કાલે બીજી ઓકટોબરથી ખાદી વેચાણ ઝુંબેશનો આરંભ
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા આ વર્ષે બીજી ઓકટોબરથી ખાદીમાં 40 ટકા રીબેટ આપવાનું શરુ થતાં પોતાના ખાદી ભવનો અને ભંડારોમાં લોકો ખાદીની ખરીદી ઉત્સાહપૂર્વક કરશે. દર વર્ષની જેમ બીજી ઓકટોબરથી સારાયે દેશમાં અને ગુજરાતમાં ખાદી વેચાણ ઝુંબેશ શરુ થનાર છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગુજરાત સતી ખાદીમાં 40 ટકા અને પરપ્રાંત ખાદીમાં ર0 ટકા વળતર ગ્રાહકોને આપવાનું નકકી કરવામાં આવ્યું છે. આ વળતર તા. 2-10 થી 31-11 સુધી આપવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત ગરમ ખાદીમાં 25 ટકા અને ગુજરાત રેશમ ખાદીમાં ર0 ટકા વળતર આપવામાં આવશે. તા. 1-12 થી 31-3-2023 સુધી ગુજરાત સુતી ખાદી ઉપર 30 ટકા ગુજરાત ગરમ ખાદીમાં 25 ટકા ગુજરાત રેશમ ખાદીમાં ર0 ટકા અને પરપ્રાંત ખાદી ઉપર 1પ ટકા વળતર ગ્રાહકોને આપવામાં આવશે.
દેવેન્દ્રભાઇ દેસાઇએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ અને પાલનપુરના ભવન ભંડારો માંથી સુતી, ગરમ રેશમ અને પરપ્રાંતની ખાદીની ખરીદી ઉપર આ વળતર અપાશે.
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સૌરાષ્ટ્ર ગુજરાતમા: તેના ખાદી ભવન અને ભંડારો દ્વારા ખાદી અને ગ્રામોઘોગના ન્હાવા-ધોવાના સાબુ, શેમ્પુ, લીકવીડ સોપ, ઘાણીનું તેલ, મસાલા સ્ટીલ વુડન ફર્નીચર અને અન્ય ઉત્પાદનો દ્વારા ર000 થી વધુ લોકોને સ્વરોજીનું નિમિત બને છે. દિવાળી સુધીમાં આવતા 2-10, 9-10, 16-10 અને 23-10 ના રવિવારની સાપ્તાહિક રજાના દિવસોએ પણ વેચાણ ચાલુ રહેશે.
દેવેન્દ્રભાઇએ અંતમાં ઉમેયુૃ હતું કે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ 2021-22 ના વર્ષમાં ખાદીનું નોંધપાત્ર વેચાણ કર્યુ. એ માટે અમે ખાદી ચાહક અને ખાદીપ્રેમી ગ્રાહકોના આભારી છીએ. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયા, રાજય અને કેન્દ્ર સરકાર, સહકારી અને શિક્ષણ સંસ્થાઓ, ઉઘોગગૃહો તેમજ યુવાન ભાઇ-બહેનો અને નાગરીકોના આભારી છીએ. આ દેશની કુલ વસ્તીમાં યુવાનોની સંખ્યા 60 થી 65 ટકા છે. તેઓનો ઉત્સાહ અને સહકાર અમને મળ્યા છે. અને એવો જ ઉત્સાહ અને સહકાર અમને મળશે તેવી અમારી અપીલ અને અપેક્ષા છે.