દેશના ક્રિકેટ ઈતિહાસમાં આ ચારેય એસોસિએશનનું મહત્વનું યોગદાન છે: કોર્ટ
સૌરાષ્ટ્ર, વડોદરા, વિદર્ભા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનની કાયમી સદસ્યતાને સુપ્રીમ કોર્ટની મંજુરી
ખેલાડીઓના ઉત્થાનને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી દીધી છે. દેશના ક્રિકેટ ઈતિહાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ વડી અદાલતે સૌરાષ્ટ્ર, વડોદરા, વિદર્ભા અને મુંબઈ એમ ચારેય ક્રિકેટ એસોસિએશને સ્થાયી સદસ્યતા પ્રદાન કરી દીધી છે.
આ સાથે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની આગેવાનીવાળી ન્યાયધીશોની બેંચે રેલવે અને વિશ્વ વિદ્યાલયોની સાથે અન્ય સેવાઓની સ્થાયી સદસ્યતાને પણ બહાલી આપી દીધી છે કે જેથી કરીને ક્રિકેટમાં તેમના યોગદાન અને તેમની પ્રતિભાને પોષિત કરી શકાય.
કોર્ટે કહ્યું કે, સૌરાષ્ટ્ર સહિત મુંબઈ, વિદર્ભા અને વડોદરાના ક્રિકેટરોનો ક્રિકેટમાં પ્રતિભા માટે એક લાંબો અને સ્થાયી ઈતિહાસ છે. આ એસોસીએશનોએ ખેલાડીઓને ઉછેર્યા છે અને ક્રિકેટમાં ભવ્ય યોગદાન અપાવ્યું છે.
જણાવી દઈએ કે, આઈઆઈબીની ૩ (અ) કલમમાંએ ઉલ્લેખ છે કે નિયમાનુસાર દરેક રાજય અને સંઘ પ્રદેશ પાસે બીસીસીઆઈની સંપૂર્ણ સદસ્યતા હોવી જોઈએ. ખેલાડીઓના ઉત્થાનને લઈને સુપ્રીમે સ્થાયી સદસ્યતા માટે સૌરાષ્ટ્ર સહિત ચાર ક્રિકેટ એસોસીએશને બહાલી આપી દીધી છે.