ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સમય આવી ગયો છે. 1 જાન્યુઆરીથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળશે. નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
પવનની ગતિ ઉત્તર પૂર્વીય દિશામાં, તાપમાન હજુ એકથી બે ડિગ્રી નીચું જવાની સંભાવના
રાજકોટમાં પણ આજે સીઝનનું સૌથી નીચું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળી છે. જેથી લોકો સવારની ઠંડીનો સદુપયોગ કરતા જોવા મળ્યા છે. એક તરફ પાર્ક્સમાં લોકોની ભીડ તો બીજી તરફ લોકો નિરો, સૂપ અને જ્યુસનો સેવન કરતા જોવા મળ્યા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર નહી નોંધાય તેવી આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ રહેશે. ડિસેમ્બર કરતા જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધશે છતાં સરેરાશથી 1થી 2 ડિગ્રી ઓછી રહી શકે છે. હવામાન ડાયરેકટર ડો. મનોરમા
મોહંતીએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં દિવસનું તાપમાન 1થી 2 ડિગ્રી નીચું રહેશે. જેથી દિવસે પણ ઠંડી વધશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.