકડે બરોડાના બોલરનો સામનો કર્યો હતો અને ટીમનો વધુ રકાશ અટકાવતા વિજય સુધી દોરી ગયા હતા. અર્પિતે ૬૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદી અણનમ ૪૮ રન જ્યારે પ્રેરક માંકડે ૫૪ બોલમાં ચાર ચોગ્ગાની મદદી ૩૬ રન ફટકાર્યા હતા. ૫૯.૩ ઓવરમાં સૌરાષ્ટ્રની ટીમે જીત હાસલ કરી લીધી હતી. આ સાથે સૌરાષ્ટ્રે કુલ ૬ પોઈન્ટ પ્રાપ્ત થયા છે અને ચાલુ સીઝનમાં સતત ત્રીજો વિજય હાસલ કર્યો છે. જયદેવ ઉનડકટને મેચમાં ૧૨ વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.