ઉપપ્રમુખ પદે દિલીપ લાખાણી અને ખજાનચી પદે શ્યામ રાયચુરા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના નવા હોદ્દેદારોની આજે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહના પુત્ર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની જયદેવ શાહની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે દિપકભાઈ લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે કરન શાહ અને ખજાનચી શ્યામ રાયચુરાની નિમણૂંક કરવામાં આવી છે. સભ્ય તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચના મોરી, મિહિર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહની નિમણૂંક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના નવ નિયુક્ત પદાધિકારીઓની ક્રિકેટની સફર અંગે વાત કરીએ તો પ્રેસિડન્ટ ૩૬ વર્ષીય જયદેવ શાહ ૧૨૦ મેચ રમી ચુકયા છે. તેઓ સૌરાષ્ટ્ર રણજી ટીમમાં કેપ્ટન રહી ચુકયા છે અને આંતર રાજ્ય ક્રિકેટમાં પણ તેઓએ રેકોર્ડ સપિત કર્યો છે. તેમની કેપ્ટન શિપમાં સૌરાષ્ટ્રની ટીમ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૫-૧૬માં રનઅપ યું હતું અને ૨૦૦૭-૨૦૦૮માં વિજય હજારે વન ડે ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ઈ હતી. જયદેવ સ્ટાર ક્રિકેટર સૌરાષ્ટ્ર રવિન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પૂજારા, જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. જયદેવ શાહે ૨૦૧૮માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી.
તો નવનિયુક્ત સેક્રેટરી ૫૩ વર્ષીય હિમાંશુ શાહ પણ ઘણા વર્ષો સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં એડમિનિસ્ટ્રેટીવનો કાર્યભાર સંભાળ્યો હતો તેઓ ૨૦૧૩માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મિડીયા મેનેજર હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નવા સભ્યોમાં નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, શના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા, હેમત શાહનો સમાવેશ થાય છે.