• ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પશ્ચિમી તટ પર રિફાઇનરી ઊભી કરે તેવા પ્રબળ
  • સંજોગો : વધતી ઇંધણની માંગને ધ્યાને લઈ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • આવતા પાંચ વર્ષમાં ભારત પેટ્રોલિયમ 1.7 લાખ કરોડ રૂપિયાનું કરશે જંગી રોકાણ

સમગ્ર દેશમાં ઇંધણની માંગમાં જબરો ઉછાળો થઈ રહ્યો છે ત્યારે આ માંગને પહોંચી વળવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રૂ. 50,000 કરોડના ખર્ચે રિફાઇનરી ઊભી કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રિફાઇનરી ઊભી થતા તેની ક્ષમતા 12 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષની થઈ જશે. કારણ કે ભારત પેટ્રોલિયમ માટે પૂર્વ તટ ના બદલે પશ્ચિમ તટ ઘણું ખરું ઉપયોગી નીવડશે. પશ્ચિમ તટ થી સાવ સાઉદીના દેશો ખૂબ નજીક છે અને પેટ્રોલિયમ માટે જે સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ તે પણ પશ્ચિમ તટ પાસે છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રિફાઇનરી ઊભી થાય તેવા પ્રબળ સંજોગો પણ છે.

રાજ્ય સંચાલિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દેશમાં વાર્ષિક 12 મિલિયન મેટ્રિક ટન  રિફાઇનરી સ્થાપવાનું આયોજન કરી રહી છે, સરકારની માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપની આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 50,000 કરોડનું રોકાણ કરશે, જેના માટે તે હાલમાં ત્રણ રાજ્યો – આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના સ્થળોનું મૂલ્યાંકન કરી રહી છે.  ભારત પેટ્રોલિયમ પૂર્વ કિનારે અથવા પશ્ચિમ કિનારે બીજી રિફાઇનરીની યોજના બનાવી રહી છે, કારણ કે ભારતને વધતી જતી ઇંધણની માંગને પહોંચી વળવા વધુ રિફાઇનરીની જરૂર છે,” એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. “વાટાઘાટો પ્રારંભિક તબક્કામાં છે.

ગયા મહિને, ભારત પેટ્રોલિયમ ચેરમેન જી કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે કંપની નાણાકીય વર્ષ 2030 સુધીમાં તેની રિફાઇનિંગ ક્ષમતા વધારીને 45 એમ.એમ.ટી.પી.એ કરવાની યોજના ધરાવે છે.  કંપની લગભગ 36 એમ.એમ.ટી.પી.એ ની સંયુક્ત વાર્ષિક રિફાઇનિંગ ક્ષમતા સાથે મુંબઈ, કોચી અને બીના (મધ્ય પ્રદેશમાં)માં ત્રણ રિફાઇનરીઓ ચલાવે છે. બી.પી.સી.એલ આગામી પાંચ વર્ષમાં તેના કોર ઓઇલ રિફાઇનિંગ, ફ્યુઅલ માર્કેટિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ અને ક્લીન એનર્જી બિઝનેસમાં આશરે રૂ. 1.7 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.  કુલ મૂડી ખર્ચમાંથી, તેણે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ્સ માટે રૂ. 75,000 કરોડ, પાઇપલાઇન પ્રોજેક્ટ્સ માટે રૂ. 8,000 કરોડ અને તેના માર્કેટિંગ વ્યવસાય માટે રૂ. 20,000 કરોડથી વધુ ફાળવ્યા છે.

ઉપરોક્ત ટાંકવામાં આવેલા બીજા ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારે 60-એમ.એમ.ટી.પી.એ  સંકલિત રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ સ્થાપવાની પ્રસ્તાવિત યોજના કામમાં ન આવતાં બી.પી.સી.એલ નવી રિફાઈનરી સ્થાપવાનું વિચારી રહી છે.  સરકારે 2015માં દેશમાં ઇંધણ અને પેટ્રોકેમિકલ્સની વધતી જતી માંગને પહોંચી વળવા રૂ. 3 લાખ કરોડના ખર્ચે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એશિયાની સૌથી મોટી રિફાઇનરી સ્થાપવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો હતો.

આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બી.પી.સી.એલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને સાઉદી અરામકો વચ્ચે 2017 માં રત્નાગીરી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ નામની સંયુક્ત સાહસ કંપનીની રચના કરવામાં આવી હતી.  સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય તેલ કંપની આર. આર. પી.સી.એલ માં 50% હિસ્સો ધરાવે છે, જ્યારે ભારતની ત્રણ રાષ્ટ્રીય તેલ કંપનીઓ સમાન ભાગીદારો હતી.  જો કે, પર્યાવરણીય ચિંતાઓ અને ઘણા સ્થાનિક રહેવાસીઓના વિરોધને કારણે, પ્રોજેક્ટ ક્યારેય શરૂ થયો ન હતો.

તે જ સમયે, ઓટોમોટિવ ઇંધણ અને નેપ્થાના વેચાણમાં વૃદ્ધિને કારણે બળતણની માંગ પણ વધી રહી છે.   આગલા વર્ષના 223.021 મેટ્રિક ટનની સરખામણીએ નાણાકીય વર્ષ 2024 માં ઇંધણની માંગ લગભગ 233.276 મેટ્રિક ટન ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી હતી.  તેલની વધતી માંગને પહોંચી વળવા માટે, ભારત તેની રિફાઇનિંગ ક્ષમતાને વર્તમાન 252 મિલિયન મેટ્રિક ટન પર એનમ થી 2030 સુધીમાં લગભગ 450 મિલિયન મેટ્રિક ટન પર એનમ સુધી વધારવાની યોજના ધરાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.