નલિયાનું ૫.૪, ભુજનું ૭.૬, અમરેલીનું ૮, કંડલાનું ૮.૪, રાજકોટનું ૯, સુરેન્દ્રનગરનું ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
ઉતરભારતમાં પડી રહેલી હિમવર્ષાને કારણે ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.રાજસ્થાન અને હવે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો છે. સૌરાષ્ટ્રમાં ઠંડીએ બોકાસો બોલાવ્યો છે અને સૌરાષ્ટ્રના છ શહેરોનું તાપમાન સીંગલ ડીઝીટમાં પહોંચ્યું છે. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયુ હતું અને નલિયાનું ૫.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આજે રાજકોટનું વહેલી સવારે લઘુતમ તાપમાન ૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ૫ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન ૫.૪ અને મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને ૫ કિમિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ૯.૪ જ્યારે મહત્તમ તાપમાનનો પારો ૧૨.૪ ડિગ્રી નોંધાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા તેમજ ૫.૪ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજ્યના જુદા જુદા શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી, ડીસામાં ૯.૬ ડિગ્રી, વડોદરામાં ૧૩.૮ ડિગ્રી, સુરતમાં ૧૪.૬ ડિગ્રી, રાજકોટમાં ૯ ડિગ્રી, ભાવનગરમાં ૧૨.૮ ડિગ્રી, પોરબંદરમાં ૧૦ ડિગ્રી, વેરાવળમાં ૧૩.૧ ડિગ્રી, દ્વારકામાં ૧૪.૧ ડિગ્રી, ઓખામાં ૧૭.૪ ડિગ્રી, ભુજમાં ૭.૬ ડિગ્રી, નલિયામાં ૫.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૯.૮ ડિગ્રી, ન્યૂ કંડલામાં ૮.૪ ડિગ્રી, કંડલામાં ૧૦.૧ ડિગ્રી, અમરેલીમાં ૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૫ ડિગ્રી, મહુવામાં ૧૧.૯ ડિગ્રી, દિવમાં ૧૨.૨ ડિગ્રી, વલસાડમાં ૧૩.૧ ડિગ્રી અને વલ્લભ વિધાનગરમાં ૧૨.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી હતી જો કે આજથી વાતાવરણ પુર્વત થઈ જશે અને વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.
રાજકોટમાં ૯ ડિગ્રી તાપમાનથી લોકો વહેલી સવારે ઠંડી ઉડાડવા માટે ગરમ પાણી અને જોગીગનો સહારો લઇ રહ્યા છે. ઠંડીને લીધે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે બીજી બાજુ વહેલી સવારે ધૂમમ્સ ભર્યા વાતાવરણથી લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ૧૨ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે જેને લઈને જનજીવન પર માઠી અસર થઈ છે. જોકે એક બાજુ હવામાન વિભાગે આગામી ૩ દિવસ હજુ ઠંડી વધે તેવી શકયતા નહિવત બતાવી છે.